Ahmedabad :સરકારી યુનિ.ઓમાં UGમાં પ્રવેશ માટે 3.20 લાખ વિદ્યાર્થી નોંધાયા

પાંચ દિવસ મુદત વધારતા 80 હજાર વિદ્યાર્થીઓનો વધારોગુજરાત યુનિ. સહિત 12 યુનિવર્સિટીઓમાં UGની કુલ 7,91,897 બેઠક મહિનાથી ચાલતી રજિસ્ટ્રેશન પ્રક્રિયાની સામે પાંચ જ દિવસમાં 33 ટકા વિદ્યાર્થી નોંધાયા રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં ધોરણ-12 પછીના UG કોર્સમાં પ્રવેશ માટે 3.20 લાખથી વધુ વિદ્યાર્થી નોંધાયા છે. આ વિગત રવિવાર સાંજના 6 વાગ્યા સુધીની હોવાથી આ સંખ્યામાં ફાઇનલ સબમિશન વખતે ત્રણ-ચાર હજારનો વધારો થવાની શક્યતાઓ પણ વ્યક્ત થઈ છે. રજિસ્ટ્રેશનની મુદત વધુ પાંચ દિવસ લંબાવાતા 80 હજાર જેટલા વિદ્યાર્થીઓનો વધારો થયો છે. એટલે કે, બે મહિનાથી ચાલતી રજિસ્ટ્રેશન પ્રક્રિયાની સામે માત્ર પાંચ જ દિવસમાં 33 ટકા વિદ્યાર્થી નોંધાયા છે. ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની 12 સરકારી યુનિવર્સિટીઓમાં UGની કુલ 7,91,897 બેઠક ઉપલબ્ધ છે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એક્ટ લાગુ કર્યા બાદ પ્રવેશ પ્રક્રિયા માટે કોમન હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો. કોમન પ્રવેશ કાર્યવાહી માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ (GCAS) તૈયાર કરાયું હતુ. જે અન્વયે ગત તા.1લી એપ્રિલથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ હતી, જે 28મી મેના રોજ પૂર્ણ થઈ હતી. આ દરમિયાન 2.40 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ફી ભરી પ્રવેશ માટે સહમતિ દર્શાવી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશથી વંચિત રહ્યા હોવાથી મુદત 2 જૂન સુધી લંબાવવામાં આવી હતી. આ દરમિયાન વધુ 80 હજાર જેટલા વિદ્યાર્થીઓનો ઉમેરો થતાં 3.20 લાખથી વધુ વિદ્યાર્થી નોંધાયા છે. રવિવાર સાંજના 6 વાગ્યાની સ્થિતિએ UGમાં પ્રવેશ માટે કુલ 4,85,826 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 3,19,465 વિદ્યાર્થીઓએ ફી ભરી દીધી છે. જેમાંથી 3,15,060 વિદ્યાર્થીઓએ ફાઇનલ સબમિશન કરાવ્યું છે. રજિસ્ટ્રેશનની મુદત 13મી સુધી લંબાવી PGમાં પ્રવેશ માટે અત્યાર સુધીમાં 61,770 વિદ્યાર્થી નોંધાયા છે. રજિસ્ટ્રેશન બાદ ફાઇનલ ફી ભરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 63,526 નોંધાઈ છે. PGમાં રજિસ્ટ્રેશનની મુદત 3 જૂનના રોજ પૂર્ણ થતી હતી, પરંતુ હજુ ઘણી કોલેજોમાં પરિણામ આવ્યા ન હોવાથી 13 જૂન સુધી મુદત લંબાવવામાં આવી છે.

Ahmedabad :સરકારી યુનિ.ઓમાં UGમાં પ્રવેશ માટે 3.20 લાખ વિદ્યાર્થી નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાંચ દિવસ મુદત વધારતા 80 હજાર વિદ્યાર્થીઓનો વધારો
  • ગુજરાત યુનિ. સહિત 12 યુનિવર્સિટીઓમાં UGની કુલ 7,91,897 બેઠક
  • મહિનાથી ચાલતી રજિસ્ટ્રેશન પ્રક્રિયાની સામે પાંચ જ દિવસમાં 33 ટકા વિદ્યાર્થી નોંધાયા

રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં ધોરણ-12 પછીના UG કોર્સમાં પ્રવેશ માટે 3.20 લાખથી વધુ વિદ્યાર્થી નોંધાયા છે. આ વિગત રવિવાર સાંજના 6 વાગ્યા સુધીની હોવાથી આ સંખ્યામાં ફાઇનલ સબમિશન વખતે ત્રણ-ચાર હજારનો વધારો થવાની શક્યતાઓ પણ વ્યક્ત થઈ છે. રજિસ્ટ્રેશનની મુદત વધુ પાંચ દિવસ લંબાવાતા 80 હજાર જેટલા વિદ્યાર્થીઓનો વધારો થયો છે. એટલે કે, બે મહિનાથી ચાલતી રજિસ્ટ્રેશન પ્રક્રિયાની સામે માત્ર પાંચ જ દિવસમાં 33 ટકા વિદ્યાર્થી નોંધાયા છે. ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની 12 સરકારી યુનિવર્સિટીઓમાં UGની કુલ 7,91,897 બેઠક ઉપલબ્ધ છે.

રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એક્ટ લાગુ કર્યા બાદ પ્રવેશ પ્રક્રિયા માટે કોમન હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો. કોમન પ્રવેશ કાર્યવાહી માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ (GCAS) તૈયાર કરાયું હતુ. જે અન્વયે ગત તા.1લી એપ્રિલથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ હતી, જે 28મી મેના રોજ પૂર્ણ થઈ હતી. આ દરમિયાન 2.40 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ફી ભરી પ્રવેશ માટે સહમતિ દર્શાવી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશથી વંચિત રહ્યા હોવાથી મુદત 2 જૂન સુધી લંબાવવામાં આવી હતી. આ દરમિયાન વધુ 80 હજાર જેટલા વિદ્યાર્થીઓનો ઉમેરો થતાં 3.20 લાખથી વધુ વિદ્યાર્થી નોંધાયા છે. રવિવાર સાંજના 6 વાગ્યાની સ્થિતિએ UGમાં પ્રવેશ માટે કુલ 4,85,826 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 3,19,465 વિદ્યાર્થીઓએ ફી ભરી દીધી છે. જેમાંથી 3,15,060 વિદ્યાર્થીઓએ ફાઇનલ સબમિશન કરાવ્યું છે.

રજિસ્ટ્રેશનની મુદત 13મી સુધી લંબાવી

PGમાં પ્રવેશ માટે અત્યાર સુધીમાં 61,770 વિદ્યાર્થી નોંધાયા છે. રજિસ્ટ્રેશન બાદ ફાઇનલ ફી ભરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 63,526 નોંધાઈ છે. PGમાં રજિસ્ટ્રેશનની મુદત 3 જૂનના રોજ પૂર્ણ થતી હતી, પરંતુ હજુ ઘણી કોલેજોમાં પરિણામ આવ્યા ન હોવાથી 13 જૂન સુધી મુદત લંબાવવામાં આવી છે.