Ahmedabadની સગીરાને ફોસલાવી સગીર યુવક લઈ ગયો, દુષ્કર્મ બાદ સગીરા ગભરાઈ ગઈ
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, સેક્ટર 02, સંયુક્ત પોલીસ કમિશનર જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને "પોલીસ પ્રજાનો મિત્ર છે" એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. પરિવારે અપહરણની કરી હતી ફરિયાદ હાલના સાંપ્રત સમયમાં સોશિયલ મીડિયાના આડેધડ ઉપયોગથી બાળકો ઉપર કેટલી વિપરીત અસર થાય છે અને નાના બાળકોના માં બાપને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા પોતાના સંતાનો નો કેવો કડવો અનુભવ થાય છે..!! એવો એક કિસ્સો બહાર આવેલ છે. અમદાવાદ શહેરના જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જશોદાનગર ખાતે રહેતા ફરિયાદીની 14 વર્ષની ધોરણ 08 માં અભ્યાસ કરતી દીકરી કાજલ (નામ બદલાવેલ છે), શાળાએ ગયા પછી પરત નહીં આવતા, જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા, અજાણ્યા આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ કરવામાં આવેલ હતી. સોશિયલ મીડિયામાં થયો હતો પ્રેમજે ડિવિઝનનાં એસીપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એમ.પરમાર તથા પીએસઆઈ જે.જી.જાડેજા, સ્ટાફના એ.એસ.આઈ અશ્વિનસિંહ, પો .કો. પરબતસિંહ, વિજયસિંહ, મનીષકુમાર, જયંતીભાઈ, She Team ના મહિલા પો.કો. માયાબેન, સહિતના સ્ટાફની પોલીસ ટીમ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરતા, સગીર વયની દીકરી કાજલ બાબતે સીસીટીવી તથા ટેકનિકલ સોર્સ આધારે તપાસ હાથધરી, જીણવટભરી તપાસ હાથધરી, ગણતરીના દિવસોમાં દસકોઈ તાલુકાના નાના એવા ગામમાંથી સતર વર્ષના સગીર વયના બાળક કિશોર (નામ બદલાવેલ છે) સાથે કાજલને પકડી પાડેલ હતા. તપાસ દરમિયાન કાજલ અને કિશોરની પૂછપરછ કરવામાં આવતા, ચાર પાંચ મહિના પહેલા કાજલ દ્વાર ઈન્સ્ટાગ્રામ ઉપર Hi (હાઈ) મેસેજ કિશોરના ઈન્સ્ટાગ્રામ માં કરવામાં આવેલ હતો અને ત્યારથી બંને ઈન્સ્ટાગ્રામના સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલા રહ્યા હતા. પહેલી વાર મળ્યા અને દુષ્કર્મ થયુ ફોટા મોકલી દરરોજ વાતો ચાલુ કરી હતી અને ગઈ તા. 23 ડિસેમ્બરના રોજ ધોરણ 08 માં અભ્યાસ કરતી કાજલ ને કિશોર પોતાના મિત્ર સાથે, કાજલને રૂબરૂ કોઈ દિવસ જોઈ નહીં હોવા છતાં કે રૂબરૂ મળ્યો નહીં હોવા છતાં, મોટર સાયકલ ઉપર લેવા આવી ગયેલ હતા. ત્યાંથી વાડી વિસ્તારમાં ફરતા રહ્યા હતા અને બે વખત દુષ્કર્મ કર્યા હોવાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જીઆઈડીસી પોલીસની She Team દ્વારા સોશિયલ મીડિયા મારફતે કાચી ઉંમરમાં આંધળા પ્રેમમાં પડેલા કાજલ અને કિશોરને તેઓના ઘરના સભ્યોની હાજરીમાં કાઉન્સેલિંગ કરી, ભણવામાં ધ્યાન દેવા સલાહ આપી, સમજાવવામાં આવેલ હતા. હાલ તો, કાજલ ને સમજાવી, તેના માતા પિતાને સોંપવામાં આવી છે અને કિશોર અને તેને મદદગારી કરનાર તેના મિત્રને નામદાર કોર્ટ હવાલે કરવામાં આવેલ છે. કાજલ અને કિશોરના પરિવારજનો દ્વારા પોલીસ દ્વારા બાળકોને સમજાવવા બદલ અને સાચી સલાહ આપવા બદલ અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસે બતાવી સાચી દિશા અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશ્નર જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈની નાં માર્ગદર્શન હેઠળ જીઆઈડીસી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ના માધ્યમથી અવળા રવાળે ચડી ગયેલ સગીર વયની દીકરી કાજલને સાચી દિશા બતાવી, માર્ગદર્શન આપી કરી, સેવા કાર્ય કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર અમદાવાદ શહેર પોલીસએ સાર્થક કર્યું હતું. સોશિયલ મીડિયાના ઉપયોગથી બાળકોના માનસ ઉપર કેટલી વિપરીત અસર થાય છે..!! એ દર્શાવતો આ કિસ્સાઓ સાંપ્રત સમયમાં માતા પિતા અને બાળકો માટે એક લાલ બતી સમાન કિસ્સો સાબિત થયેલ હોય, આધુનિક યુગમાં માં બાપ અને બાળકોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં તકેદારી રાખવાની જરૂરિયાત છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, સેક્ટર 02, સંયુક્ત પોલીસ કમિશનર જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને "પોલીસ પ્રજાનો મિત્ર છે" એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.
