Ahmedabadમાં રફતારના રાક્ષસનો કહેર યથાવત, ઘોડાસરમાં કાર ધડાકાભેર દુકાનમાં ઘુસી ગઈ

Jun 9, 2025 - 10:00
Ahmedabadમાં રફતારના રાક્ષસનો કહેર યથાવત, ઘોડાસરમાં કાર ધડાકાભેર દુકાનમાં ઘુસી ગઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો છે જેમાં ઘોડાસરમાં કાર ધડાકાભેર દુકાનમાં ઘુસી ગઈ હતી અને દુકાનના શટલને નુકસાન થયું છે, સાથે સાથે કાર દુકાનમાં ઘુસી અને પલટી મારીને ઉંધી પડી છે, ઘટનાની જાણ થતાની સાથે ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથધરી છે, આ ઘટનામાં અનેક વાહનોને પણ નુકસાન થયું છે.

બેફામ ચાલકે કાર દુકાનમાં ઘુસાડી દીધી

અમદાવાદના ઈસનપુરમાં આવેલ ઘોડાસરમાં અકસ્માતની ઘટના બની છે, વહેલી સવારે કાર ચાલકે કારના સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર દુકાનમાં ઘુસી હતી તો રોડ પર ચાલતા અને વાહન લઈને જનારા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો, તો ઘોડાસરના સ્મૃતિ મંદિર નજીક આ બનાવ બન્યો હતો, આ ઘટનામાં હજી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, જે દુકાનને નુકસાન થયું છે તે દુકાનનો વેપારી પણ પોલીસ ફરિયાદ કરવા માટે તૈયાર નથી તેવી વાત સામે આવી છે.

કારચાલકે પાર્ક કરેલા વાહનોને અડફેટે લીધા

અમદાવાદમાં કારચાલકે સવારના સમયે અકસ્માત સર્જયો હતો અને કારચાલકે વાહનોને પણ અડફેટે લીધા છે અને વાહનોને પણ નુકસાન થયું છે, લોકોએ કારચાલકને કારની બહાર કાઢયો હતો અને કારચાલક પણ ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે, ટ્રાફિક પોલીસે કારચાલકનું અને આસપાસના સ્થાનિકોનું નિવેદન લીધુ છે. ઈજાગ્રસ્ત કારચાલક સામે પોલીસ ગુનો નોંધી શકે તેવી પણ વાત છે, તો નશો કરીને કારચાલકે આ અકસ્માત સર્જયો છે કે નહી તે દિશામાં પોલીસની તપાસ ચાલી રહી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0