Ahmedabad:ઓપરેશન સિંદૂર:ડીજી ઓપરેશન્સનું સન્માન થશે,16 બીએસએફ જવાનોને ગેલન્ટ્રી એવોર્ડ

Aug 15, 2025 - 04:00
Ahmedabad:ઓપરેશન સિંદૂર:ડીજી ઓપરેશન્સનું સન્માન થશે,16 બીએસએફ જવાનોને ગેલન્ટ્રી એવોર્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેશની સુરક્ષા માટે જાનની બાજી લગાવી ચૂકેલા બહાદુર જવાનોને સ્વતંત્રતા દિવસે સન્માનિત કરવામાં આવશે. કેન્દ્ર સરકારે 79મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ વીરતા અને અદમ્ય સાહસ દાખવવા બદલ સરહદી સુરક્ષા દળોના 16 જવાનોને ગેલન્ટ્રી એવોર્ડથી નવાજવાની જાહેરાત કરી છે. એ તમામ જવાનો ઓપરેશન સિંદૂરમાં સામેલ હતા. તે ઉપરાંત ઉત્તરમાં તૈનાત સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઇને ઓપરેશન સિંદૂરમાં તેમણે નિભાવેલી ભૂમિકા બદલ સર્વોત્તમ યુદ્ધ સેવા ચંદ્રકથી નવાજવામાં આવશે. ભારતીય સૈનિકોએ પાકિસ્તાન દ્વારા ભારતીય નાગરિકો અને સૈન્ય મથકો પર થયેલા પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ કર્યા હતા. ઓપરેશન સિંદૂરમાં નિભાવેલી ભૂમિકા બદલ વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ એર માર્શલ નરનાદેશ્વર તિવારી, વેસ્ટર્ન એર કમાન્ડર એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા અને ડીજી એર ઓપરેશન એર માર્શલ અવધેશ ભારતી સહિત ભારતીય વાયુસેનાના આર અધિકારીઓને સર્વોત્તમ યુદ્ધ પદકથી નવાજવામાં આવશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0