Ahmedabadમાં કોડિન કફ સિરપનો જથ્થો ઝડપાયો, ઢોરબજાર મેદાનમાંથી રૂ. 2.96 લાખનો મુદ્દામાલ કબજે, આરોપી સકંજામાં

Nov 26, 2026 - 19:30
Ahmedabadમાં કોડિન કફ સિરપનો જથ્થો ઝડપાયો, ઢોરબજાર મેદાનમાંથી રૂ. 2.96 લાખનો મુદ્દામાલ કબજે, આરોપી સકંજામાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં નશાકારક પદાર્થોની હેરાફેરી સામે પોલીસને વધુ એક સફળતા મળી છે. દાણીલીમડા વિસ્તારમાં આવેલા ઢોરબજાર મેદાનમાંથી કોડિન ફોસ્ફેટ કફ સિરપનો જથ્થો ઝડપાયો છે. પોલીસને મળેલી માહિતીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં મોહમ્મદ અસલમ ઉર્ફે મામાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી કફ સિરપની મોટી સંખ્યામાં બોટલો મળી આવતા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

252 સીલબંધ બોટલો કબજે કરી

પોલીસે આરોપી પાસેથી કોડિન ફોસ્ફેટ કફ સિરપની 252 સીલબંધ બોટલો કબજે કરી છે. આ જથ્થાની કુલ કિંમત રૂ. 2,96,403 હોવાનું સામે આવ્યું છે. કફ સિરપનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

NDPS એક્ટ હેઠળ ગુનો, સપ્લાય ચેઇન અંગે તપાસ

આ મામલે પોલીસે મોહમ્મદ અસલમ ઉર્ફે મામા સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી આ કફ સિરપનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં કફ સિરપના જથ્થા પાછળનું નેટવર્ક બહાર આવે છે કે કેમ તે જોવું રહ્યું.

આ પણ વાંચો : Surendranagrના થાનગઢમાં ખનીજ ચોરી પર તવાઈ, ખાણ-ખનીજ વિભાગે રૂ. 90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0