Ahmedabad સિવિલમાં ભુવાએ કરેલી વિધિ પર ઋષિકેશ પટેલએ આપ્યું નિવેદન
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભુવાએ કરેલી વિધિ પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે દર્દીના સગા તરીકે એન્ટ્રી કરીને હોસ્પિટલમાં આવ્યો હતો, એવા સમયમાં આરોગ્યકર્મીઓ શું કરી શકે.ખેડામાં શેડમાં હોસ્પિટલ ચાલતી હોવા અંગે આરોગ્ય મંત્રીએ આપ્યું આ નિવેદન ત્યારે વધુમાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે ખ્યાતિકાંડમાં આરોપીઓએ સિસ્ટમની લૂ ફોલનો લાભ લીધો છે. ખોટા આઈડીનો ઉપયોગ કરાયો છે. જે એજન્સીને કામ સોંપ્યું તેની સંડોવણી પણ બહાર આવી છે. PMJAY પર લોકોએ ભરોસો મૂકવો જોઈએ. બીજી તરફ રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા મુદ્દે નિવેદન આપતા ઋષિકેશ પટેલે કહ્યું કે ટ્રાફિક સમસ્યા દૂર કરવા રોડ પહોળા કરાશે, આ સાથે જ મણીબેન, મેન્ટલ હોસ્પિટલનું ડેવલપમેન્ટ કરવામાં આવશે. ખેડામાં શેડમાં હોસ્પિટલ ચાલતી હોવા અંગે આરોગ્ય મંત્રીએ નિવેદન આપતા જણાવ્યું કે હોસ્પિટલ પાસે બીયુ પરમિશન છે. ટેમ્પરરી સાધનો સાથે હોસ્પિટલ ચાલતી હતી. સિવિલ હોસ્પિટલ માટે માસ્ટર પ્લાન પીએમ નરેન્દ્ર મોદીએ બનાવ્યો: ઋષિકેશ પટેલ વધુમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિકાસ અંગે વાત કરતા આરોગ્ય મંત્રીએ કહ્યું કે સિવિલ હોસ્પિટલ માટે માસ્ટર પ્લાન પીએમ નરેન્દ્ર મોદીએ બનાવ્યો હતો. દિન પ્રતિદિન પેશન્ટનો ફ્લો વધે છે, ત્યારે સુવિધા વધારવાની એટલી જ જરૂર છે. માસ્ટર પ્લાન થકી અલગ અલગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે 840 કરોડના કામની સમીક્ષા કરાઈ છે. 1800 બેડની હોસ્પિટલ અંગે પણ આગામી સમયના માસ્ટર પ્લાન અંગે વિચારણા થઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભુવાએ કરેલી વિધિ પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે દર્દીના સગા તરીકે એન્ટ્રી કરીને હોસ્પિટલમાં આવ્યો હતો, એવા સમયમાં આરોગ્યકર્મીઓ શું કરી શકે.
ખેડામાં શેડમાં હોસ્પિટલ ચાલતી હોવા અંગે આરોગ્ય મંત્રીએ આપ્યું આ નિવેદન
ત્યારે વધુમાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે ખ્યાતિકાંડમાં આરોપીઓએ સિસ્ટમની લૂ ફોલનો લાભ લીધો છે. ખોટા આઈડીનો ઉપયોગ કરાયો છે. જે એજન્સીને કામ સોંપ્યું તેની સંડોવણી પણ બહાર આવી છે. PMJAY પર લોકોએ ભરોસો મૂકવો જોઈએ. બીજી તરફ રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા મુદ્દે નિવેદન આપતા ઋષિકેશ પટેલે કહ્યું કે ટ્રાફિક સમસ્યા દૂર કરવા રોડ પહોળા કરાશે, આ સાથે જ મણીબેન, મેન્ટલ હોસ્પિટલનું ડેવલપમેન્ટ કરવામાં આવશે. ખેડામાં શેડમાં હોસ્પિટલ ચાલતી હોવા અંગે આરોગ્ય મંત્રીએ નિવેદન આપતા જણાવ્યું કે હોસ્પિટલ પાસે બીયુ પરમિશન છે. ટેમ્પરરી સાધનો સાથે હોસ્પિટલ ચાલતી હતી.
સિવિલ હોસ્પિટલ માટે માસ્ટર પ્લાન પીએમ નરેન્દ્ર મોદીએ બનાવ્યો: ઋષિકેશ પટેલ
વધુમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિકાસ અંગે વાત કરતા આરોગ્ય મંત્રીએ કહ્યું કે સિવિલ હોસ્પિટલ માટે માસ્ટર પ્લાન પીએમ નરેન્દ્ર મોદીએ બનાવ્યો હતો. દિન પ્રતિદિન પેશન્ટનો ફ્લો વધે છે, ત્યારે સુવિધા વધારવાની એટલી જ જરૂર છે. માસ્ટર પ્લાન થકી અલગ અલગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે 840 કરોડના કામની સમીક્ષા કરાઈ છે. 1800 બેડની હોસ્પિટલ અંગે પણ આગામી સમયના માસ્ટર પ્લાન અંગે વિચારણા થઈ છે.