Ahmedabadમાં રફતારના રાક્ષસો નથી સુધરતા, મેમનગરમાં કાર ચાલકે અનેક વાહનોને લીધા અડફેટે

અમદાવાદમાં રફ્તારના રાક્ષસોનો કહેર યથાવત જોવા મળ્યો છે,જેમાં મેમનગરમાં કારચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હોવાની વાત સામે આવી છે,2 રાહદારી, 3 ટુ-વ્હીલર, 3 કારને ટક્કર મારી કાર ચાલકની કાર પણ પલટી મારી ગઈ હતી,આ તો સારૂ છે કે વહેલી સવાર હતી નહીતર અનેક વાહનો અને લોકો પણ ઈજાગ્રસ્ત થયા હોત,ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. અકસ્માત થતા વાહનચાલકો થયા ઇજાગ્રસ્ત આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો મેમનગરમાં વહેલી સવારે નબીરાએ અકસ્માત સર્જયો હતો,કાર ચાલક ચિંતન પરીખે આ અક્સમાત સર્જયો હોવાની વાત સામે આવી છે.GJ-01-WA-5408 નંબરની કારે અકસ્માત સર્જયો છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,કાર ચાલક નશામાં હતો અને તેણે અકસ્માત સર્જયો છે,અકસ્માતને લઇ રોડ પર અફરાતરફીનો માહોલ સર્જાયો હતો અને અકસ્માતની ઘટનાઓને લઇ સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો છે. એક વ્યકિતની હાલ ગંભીર ઘટનાની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાની તપાસ શરૂ કરી છે સાથે સાથે સીસીટીવી કેમેરાની પણ તપાસ કરી છે અને તપાસ અર્થે સીસીટીવી લીધા છે,અકસ્માતમાં 2 માંથી એકની વ્યક્તિની હાલત ગંભીર છે તેને આઈસીયુમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.અન્ય ઈજાગ્રસ્તોને સોલા સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,તો આરોપી પણ ઈજાગ્રસ્ત થયો છે.પોલીસે આસપાસના લોકોના નિવેદન લઈને ગુનો નોંધ્યો છે. અમદાવાદમાં મોડી રાત્રે જીવ લેણ અકસ્માત સર્જાયો અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં પતિ-પત્નીના મોત થયા હોવાની વાત સામે આવી છે,પૂરઝડપે આવતી કાર ટ્રકની પાછળ ઘૂસી જતા બે લોકોના મોત થયા છે,શાહીબાગના રહેવાસી દંપતીના મોત અંગે ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથધરી છે,બીજી તરફ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.  

Ahmedabadમાં રફતારના રાક્ષસો નથી સુધરતા, મેમનગરમાં કાર ચાલકે અનેક વાહનોને લીધા અડફેટે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં રફ્તારના રાક્ષસોનો કહેર યથાવત જોવા મળ્યો છે,જેમાં મેમનગરમાં કારચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હોવાની વાત સામે આવી છે,2 રાહદારી, 3 ટુ-વ્હીલર, 3 કારને ટક્કર મારી કાર ચાલકની કાર પણ પલટી મારી ગઈ હતી,આ તો સારૂ છે કે વહેલી સવાર હતી નહીતર અનેક વાહનો અને લોકો પણ ઈજાગ્રસ્ત થયા હોત,ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

અકસ્માત થતા વાહનચાલકો થયા ઇજાગ્રસ્ત

આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો મેમનગરમાં વહેલી સવારે નબીરાએ અકસ્માત સર્જયો હતો,કાર ચાલક ચિંતન પરીખે આ અક્સમાત સર્જયો હોવાની વાત સામે આવી છે.GJ-01-WA-5408 નંબરની કારે અકસ્માત સર્જયો છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,કાર ચાલક નશામાં હતો અને તેણે અકસ્માત સર્જયો છે,અકસ્માતને લઇ રોડ પર અફરાતરફીનો માહોલ સર્જાયો હતો અને અકસ્માતની ઘટનાઓને લઇ સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો છે.

એક વ્યકિતની હાલ ગંભીર

ઘટનાની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાની તપાસ શરૂ કરી છે સાથે સાથે સીસીટીવી કેમેરાની પણ તપાસ કરી છે અને તપાસ અર્થે સીસીટીવી લીધા છે,અકસ્માતમાં 2 માંથી એકની વ્યક્તિની હાલત ગંભીર છે તેને આઈસીયુમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.અન્ય ઈજાગ્રસ્તોને સોલા સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,તો આરોપી પણ ઈજાગ્રસ્ત થયો છે.પોલીસે આસપાસના લોકોના નિવેદન લઈને ગુનો નોંધ્યો છે.

અમદાવાદમાં મોડી રાત્રે જીવ લેણ અકસ્માત સર્જાયો

અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં પતિ-પત્નીના મોત થયા હોવાની વાત સામે આવી છે,પૂરઝડપે આવતી કાર ટ્રકની પાછળ ઘૂસી જતા બે લોકોના મોત થયા છે,શાહીબાગના રહેવાસી દંપતીના મોત અંગે ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથધરી છે,બીજી તરફ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.