Ahmedabadના MLA અમિતભાઈએ મ્યુ.કમિશનરને લખ્યો પત્ર, કહ્યું, ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંધકામનો ખડકલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંધકામને લઈ અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે મ્યુ,કમિશનરને પત્ર લખ્યો છે અને ગેરકાયદે વસતા બાંગ્લાદેશની વસાહત હટાવવા માંગ કરી છે,અમિત શાહે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે,ઘણા તત્વો કચરો ઠાલવી પુરાણ કરી રહ્યાં છે અને તળાવ પર દબાણો કરી રહ્યાં છે.
કચરાના પુરાણ કરી વસાહત ઉભી કરવા પ્રયાસ: અમિત શાહ
અમિત શાહે વધુમાં કહ્યું કે કચરાના પુરાણ કરી વસાહત ઉભી કરાઈ છે તેમજ ભૂતકાળમાં બનેલ વસાહતને હટાવવામાં આવે તો આજ વાતને લઈ,વર્ષ 2023માં શહેઝાદ ખાન પઠાણે કલેકટરને પત્ર લખ્યો હતો અને શહેદખાન કે જે વિપક્ષના નેતા છે તેમનું કહેવું છે કે,ઘણા લોકોએ દુકાનો બનાવી ભાડે આપી છે અને અનેક રજૂઆત બાદ કોઈ કાર્યવાહી નથી થતી,કલેકટર આ તળાવનો કબજો મનપાને નથી સોંપાયો.
એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે લખ્યો પત્ર
અમિત શાહે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતો દુર કરવા 7 ફેબ્રુઆરી 2025ના રોજ પત્ર લખવામાં આવ્યો હતો. હાલમાં ચંડોળા તળાવમાં કેટલાક તત્વો કચરો / પુરણી ઠાલવી નવી વસાહતો બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ અંગે કલેક્ટરને ત્યાં મેસેજ, ફોટો, વિડિયો મોકલવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ આ સાથે ફોટા વિડિયો મોકલવામાં આવ્યા છે ત્યારે ચંડોળા તળાવમાં નવી વસાહત બનતા રોકવામાં આવે અને ભુતકાળમાં બનેલી ગેરકાયદેસર વસાહતો દુર કરશો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાંગ્લાદેશીઓને ગેરકાયદેસર રહેતા ઝડપ્યા હતા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં ગેરકાયદે રીતે રહેતા ઇમિગ્રન્ટ્સ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સામે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં અમદાવાદના ઇસનપુર, વસ્ત્રાલ અને ચંડોલા તળાવ વિસ્તારોમાં દસ્તાવેજો વિના રહેતા 50 જેટલાં બાંગ્લાદેશી નાગરિકોની ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાંથી 15 ઇમિગ્રન્ટ્સ અને એક સગીર બાળકને સફળતાપૂર્વક દેશ નિકાલ કરવામાં આવ્યો હતો.
What's Your Reaction?






