Ahmedabad: હાઇવે પર તૂટેલા રસ્તા અને સ્ટ્રીટલાઇટોના અભાવ જીવલેણ પુરવાર થઇ રહ્યા
અમદાવાદથી પસાર થતા રાષ્ટ્રીય રાજ માર્ગો પર સ્ટ્રીટલાઇટોનો અભાવ હોવાથી વારંવાર જીવલેણ અકસ્માત થવાની સાથે વાહનચાલકો અંધારામાં ફાંફા મારવા મજબૂર બન્યા છે. હાઇવે પરના ટોલ પ્લાઝાઓ પર ટોલટેક્સ મોંઘોદાટ ઉઘરાવી લેવાય છે પરંતુ રોડની ખરાબ સ્થિતિ અને સ્ટ્રીટલાઇટોના અભાવ વચ્ચે વાહનચાલકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પર અમદાવાદથી લઇને છેક દાહોદથી આગળ ગુજરાતની બોર્ડર સુધી સ્ટ્રીટલાઇટો જ નથી. મધ્યપ્રદેશમાં પણ ઇન્દોર સુધી સ્ટ્રીટલાઇટો નથી. આખો એક્સપ્રેસ વે રાત્રે અંધારપટમાં ઢંકાઇ જાય છે. વાહનચાલકોએ પોતોના જીવના જોખમે સાચવીને મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. કઠલાલ પાસેના પીઠઇ ટોલટેક્સ અને પછી ગુજરાતની બોર્ડરે આવતા ટોલટેક્સ પર વાહનચાલકો પાસેથી ટોલટેક્સ લેવાય છે, પરંતુ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. એક્સપ્રેસ વે પણ અનેક ઠેકાણે તૂટેલો પડયો છે. મોટા ખાડાઓ કમરનો દુખાવો કરી નાખે છે. અમદાવાદથી રાજકોટ તરફના હાઇવે પર પણ શહેરી વિસ્તારના અમુક ભાગને બાદ કરતા આખો રોડ રાત્રે વાહનોની લાઇટોના અજવાળે જ જોઇ શકાતો હોય છે. અમદાવાદથી હિંમતનગર, અમદાવાદથી મહેસાણા તરફના હાઇવેની પણ આજ સ્થિતિ છે. હાઇવે પર કેટલાક વિસ્તારોમાં તૂટેલા રોડ પણ અકસ્માતને નોતરી રહ્યા છે.અમદાવાદ-બરોડા એક્સપ્રેસ વે પર 155 રૂપિયાનો સિંગલ સાઇડનો ટોલટેક્સ વસુલવામાં આવે છે. ભારે વાહનાચાલકો પાસેથી તો 534 રૂપિયા જેટલો ઉંચો ટોલ ઉઘરાવાય છે. છતાંય હાઇવે પર સ્ટ્રીટલાઇટો નથી. હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ટોલટેક્સ વસુલાય છે તો તેમની સુરક્ષા માટે અમુક અંતરે જોખમી વિસ્તારોમાં હાઇવે પર સોલર લાઇટનું આખું માળખું ઉભું કરવું જોઇએ તેવી વાહનચાલકોની માગણી છે. રાત્રિ દરમિયાન વાહન ખોટકાવાની સ્થિતિમાં વાહનચાલક સલામતી અનુભવી શકે અને અકસ્માતોના બનાવો પણ ઘટશે.હાઇવે પરના મોટાભાગના અકસ્માતો માટે રોડ પર ખોટવાયેલા વાહનો કારણભૂત સાબિત થતા હોય છે. હાઇવે પર ખોટકાયેલા વાહનની પાછળ અન્ય વાહન ઘૂસી જતા અનેક પરિવારો અકસ્માતે મોતને ભેટી ચૂક્યા છે. રાત્રિના અંધકારમાં સ્પીડમાં જતા વાહનચાલકોને તેમના વાહનની લાઇટના અજવાળે જ જવાનું હોય છે. ખોટકાયેલું વાહન દેખાય અને બ્રેક મારે તે પહેલા તો તે વાહન ખોટકાયેલા વાહનમાં ઘૂસી ગયું હોય છે.