Ahmedabadમા એએમસીની આરોગ્ય વિભાગની ટીમે લાંભામાથી 2 બોગસ ડોકટરો ઝડપ્યા
AMC આરોગ્ય વિભાગની ટીમે કરી કાર્યવાહી લાંભામાં માનવ સેવા અને વારસી ક્લિનિક સીલ કર્યા બન્ને ક્લિનિક સીલ કરીને કાર્યવાહી હાથ ધરાઇ અમદાવાદ એએમસીની આરોગ્ય વિભાગની ટીમે લાંભામાં દરોડા પાડી બે બોગસ ડોકટરોને ઝડપી પાડયા છે,આ ડોકટરો ક્લિનિક ખોલીને લોકોની સારવાર કરતા હોવાનું એએમસીને ધ્યાને આવ્યું હતુ,આજે જયારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે એએમસીએ તેમની પાસેથી ડોકટરનું સર્ટીફિકેટ માંગ્યું હતું પરતુ,ડોકટરો તે સર્ટીફિકેટ આપી શકયા ન હતા અને તેમની સામે કાર્યવાહી કરી હતી. ઝડપાયા બે બોગસ ડોકટર AMCની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 2 બોગસ ડોકટર ઝડપી પાડવામાં આવ્યા છે.લાંભાનાં રજીવનગરમાં ચાલતા માનવ સેવા ક્લિનિક અને લાંભાનાં સદાની ધાબી પાસે ચાલતા વારસી ક્લિનિક પણ આ બન્ને બોગસ ડોકટરો ચલાવતા હતા,તો આરોગ્ય વિભાગની ટીમે બન્ને કલિનિકને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.દવાખાનામાંથી ટીમે મેડિકલના સાધનો તેમજ દવાનો જથ્થો જપ્ત કર્યો છે.લોકોને આપતા હતા દવાએએમસીની તપાસમાં સામે આવ્યું છે કે,છેલ્લા એક વર્ષથી આ બન્ને ડોકટરો દવાખાનું ચલાવતા હતા અને લોકોને સારવાર પણ આપી રહ્યાં હતા.બન્ને ડોકટરો કોની પાસેથી દવા લાવતા હતા તેને લઈ પણ તપાસ હાથધરાઈ છે,આ સમગ્ર ઘટનામાં પોલીસ પણ આરોપીઓની સામે ગુનો નોંધે તો નવાઈ નહી.અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જો એએમસી હજી પણ તપાસ કરે તો અન્ય બોગસ ડોકટરો પણ ઝડપાઈ શકે છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર બાવળામાંથી પણ નકલી હોસ્પિટલ ઝડપાઈ હતી બાવળામાં આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન આખી નકલી હોસ્પિટલ ઝડપાઈ હતી. મેહુલ ચાવડા નામનો બોગસ ડોક્ટર આ હોસ્પિટલ ચલાવતો હતો. બાળકીના મોત બાદ વીડિયો વાયરલ થયો હતો અને ત્યારબાદ આરોગ્ય વિભાગે તપાસ ચલાવી હતી. જેમાં PHC સેન્ટરના ડોકટર ઋતુરાજ ચાવડાએ ધી ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- AMC આરોગ્ય વિભાગની ટીમે કરી કાર્યવાહી
- લાંભામાં માનવ સેવા અને વારસી ક્લિનિક સીલ કર્યા
- બન્ને ક્લિનિક સીલ કરીને કાર્યવાહી હાથ ધરાઇ
અમદાવાદ એએમસીની આરોગ્ય વિભાગની ટીમે લાંભામાં દરોડા પાડી બે બોગસ ડોકટરોને ઝડપી પાડયા છે,આ ડોકટરો ક્લિનિક ખોલીને લોકોની સારવાર કરતા હોવાનું એએમસીને ધ્યાને આવ્યું હતુ,આજે જયારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે એએમસીએ તેમની પાસેથી ડોકટરનું સર્ટીફિકેટ માંગ્યું હતું પરતુ,ડોકટરો તે સર્ટીફિકેટ આપી શકયા ન હતા અને તેમની સામે કાર્યવાહી કરી હતી.
ઝડપાયા બે બોગસ ડોકટર
AMCની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 2 બોગસ ડોકટર ઝડપી પાડવામાં આવ્યા છે.લાંભાનાં રજીવનગરમાં ચાલતા માનવ સેવા ક્લિનિક અને લાંભાનાં સદાની ધાબી પાસે ચાલતા વારસી ક્લિનિક પણ આ બન્ને બોગસ ડોકટરો ચલાવતા હતા,તો આરોગ્ય વિભાગની ટીમે બન્ને કલિનિકને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.દવાખાનામાંથી ટીમે મેડિકલના સાધનો તેમજ દવાનો જથ્થો જપ્ત કર્યો છે.
લોકોને આપતા હતા દવા
એએમસીની તપાસમાં સામે આવ્યું છે કે,છેલ્લા એક વર્ષથી આ બન્ને ડોકટરો દવાખાનું ચલાવતા હતા અને લોકોને સારવાર પણ આપી રહ્યાં હતા.બન્ને ડોકટરો કોની પાસેથી દવા લાવતા હતા તેને લઈ પણ તપાસ હાથધરાઈ છે,આ સમગ્ર ઘટનામાં પોલીસ પણ આરોપીઓની સામે ગુનો નોંધે તો નવાઈ નહી.અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જો એએમસી હજી પણ તપાસ કરે તો અન્ય બોગસ ડોકટરો પણ ઝડપાઈ શકે છે.
અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર બાવળામાંથી પણ નકલી હોસ્પિટલ ઝડપાઈ હતી
બાવળામાં આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન આખી નકલી હોસ્પિટલ ઝડપાઈ હતી. મેહુલ ચાવડા નામનો બોગસ ડોક્ટર આ હોસ્પિટલ ચલાવતો હતો. બાળકીના મોત બાદ વીડિયો વાયરલ થયો હતો અને ત્યારબાદ આરોગ્ય વિભાગે તપાસ ચલાવી હતી. જેમાં PHC સેન્ટરના ડોકટર ઋતુરાજ ચાવડાએ ધી ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.