Ahmedabadમાં નકલી ખાદ્ય પદાર્થોથી શહેરી મહિલાઓમાં ભારે રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તહેવારોની સિઝન નજીક આવતા જ બજારમાં મળતા નકલી ખાદ્ય પદાર્થોના વેચાણ અંગે શહેરી મહિલાઓમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે દૂધથી લઈને પનીર સુધીની આવશ્યક વસ્તુઓમાં મોટા પાયે ભેળસેળ થતી હોય ત્યારે સામાન્ય લોકોએ ખાવું શું? દિવાળી જેવા મોટા તહેવારોમાં મોટાભાગના પરિવારો બહારથી તૈયાર વાનગીઓ માવો અને મીઠાઈઓ ખરીદતા હોય છે.
તહેવારોની સિઝનમાં ભેળસેળ કરનારા વેપારીઓ સક્રિય થય છે
મહિલાઓનું કહેવું છે કે આવા સમયે ભેળસેળ કરનારા વેપારીઓ સક્રિય થઈ જાય છે. જે સીધું લોકોના આરોગ્ય સાથે ચેડા સમાન છે. તાજેતરમાં વિવિધ શહેરોમાં પકડાયેલા નકલી માવા અને પનીરના જથ્થાએ તેમની ચિંતા વધારી છે. મહિલાઓએ નકલી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે માત્ર તહેવારો દરમિયાન જ નહીં પરંતુ આરોગ્ય વિભાગે આખું વર્ષ રેગ્યુલર ચેકિંગ કરીને આવા વેપારીઓ પર લગામ કસવી જોઈએ.
આખું વર્ષ રેગ્યુલર ચેકિંગ કરવું જોઈએ: શહેરી મહિલાઓ
વધુમાં મહિલાઓએ સરકાર પાસે એવી વ્યવસ્થા ઊભી કરવાની માગ કરી છે જેનાથી સામાન્ય વ્યક્તિ પણ સરળતાથી જાણી શકે કે તે જે ખાદ્ય વસ્તુઓ ખરીદી રહ્યો છે તે આરોગ્યપ્રદ અને ગુણવત્તાયુક્ત છે કે નહીં. માત્ર દંડ કે નોટિસ આપવાથી નહીં પરંતુ કડક કાયદાકીય પગલાં લેવાથી જ ભેળસેળિયા તત્વોને ડામી શકાશે.
What's Your Reaction?