આવા ગમખ્વાર અકસ્માતોના ભૂતકાળથી તમામ નેશનલ હાઇવે રક્તરંજિત થઇ ચૂક્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદથી પસાર થતા રાષ્ટ્રીય રાજ માર્ગો પર સ્ટ્રીટલાઇટોનો અભાવ હોવાથી વારંવાર જીવલેણ અકસ્માત થવાની સાથે વાહનચાલકો અંધારામાં ફાંફા મારવા મજબૂર બન્યા છે. હાઇવે પરના ટોલ પ્લાઝાઓ પર ટોલટેક્સ મોંઘોદાટ ઉઘરાવી લેવાય છે પરંતુ રોડની ખરાબ સ્થિતિ અને સ્ટ્રીટલાઇટોના અભાવ વચ્ચે વાહનચાલકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પર અમદાવાદથી લઇને છેક દાહોદથી આગળ ગુજરાતની બોર્ડર સુધી સ્ટ્રીટલાઇટો જ નથી. મધ્યપ્રદેશમાં પણ ઇન્દોર સુધી સ્ટ્રીટલાઇટો નથી. આખો એક્સપ્રેસ વે રાત્રે અંધારપટમાં ઢંકાઇ જાય છે. વાહનચાલકોએ પોતોના જીવના જોખમે સાચવીને મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. કઠલાલ પાસેના પીઠઇ ટોલટેક્સ અને પછી ગુજરાતની બોર્ડરે આવતા ટોલટેક્સ પર વાહનચાલકો પાસેથી ટોલટેક્સ લેવાય છે, પરંતુ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. એક્સપ્રેસ વે પણ અનેક ઠેકાણે તૂટેલો પડયો છે. મોટા ખાડાઓ કમરનો દુખાવો કરી નાખે છે.
અમદાવાદથી રાજકોટ તરફના હાઇવે પર પણ શહેરી વિસ્તારના અમુક ભાગને બાદ કરતા આખો રોડ રાત્રે વાહનોની લાઇટોના અજવાળે જ જોઇ શકાતો હોય છે. અમદાવાદથી હિંમતનગર, અમદાવાદથી મહેસાણા તરફના હાઇવેની પણ આજ સ્થિતિ છે. હાઇવે પર કેટલાક વિસ્તારોમાં તૂટેલા રોડ પણ અકસ્માતને નોતરી રહ્યા છે.અમદાવાદ-બરોડા એક્સપ્રેસ વે પર 155 રૂપિયાનો સિંગલ સાઇડનો ટોલટેક્સ વસુલવામાં આવે છે. ભારે વાહનાચાલકો પાસેથી તો 534 રૂપિયા જેટલો ઉંચો ટોલ ઉઘરાવાય છે. છતાંય હાઇવે પર સ્ટ્રીટલાઇટો નથી. હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ટોલટેક્સ વસુલાય છે તો તેમની સુરક્ષા માટે અમુક અંતરે જોખમી વિસ્તારોમાં હાઇવે પર સોલર લાઇટનું આખું માળખું ઉભું કરવું જોઇએ તેવી વાહનચાલકોની માગણી છે. રાત્રિ દરમિયાન વાહન ખોટકાવાની સ્થિતિમાં વાહનચાલક સલામતી અનુભવી શકે અને અકસ્માતોના બનાવો પણ ઘટશે.હાઇવે પરના મોટાભાગના અકસ્માતો માટે રોડ પર ખોટવાયેલા વાહનો કારણભૂત સાબિત થતા હોય છે. હાઇવે પર ખોટકાયેલા વાહનની પાછળ અન્ય વાહન ઘૂસી જતા અનેક પરિવારો અકસ્માતે મોતને ભેટી ચૂક્યા છે. રાત્રિના અંધકારમાં સ્પીડમાં જતા વાહનચાલકોને તેમના વાહનની લાઇટના અજવાળે જ જવાનું હોય છે. ખોટકાયેલું વાહન દેખાય અને બ્રેક મારે તે પહેલા તો તે વાહન ખોટકાયેલા વાહનમાં ઘૂસી ગયું હોય છે.આવા ગમખ્વાર અકસ્માતોના ભૂતકાળથી તમામ નેશનલ હાઇવે રક્તરંજિત થઇ ચૂક્યા છે.