Ahmedabadમાં બાળ ભિક્ષાવૃત્તિ સામે મહિલા સેલની મોટી કાર્યવાહી, 3 બાળકોનું રેસ્ક્યુ કરાયું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાંથી બાળ ભિક્ષાવૃત્તિની બદીને નાબૂદ કરવાના સ્પષ્ટ લક્ષ્યાંક સાથે મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન જાહેર રસ્તાઓ પર ભીખ માંગી રહેલા 3 નિર્દોષ બાળકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મુક્ત કરાવવામાં આવેલા બાળકોમાં 12 વર્ષની બાળકી, 7 વર્ષની બાળકી અને 2 વર્ષના માસૂમ બાળકનો સમાવેશ થાય છે. મહિલા સેલની આ સરાહનીય કામગીરીથી શહેરમાં સનસનાટી મચી ગઈ છે.
માનવ તસ્કરી અને ડ્રગ્સ પેડલિંગની આશંકા
બાળકોને બળજબરીથી કે કોઈ ગેરકાયદેસર ગિરોહ દ્વારા ભીખ માંગવા મજબૂર કરાતા હતા કે કેમ તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, આ ઘટના પાછળ માનવ તસ્કરી (હ્યુમન ટ્રાફિકિંગ) કે ડ્રગ્સ પેડલિંગ જેવી ગંભીર પ્રવૃત્તિઓ સંકળાયેલી છે કે નહીં તેની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. રેસ્ક્યુ કરાયેલા તમામ બાળકોની ચાઈલ્ડ વેલફેર કમિટી (CWC) ના માર્ગદર્શન હેઠળ જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે તેમજ તેમને તાત્કાલિક મેડિકલ સારવાર પણ પૂરી પાડવામાં આવી છે.
બાળકોના પુનર્વસન, શિક્ષણ અને આરોગ્ય માટે AMC સાથે કરાશે સંકલન
મહિલા સેલ દ્વારા માત્ર બાળકોને મુક્ત કરાવીને કામગીરી પૂર્ણ કરવામાં નથી આવી, પરંતુ તેમના ઉજ્જવળ ભવિષ્ય અને પુનર્વસન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. આ બાળકોને યોગ્ય પોષણ, આરોગ્ય વિષયક સુવિધાઓ અને પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે તંત્ર દ્વારા ખાસ કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી આ બાળકો ફરી ક્યારેય ભિક્ષાવૃત્તિના દલદલમાં ન ધકેલાય.
આ પણ વાંચો : Surendranagarના ધ્રાંગધ્રામાં SOG ની કાર્યવાહી, જેસડા ગામેથી નકલી MBBS ડોક્ટર ઝડપાયો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

