Ahmedabadમાં પોષણ ઉત્સવ-2024ની કરાઈ ઉજવણી, યોજાઈ વાનગીની સ્પર્ધા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઇસીડીએસ ઘટક 2 કક્ષાની પોષણ ઉત્સવ ૨૦૨૪ અંતર્ગત ટી.એચ.આર. તથા મિલેટ માંથી બનતી વાનગી સ્પર્ધા યોજાઇ હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલ, કાઉન્સિલર દિપલબેન પટેલ સ્ટેડિયમ વોર્ડ,કાઉન્સિલર રશ્મિબેન ભટ્ટ સ્ટેડિયમ વોર્ડ, કાઉન્સિલર પ્રદીપભાઈ દવે સ્ટેડિયમ વોર્ડ,CMTC ન્યુટ્રીશન આસિસ્ટન્ટ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યાંપ્રોગ્રામ લોકો ટીએચઆર અને મિલેટ્સ નો ઉપયોગ કરતા થાય અને સુપોષિત ગુજરાત નો સંકલ્પ સિદ્ધ થાય તે હેતુથી યોજાયો.પ્રોગ્રામની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મા અન્નપૂર્ણાની આરતી ઉતારવામાં આવી.બાળકો અને કિશોરીઓ દ્વારા સુંદર કૃતિ રજુ કરવામાં આવી.બાળકો અને કિશોરીઓને પ્રોત્સાહન ઈનામ દાતા તરફથી આપવામાં આવ્યા છે.કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સરકાર તરફથી દર વર્ષે આપવામાં આવતો માતા યશોદા એવોર્ડ ઘટક-૨ ના નવરંગપુરા પાલડી-૧ સેજાના આંગણવાડી કેન્દ્ર કાશ્મીરાના છાપરાના આંગણવાડી કાર્યકર કામીનીબેન ચોક્સી અને તેડાગર સોનલબેન ઝાલાને વર્ષ-૨૦૨૧-૨૨ નો માતા યશોદા એવોર્ડ મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યો.પોષણ ઉત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ પોષણ ઉત્સવ-૨૦૨૪”નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબહેન બાબરીયાએ જણાવ્યું હતું કે, દેશને વિકસીત ભારતના નિર્માણમાં સશક્ત મહિલા અને સ્વસ્થ બાળકની મહત્વની ભૂમિકા રહેલી છે. દરેક ઉંમર અને વ્યક્તિના વિકાસમાં શિયાળાની ઋતુની મહત્વતાને ધ્યાનમાં રાખી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “સહી પોષણ, દેશ રોશન” ના સુત્રને સાર્થક કરવા રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં “પોષણ ઉત્સવ-૨૦૨૪” નો શુભારંભ કરવામાં આવ્યો છે.મંત્રીએ ઉમેર્યું હતું કે, સ્વસ્થ, સશક્ત અને સામર્થ્યવાન બાળક દેશના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે, દેશનું દરેક બાળક સ્વસ્થ અને સશક્ત બને તે માટે રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. બાળ વિકાસ અધિકારીએ યોજયો પ્રોગામ વાનગી સ્પર્ધામાં કાર્યકર બહેનો એ ભાગ લીધેલ જેમાં THR માંથી બનાવેલ વાનગી અને મીલેટસ માંથી બનાવેલ વાનગી એમ બંન્ને કેટેગરીમાં શ્રેષ્ઠ વાનગી બનાવેલ પ્રતિયોગીને પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ નંબર કમિટીના સભ્યો દ્વારા નક્કી કરવામાં આવ્યા.શ્રેષ્ઠ વાનગી બનાવનાર વિજેતા કાર્યકર બહેનોને પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઈનામ આપવામા આવ્યા.ઈનામ દાતા નિસર્ગ ભાઈ પંચમીઆ,રાજુભાઇ કરાટે, આશાબેન ભાવસારના સહયોગથી આપવામાં આવ્યા.