Ahmedabadમાં આદિવાસી ભીલ સેવા સમાજ આયોજિત સમૂહ લગ્નમાં ભૂપેન્દ્ર પટેલ રહ્યાં હાજર

Feb 9, 2025 - 15:30
Ahmedabadમાં આદિવાસી ભીલ સેવા સમાજ આયોજિત સમૂહ લગ્નમાં ભૂપેન્દ્ર પટેલ રહ્યાં હાજર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ ખાતે સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ દ્વારા 27માં સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવદંપતિઓને આશીર્વાદ અને શુભકામના પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમસ્ત આદિવાસી ભીલ સમાજના 27માં સમૂહ લગ્ન પ્રસંગે તમામ નવદંપતિઓને સુખી દાંપત્યજીવનની શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે, આપ સૌ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો.

મહાભારતની સંસ્કૃતિની ઓળખ ધરાવતો સમાજ

વધુમાં મુખ્યમંત્રીએ છેલ્લા 26 વર્ષથી આવા આયોજન બદલ સમસ્ત આદિવાસી ભીલ સમાજને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આદિવાસી સમાજને સમયની માંગ સાથે ચાલનારો સમાજ ગણાવ્યો હતો.તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, અમદાવાદ આજથી 600 વર્ષ પહેલાં આશાભીલના નગર તરીકે ઓળખાતું હતું. વધુમાં તેમણે ઉમેર્યું કે, અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં વસેલા આદિવાસી ભીલ સમાજ પ્રાચીન રામાયણ, મહાભારતની સંસ્કૃતિની ઓળખ ધરાવતો સમાજ છે. શબરીથી લઈ એકલવ્ય સુધી આદિવાસી ભીલ સમાજનો પૌરાણિક ઇતિહાસ રહ્યો છે તેવું તેમણે ઉમેર્યું હતું.

ભીલ સમાજની ખમીરી અને દેશભક્તિએ મહારાણા પ્રતાપનું પણ દિલ જીતી લીધું

વધુમાં તેમણે કહ્યું હતું કે, ભીલ સમાજની ખમીરી અને દેશભક્તિએ મહારાણા પ્રતાપનું પણ દિલ જીતી લીધું હતુ.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આદિજાતિના આરાધ્ય દેવ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિનું આ વર્ષ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચે તેવી યોજનાઓ અને વ્યવસ્થા વડાપ્રધાન દ્વારા કરાઇ છે.સમાજના દરેક વર્ગને સાથે લઈને ચાલવાનું અને તેમની પડખે ઊભા રહેવું એ વર્તમાન સરકારનું દાયિત્વ રહ્યું છે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મોટી સંખ્યામાં લોકો રહ્યાં હાજર

આ પ્રસંગે રેરાના સભ્ય અને નિવૃત્ત આઈ.એ.એસ અધિકારી એમ.ડી.મોડિયાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા.આ પ્રસંગે અમદાવાદ પશ્રિમના સાંસદ દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલ, દર્શનાબેન વાઘેલા, ડો.પાયલબેન કુકરાણી, પૂર્વ મંત્રી પ્રદીપ પરમાર, સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજના પ્રમુખ કે.એમ.રાણા તથા સમાજના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0