Ahmedabad:બ્લેક ફિલ્મ-નંબર વગરના વાહન ડિટેઇનમાં સૌથી વધુ 90 ટકા ટુવ્હીલર અને 10 ટકા કારચાલકો દંડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ટ્રાફિક પોલીસ ડ્રાઇવમાં બ્લેક ફિલ્મ અને નંબર વગરના વાહન ચેકીંગની કામગીરીમાં ડિટેઇન કરાયેલા વાહનોમાં 90 ટકા ટુવ્હીલર અને 10 ટકા કાર ચાલકો દંડાયા છે. સ્થળ પર ડિટેઇન થયેલા વાહનોમાં ઘણા કેસોમાં ટુવ્હીલરને કારના મેમોની રકમ એક સરખી જોવા મળી હતી. અમદાવાદની ત્રણેય આરટીઓ કચેરીમાં 20 દિવસમાં 2250 વાહન ડિટેઇન કરીને 80 લાખથી વધુની રકમ વસૂલાઇ છે.
પોલીસ ડ્રાઇવમાં 3 થી 23 સપ્ટેમ્બર દરમિયાન ઝપટે ચઢેલા મેમોધારકોમાંથી સુભાષબ્રિજ RTOમાં 1500થી વધુ કેસ કરીને 51 લાખની રકમ વસૂલાઇ છે. વસ્ત્રાલ RTOમાં 630 કેસ કરીને 26 લાખનો દંડ વસુલાયો છે. જ્યારે બાવળા RTO કચેરીમાં 100 કેસમાં પાંચ લાખથી વધુનો દંડ વસુલાયો છે. ટુવ્હીલરના મેમોમાં સરેરાશ પાંચથી છ હજાર અને કારના મેમોમાં સરેરાશ સાતથી આઠ હજાર દંડની રકમ વસૂલાય છે. વાહન માલિક પોતે ડ્રાઇવ કરતાં હોય તો દંડ ઓછો આવે છે અને અન્ય ચાલક હોય તો દંડ વધુ ભરવો પડે છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં બ્લેક ફિલ્મવાળી કારો ખુલ્લેઆમ ફરી રહી છે, ત્યારે ટ્રાફિક પોલીસને ડ્રાઇવમાં માત્ર ટુવ્હીલર ચાલકો જ દેખાય છે. નંબર પ્લેટ વગરના ટુવ્હીલર ચાલકોને પકડે તે સારી બાબત છે. પરંતુ બ્લેક ફિલ્મવાળા કાર ચાલકોને કોના આદેશથી જવા દેવાય છે ? પોલીસના કુલ ડિટેઇન કરેલા વાહનોમાં 90 ટકા ટુવ્હીલ ચાલકો અને 10 ટકા જ કાર ચાલકો ઝપટે ચઢયા છે. સરકારી કચેરીઓમાં આવતા વીવીઆઇપીની કારમાં બ્લેક ફિલ્મ હોય છે. તેને રોકવામાં જ આવતી નથી. પરંતુ ટુવ્હીલર ચાલક નંબર પ્લેટવાળીને નીકળ્યો હશે તો તેને પકડીને દંડ વસુલાય છે અથવા વાહન ડિટેઇન સુધીની કાર્યવાહી કરાય છે.
મેમોની રકમ ઓનલાઇન ભરવાની વ્યવસ્થા કરાય તો સારૂ : વાહન ચાલકો
મેમોની રકમ ઓનલાઇન ભરાતી નથી. જેથી આરટીઓ કચેરીમાં જઇને લાઇનમાં ઉભા રહેવું પડે છે. લાઇનમાં ઉભા હોય અને સર્વરનો ઇસ્યુ હોય તો રાહ જોઇને બેસી રહેવું પડે છે અથવા તો બીજા દિવસે ફરી ધક્કો ખાવો પડે છે. જેથી કરીને મેમોની રકમ ઓનલાઇન ભરવાની વ્યવસ્થા કરાય તો વાહન ચાલકોને સરળતા રહે.
જિલ્લામાં નામ પૂરતી ડ્રાઇવ, 100 જ વાહન ડિટેઇન
અમદાવાદ જિલ્લામાં ફરતી કારોમાં બ્લેક ફિલ્મ હોય છે. પરંતુ તેને રોકવા જાય ત્યારે અંદર ગ્રામ પંચાયત સરપંચથી લઇ ધારાસભ્યના પરિચિત હોવાનું જણાવી દંડ ભર્યા વગર બિન્દાસ્ત પસાર થઇ જાય છે. એટલું જ નહીં, મોટાભાગના કેસોમાં સ્થાનિક સરપંચ, સદસ્ય, તાલુકા અને જિલ્લા પંચાયત સદસ્યથી લઇ નગરપાલિકાના સદસ્યો ઉપરાંત અન્ય વિવિધ રાજકીય હોદ્દેદારોના ફોન આવી જતાં હોવાથી દંડ વસુલાતો નથી. માત્ર બ્લેક ફિલ્મ ઉતરવાની અને નંબર પ્લેટ નિયમ મુજબ નંખાવી દેવાની સૂચના આપી રવાના કરી દેવાય છે. જેના લીધે જિલ્લામાં છેલ્લા 20 દિવસમાં માત્ર 100 જ વાહન ડિટેઇન થયા છે.
What's Your Reaction?