આ સમગ્ર પ્રોગ્રામનુ સંચાલન પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ બાળ વિકાસ યોજના અધિકારી ડિમ્પલબેન ઠાકર દ્વારા કરવામાં આવ્યુ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઇસીડીએસ ઘટક 2 કક્ષાની પોષણ ઉત્સવ ૨૦૨૪ અંતર્ગત ટી.એચ.આર. તથા મિલેટ માંથી બનતી વાનગી સ્પર્ધા યોજાઇ હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલ, કાઉન્સિલર દિપલબેન પટેલ સ્ટેડિયમ વોર્ડ,કાઉન્સિલર રશ્મિબેન ભટ્ટ સ્ટેડિયમ વોર્ડ, કાઉન્સિલર પ્રદીપભાઈ દવે સ્ટેડિયમ વોર્ડ,CMTC ન્યુટ્રીશન આસિસ્ટન્ટ હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યાં
પ્રોગ્રામ લોકો ટીએચઆર અને મિલેટ્સ નો ઉપયોગ કરતા થાય અને સુપોષિત ગુજરાત નો સંકલ્પ સિદ્ધ થાય તે હેતુથી યોજાયો.પ્રોગ્રામની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મા અન્નપૂર્ણાની આરતી ઉતારવામાં આવી.બાળકો અને કિશોરીઓ દ્વારા સુંદર કૃતિ રજુ કરવામાં આવી.બાળકો અને કિશોરીઓને પ્રોત્સાહન ઈનામ દાતા તરફથી આપવામાં આવ્યા છે.કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સરકાર તરફથી દર વર્ષે આપવામાં આવતો માતા યશોદા એવોર્ડ ઘટક-૨ ના નવરંગપુરા પાલડી-૧ સેજાના આંગણવાડી કેન્દ્ર કાશ્મીરાના છાપરાના આંગણવાડી કાર્યકર કામીનીબેન ચોક્સી અને તેડાગર સોનલબેન ઝાલાને વર્ષ-૨૦૨૧-૨૨ નો માતા યશોદા એવોર્ડ મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યો.
પોષણ ઉત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ
પોષણ ઉત્સવ-૨૦૨૪”નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબહેન બાબરીયાએ જણાવ્યું હતું કે, દેશને વિકસીત ભારતના નિર્માણમાં સશક્ત મહિલા અને સ્વસ્થ બાળકની મહત્વની ભૂમિકા રહેલી છે. દરેક ઉંમર અને વ્યક્તિના વિકાસમાં શિયાળાની ઋતુની મહત્વતાને ધ્યાનમાં રાખી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “સહી પોષણ, દેશ રોશન” ના સુત્રને સાર્થક કરવા રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં “પોષણ ઉત્સવ-૨૦૨૪” નો શુભારંભ કરવામાં આવ્યો છે.મંત્રીએ ઉમેર્યું હતું કે, સ્વસ્થ, સશક્ત અને સામર્થ્યવાન બાળક દેશના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે, દેશનું દરેક બાળક સ્વસ્થ અને સશક્ત બને તે માટે રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે.
બાળ વિકાસ અધિકારીએ યોજયો પ્રોગામ
વાનગી સ્પર્ધામાં કાર્યકર બહેનો એ ભાગ લીધેલ જેમાં THR માંથી બનાવેલ વાનગી અને મીલેટસ માંથી બનાવેલ વાનગી એમ બંન્ને કેટેગરીમાં શ્રેષ્ઠ વાનગી બનાવેલ પ્રતિયોગીને પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ નંબર કમિટીના સભ્યો દ્વારા નક્કી કરવામાં આવ્યા.શ્રેષ્ઠ વાનગી બનાવનાર વિજેતા કાર્યકર બહેનોને પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઈનામ આપવામા આવ્યા.ઈનામ દાતા નિસર્ગ ભાઈ પંચમીઆ,રાજુભાઇ કરાટે, આશાબેન ભાવસારના સહયોગથી આપવામાં આવ્યા.આ સમગ્ર પ્રોગ્રામનુ સંચાલન પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ બાળ વિકાસ યોજના અધિકારી ડિમ્પલબેન ઠાકર દ્વારા કરવામાં આવ્યુ.