Ahmedabadના પ્રેમચંદ નગર સોસાયટીમાં બબાલ, પીજી વિરુદ્ધ રહીશોનો ઉગ્ર વિરોધ

Sep 13, 2025 - 01:00
Ahmedabadના પ્રેમચંદ નગર સોસાયટીમાં બબાલ, પીજી વિરુદ્ધ રહીશોનો ઉગ્ર વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના રહેણાંક વિસ્તારોમાં પેઈંગ ગેસ્ટ હાઉસનો વિવાદ વધુને વધુ ગંભીર બની રહ્યો છે. બોપલ બાદ હવે વસ્ત્રાપુર વિસ્તારની પ્રતિષ્ઠિત પ્રેમચંદ નગર સોસાયટીમાં પણ પીજીને લઈને રહીશો અને મકાનમાલિકો વચ્ચે તણાવ સર્જાયો છે. સોસાયટીના રહીશોએ આ વિસ્તારમાં ચાલતા પીજીનો ઉગ્ર વિરોધ કરીને હોબાળો મચાવ્યો હતો. સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ રહેણાંક વિસ્તારોમાં ચાલતા પીજી હાઉસને કારણે અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે.

બોપલ બાદ પ્રેમચંદનગર સોસાયટીનો વિવાદ

જેમાં ટ્રાફિક, પાર્કિંગ, સુરક્ષા અને અવાજનું પ્રદૂષણ મુખ્ય છે. પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ અને અન્ય યુવાનો દ્વારા મોડી રાત્રે થતી પ્રવૃત્તિઓથી સોસાયટીમાં રહેતા પરિવારો, ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. આ મુદ્દે રહીશોએ એકઠા થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પીજી બંધ કરાવવાની માંગ કરી હતી. પરિસ્થિતિ વણસતા વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

વસ્ત્રાપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી શરૂ કરી તપાસ

પોલીસે બંને પક્ષોની વાત સાંભળી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે હાલ આ મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ શહેરમાં રહેણાંક વિસ્તારોમાં ચાલતા અનધિકૃત પીજી હાઉસના પ્રશ્નને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધો છે. આ પ્રકારના વિવાદોને ઉકેલવા માટે તંત્ર દ્વારા કાયદેસરની અને સ્પષ્ટ ગાઈડલાઈન્સ બનાવવી અત્યંત જરૂરી છે. જેથી રહીશોની સુરક્ષા અને શાંતિ જાળવી શકાય.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0