Ahmedabad: સ્કૂલમાં ડમી વિદ્યાર્થીઓ શોધવા DEO સ્કૂલોમાં તપાસ કરે : બોર્ડનો આદેશ

ધો.10 નો અભ્યાસ પૂર્ણ કરી અનેક વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં જતા હોય છે અને તેમના ડમી વિદ્યાર્થી તરીકે સ્કૂલોમાં નામ ચાલતા હોવાની શિક્ષણ બોર્ડમાં એક બોર્ડના પૂર્વ સભ્યએ ફરિયાદ કરી હતી. જેના ભાગરૂપે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓને ઉદેશી પત્ર પાઠવ્યો છે કે, ધોરણ.12 સાયન્સની જાહેર પરીક્ષા પાસ કર્યા બાદ IIT, IIM અને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટેની પરીક્ષાની તૈયારી માટે રાજ્યના મોટા શહેરોમાં કોચિંગ ક્લાસ ચાલે છે. આ કોચિંગ ક્લાસોમાં ધોરણ. 10 નો અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોચિંગ ક્લાસમાં તૈયારી કરતાં આવા અનેક વિદ્યાર્થીઓ ધોરણ.11 સાયન્સમાં ડમી વિદ્યાર્થી તરીકે માત્ર કાગળ પર શાળામાં પ્રવેશ મેળવે છે. ડમી પ્રવેશ માટે રાજ્યની અનેક શાળાઓ તોતિંગ ફી પણ વસૂલતી હોવાની ફરિયાદો ઊઠી છે. આથી જે જિલ્લામાં આ પ્રકારની શાળાઓ ડમી વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી હોય તો તેની ઓચિંતી તપાસ કરી નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવે. શિક્ષણ વિભાગ તપાસનું નાટક કરતું હોવાના આક્ષેપ ડમી વિદ્યાર્થીઓને લઈ અવાર-નવાર શિક્ષણ વિભાગ દ્વારા માત્ર તપાસ નાટક હાથ ધરાતું હોવાના શિક્ષણ નિષ્ણાતો દ્વારા આક્ષેપો કરાઈ રહ્યાં છે. કારણ કે, રાજ્યની સ્કૂલો જે નિયત સમયે ચાલે છે એ જ સમયે ગુજરાતના મોટા શહેરોમાં ચાલતા કોચિંગ ક્લાસમાં પણ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. આ વિદ્યાર્થીઓના કોઈને કોઈ શાળામાં ડમી નામ ચાલતાં હોય છે. જો ખરેખરે ડમીકાંડ બંધ જ કરવો હોય તો સરકાર સીધી કોચિંગ ક્લાસમાં જ રેડ પાડી વિદ્યાર્થીઓને તેમની માતૃ સંસ્થા વિશે પૂછપરછ કરે તો આખાયુ કારસ્તાન સામે આવી જાય. પરંતુ સરકારના નેતાઓ તેમજ ઉચ્ચ અધિકારીઓના સંતાનો જ આ પ્રકારે ડમી સ્કૂલમાં પ્રવેશ મેળવતા હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.

Ahmedabad: સ્કૂલમાં ડમી વિદ્યાર્થીઓ શોધવા DEO સ્કૂલોમાં તપાસ કરે : બોર્ડનો આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધો.10 નો અભ્યાસ પૂર્ણ કરી અનેક વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં જતા હોય છે અને તેમના ડમી વિદ્યાર્થી તરીકે સ્કૂલોમાં નામ ચાલતા હોવાની શિક્ષણ બોર્ડમાં એક બોર્ડના પૂર્વ સભ્યએ ફરિયાદ કરી હતી. જેના ભાગરૂપે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓને ઉદેશી પત્ર પાઠવ્યો છે કે, ધોરણ.12 સાયન્સની જાહેર પરીક્ષા પાસ કર્યા બાદ IIT, IIM અને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટેની પરીક્ષાની તૈયારી માટે રાજ્યના મોટા શહેરોમાં કોચિંગ ક્લાસ ચાલે છે. આ કોચિંગ ક્લાસોમાં ધોરણ. 10 નો અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોચિંગ ક્લાસમાં તૈયારી કરતાં આવા અનેક વિદ્યાર્થીઓ ધોરણ.11 સાયન્સમાં ડમી વિદ્યાર્થી તરીકે માત્ર કાગળ પર શાળામાં પ્રવેશ મેળવે છે. ડમી પ્રવેશ માટે રાજ્યની અનેક શાળાઓ તોતિંગ ફી પણ વસૂલતી હોવાની ફરિયાદો ઊઠી છે. આથી જે જિલ્લામાં આ પ્રકારની શાળાઓ ડમી વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી હોય તો તેની ઓચિંતી તપાસ કરી નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવે.

શિક્ષણ વિભાગ તપાસનું નાટક કરતું હોવાના આક્ષેપ

ડમી વિદ્યાર્થીઓને લઈ અવાર-નવાર શિક્ષણ વિભાગ દ્વારા માત્ર તપાસ નાટક હાથ ધરાતું હોવાના શિક્ષણ નિષ્ણાતો દ્વારા આક્ષેપો કરાઈ રહ્યાં છે. કારણ કે, રાજ્યની સ્કૂલો જે નિયત સમયે ચાલે છે એ જ સમયે ગુજરાતના મોટા શહેરોમાં ચાલતા કોચિંગ ક્લાસમાં પણ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. આ વિદ્યાર્થીઓના કોઈને કોઈ શાળામાં ડમી નામ ચાલતાં હોય છે. જો ખરેખરે ડમીકાંડ બંધ જ કરવો હોય તો સરકાર સીધી કોચિંગ ક્લાસમાં જ રેડ પાડી વિદ્યાર્થીઓને તેમની માતૃ સંસ્થા વિશે પૂછપરછ કરે તો આખાયુ કારસ્તાન સામે આવી જાય. પરંતુ સરકારના નેતાઓ તેમજ ઉચ્ચ અધિકારીઓના સંતાનો જ આ પ્રકારે ડમી સ્કૂલમાં પ્રવેશ મેળવતા હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.