પરિવારે અપહરણની કરી હતી ફરિયાદ
હાલના સાંપ્રત સમયમાં સોશિયલ મીડિયાના આડેધડ ઉપયોગથી બાળકો ઉપર કેટલી વિપરીત અસર થાય છે અને નાના બાળકોના માં બાપને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા પોતાના સંતાનો નો કેવો કડવો અનુભવ થાય છે..!! એવો એક કિસ્સો બહાર આવેલ છે. અમદાવાદ શહેરના જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જશોદાનગર ખાતે રહેતા ફરિયાદીની 14 વર્ષની ધોરણ 08 માં અભ્યાસ કરતી દીકરી કાજલ (નામ બદલાવેલ છે), શાળાએ ગયા પછી પરત નહીં આવતા, જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા, અજાણ્યા આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ કરવામાં આવેલ હતી.
સોશિયલ મીડિયામાં થયો હતો પ્રેમ
જે ડિવિઝનનાં એસીપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એમ.પરમાર તથા પીએસઆઈ જે.જી.જાડેજા, સ્ટાફના એ.એસ.આઈ અશ્વિનસિંહ, પો .કો. પરબતસિંહ, વિજયસિંહ, મનીષકુમાર, જયંતીભાઈ, She Team ના મહિલા પો.કો. માયાબેન, સહિતના સ્ટાફની પોલીસ ટીમ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરતા, સગીર વયની દીકરી કાજલ બાબતે સીસીટીવી તથા ટેકનિકલ સોર્સ આધારે તપાસ હાથધરી, જીણવટભરી તપાસ હાથધરી, ગણતરીના દિવસોમાં દસકોઈ તાલુકાના નાના એવા ગામમાંથી સતર વર્ષના સગીર વયના બાળક કિશોર (નામ બદલાવેલ છે) સાથે કાજલને પકડી પાડેલ હતા. તપાસ દરમિયાન કાજલ અને કિશોરની પૂછપરછ કરવામાં આવતા, ચાર પાંચ મહિના પહેલા કાજલ દ્વાર ઈન્સ્ટાગ્રામ ઉપર Hi (હાઈ) મેસેજ કિશોરના ઈન્સ્ટાગ્રામ માં કરવામાં આવેલ હતો અને ત્યારથી બંને ઈન્સ્ટાગ્રામના સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલા રહ્યા હતા.
પહેલી વાર મળ્યા અને દુષ્કર્મ થયુ
ફોટા મોકલી દરરોજ વાતો ચાલુ કરી હતી અને ગઈ તા. 23 ડિસેમ્બરના રોજ ધોરણ 08 માં અભ્યાસ કરતી કાજલ ને કિશોર પોતાના મિત્ર સાથે, કાજલને રૂબરૂ કોઈ દિવસ જોઈ નહીં હોવા છતાં કે રૂબરૂ મળ્યો નહીં હોવા છતાં, મોટર સાયકલ ઉપર લેવા આવી ગયેલ હતા. ત્યાંથી વાડી વિસ્તારમાં ફરતા રહ્યા હતા અને બે વખત દુષ્કર્મ કર્યા હોવાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જીઆઈડીસી પોલીસની She Team દ્વારા સોશિયલ મીડિયા મારફતે કાચી ઉંમરમાં આંધળા પ્રેમમાં પડેલા કાજલ અને કિશોરને તેઓના ઘરના સભ્યોની હાજરીમાં કાઉન્સેલિંગ કરી, ભણવામાં ધ્યાન દેવા સલાહ આપી, સમજાવવામાં આવેલ હતા. હાલ તો, કાજલ ને સમજાવી, તેના માતા પિતાને સોંપવામાં આવી છે અને કિશોર અને તેને મદદગારી કરનાર તેના મિત્રને નામદાર કોર્ટ હવાલે કરવામાં આવેલ છે. કાજલ અને કિશોરના પરિવારજનો દ્વારા પોલીસ દ્વારા બાળકોને સમજાવવા બદલ અને સાચી સલાહ આપવા બદલ અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
પોલીસે બતાવી સાચી દિશા
અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશ્નર જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈની નાં માર્ગદર્શન હેઠળ જીઆઈડીસી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ના માધ્યમથી અવળા રવાળે ચડી ગયેલ સગીર વયની દીકરી કાજલને સાચી દિશા બતાવી, માર્ગદર્શન આપી કરી, સેવા કાર્ય કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર અમદાવાદ શહેર પોલીસએ સાર્થક કર્યું હતું. સોશિયલ મીડિયાના ઉપયોગથી બાળકોના માનસ ઉપર કેટલી વિપરીત અસર થાય છે..!! એ દર્શાવતો આ કિસ્સાઓ સાંપ્રત સમયમાં માતા પિતા અને બાળકો માટે એક લાલ બતી સમાન કિસ્સો સાબિત થયેલ હોય, આધુનિક યુગમાં માં બાપ અને બાળકોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં તકેદારી રાખવાની જરૂરિયાત છે.