Ahmedabadમાં ઝડપાયું ભેળસેળીયું પનીર, ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ પાડયા દરોડા
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળયુક્ત કે ડુપ્લિકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરુદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મુ.મથક, ગાંધીનગરની સ્કોર્ડને મળેલ ખાનગી બાતમીને આધારે દ્વારકેશ ડેરી પ્રોડકટ્સ ૩૨૨૨ આદર્શ સ્કૂલની બાજુમાં, કુબેરનગર જિ. અમદાવાદ ખાતે શંકાસ્પદ અને ભેળસેળયુક્ત પનીરનું ઉત્પાદન થાય છે, તેવી મળેલ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. પનીરની સાથે પામોલીન તેલ ઝડપાયું દ્વારકેશ ડેરી પ્રોડકટ્સ, અમદાવાદ ખાતે તંત્ર દ્વારા ઝીણવટભરી તપાસ કરતા પેઢી 10723026000784 નંબરથી લાઇસન્સ ધરાવતા હતા અને સ્થળ પરથી પનીરની સાથે પામોલીન તેલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટિક એસિડ મળી આવ્યો હતો. જેથી તંત્ર દ્વારા પેઢીના જવાબદાર જીગ્નેશ બુધાભાઈ બારોટ પાસેથી, એક સ્વતંત્ર પુરાવા રૂપે પનીરનો ૦૧, પામોલીન ઓઈલનો ૦૧ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસીટીક એસીડ ગ્લેસીયલ (૯૯.૮૫%)નો ૦૧ એમ કુલ - ૦૩ (ત્રણ) નમૂના લેવામાં આવ્યા, જ્યારે બાકીનો 1500 કિગ્રા જથ્થો જાહેર જનતા સુધી ન પહોંચે તે માટે થઈને સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યા છે. પનીરમાં તેલની ભેળસેળ પણ કરાતી હતી આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા થનાર ઉપરોકત રેડથી ભેળસેળયુકત પનીર બનાવી જાહેર જનતાને પનીર તરીકે વેચાણ થતું અટકાવવામાં સફળતા મળી છે અને ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દૃષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એવું ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કમિશનરની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળયુક્ત કે ડુપ્લિકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરુદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મુ.મથક, ગાંધીનગરની સ્કોર્ડને મળેલ ખાનગી બાતમીને આધારે દ્વારકેશ ડેરી પ્રોડકટ્સ ૩૨૨૨ આદર્શ સ્કૂલની બાજુમાં, કુબેરનગર જિ. અમદાવાદ ખાતે શંકાસ્પદ અને ભેળસેળયુક્ત પનીરનું ઉત્પાદન થાય છે, તેવી મળેલ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.
પનીરની સાથે પામોલીન તેલ ઝડપાયું
દ્વારકેશ ડેરી પ્રોડકટ્સ, અમદાવાદ ખાતે તંત્ર દ્વારા ઝીણવટભરી તપાસ કરતા પેઢી 10723026000784 નંબરથી લાઇસન્સ ધરાવતા હતા અને સ્થળ પરથી પનીરની સાથે પામોલીન તેલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટિક એસિડ મળી આવ્યો હતો. જેથી તંત્ર દ્વારા પેઢીના જવાબદાર જીગ્નેશ બુધાભાઈ બારોટ પાસેથી, એક સ્વતંત્ર પુરાવા રૂપે પનીરનો ૦૧, પામોલીન ઓઈલનો ૦૧ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસીટીક એસીડ ગ્લેસીયલ (૯૯.૮૫%)નો ૦૧ એમ કુલ - ૦૩ (ત્રણ) નમૂના લેવામાં આવ્યા, જ્યારે બાકીનો 1500 કિગ્રા જથ્થો જાહેર જનતા સુધી ન પહોંચે તે માટે થઈને સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યા છે.
પનીરમાં તેલની ભેળસેળ પણ કરાતી હતી
આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા થનાર ઉપરોકત રેડથી ભેળસેળયુકત પનીર બનાવી જાહેર જનતાને પનીર તરીકે વેચાણ થતું અટકાવવામાં સફળતા મળી છે અને ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દૃષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એવું ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કમિશનરની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.