Ahmedabad: શહેરમાં પહેલા વરસાદમાં જ દુર્ઘટના, કરંટ લાગતા યુવકનું મોત નિપજ્યુ

Jun 16, 2025 - 22:30
Ahmedabad: શહેરમાં પહેલા વરસાદમાં જ દુર્ઘટના, કરંટ લાગતા યુવકનું મોત નિપજ્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં આજે મેઘરાજાની પધરામણી થઈ છે. અનેક વિસ્તારોમાં વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભાવનગર અને અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ જવાથી તારાજી સર્જાઈ છે. ત્યારે સાંજના સમયે અમદાવાદમાં ખાબકેલા વરસાદથી ઠંડક પ્રસરી ગઈ છે. શહેરમાં પહેલા જ વરસાદમાં મહાનગરપાલિકાનો પ્રિ મોન્સૂન પ્લાન દર વખતની જેમ આ વખતે વરસાદમાં ધોવાઈ ગયો છે. અમદાવાદમાં પહેલા જ વરસાદમાં દુર્ઘટના સર્જાઈ છે.

15થી વધુ વૃક્ષો ધરાશાયી થયા

અમદાવાદમાં પહેલા જ વરસાદમાં દુર્ઘટના સર્જાઈ છે. શહેરમા મોટી હમામની પોળ નજીક વીજપોલ પાસે કરંટ લાગતાં એક યુવકનું મોત નિપજ્યું છે. શહેરમાં અલગ અલગ જગ્યાએ 15થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. અમદાવાદના વેજલપુરમાં પણ પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ ગયાં છએ. અહીં બકેરી સ્થિતિ, શ્રીનંદનગરમાં પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સોનલ સિનેમા રોડ પર પાણી ભરાયા હતાં. પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને હાલાકીનો સમનો કરવો પડ્યો છે.

સાંજના સમયે અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો

સાંજના સમયે અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઠક્કરનગર, એસ.જી. હાઇવે , માનસી , બોડકદેવ,વેજલપુર, પકવાન, ઇસ્કોન, સેટેલાઇટ, નવરંગપુરા, શાહીબાગ, દિલ્હી દરવાજા વિસ્તારમાં વીજળીના ભારે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતાં. વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0