Ahmedabad : શહેરમાં 5 ઈંચ વરસાદ : સિંધુભવન, સાઉથ બોપલ સહિત 235 સ્થળોએ પાણી ભરાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
માત્ર ચાર જ દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે લોકોના ઘરોમાં ગટરના પાણી બેક માર્યા હતા. શુક્રવારે સવારના 6વાગ્યાથી જ સમગ્ર શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવવાની સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. જોકે સવારના 8થી 9 ના એક કલાકના સમયમાં પૂર્વ,પિૃમ સહિત શહેરના મોટાભાગના વિસ્તારોમાં પવન અને વીજ કડાકા સાથે ભારે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી જેના કારણે લગભગ એક કલાકના સમયમા જ અનેક વિસ્તારોમા ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. સવારના 6થી 10 કલાક સુધીના ચાર કલાકમાં જ સરખેજમાં સવાપાંચ, બાકરોલમાં પોણા પાંચ, નવરંગપુરામાં સાડાચાર તેમજ વાસણા અને મકતમપુરામાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબકતા ચોતરફ વરસાદી પાણી ફરી વળ્યા હતા. શહેરમાં કુલ 235 સ્થળોએ વરસાદી પાણી ભરાયા હતા. 18 જંકશન પણ વરસાદી પાણીમા ગરકાવ થયા હતા. સાઉથ બોપલમાં તો વરસાદ બંધ થયાના ત્રણ કલાક પછી ગટરના ઢાંકણા ખોલવા છતાં વરસાદી પાણી ઓસરી શકયા નહતા. આ મોસમમા શહેરમાં અત્યાર સુધીમાં 96.58 % એટલે કે 34.77 ઈંચ વરસાદ વરસી ગયો છે. જુલાઈ અને ચાર દિવસ પહેલા પડેલા ચાર ઈંચ વરસાદમાં થયેલા અનુભવ પછી પણ કોઈ બોધપાઠ તંત્રના અધિકારીઓએ લેવાની તસ્દી લીધી નહતી.જેના પરિણામે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બનાવવામા આવેલા સિંધુભવન રોડ ઉપરાંત સાઉથ બોપલ,ઘુમાની સાથે બોપલ-આંબલી વિસ્તારમા આવેલી સેન્ટોસા પાર્ક સોસાયટી વિસ્તારમા ફરી પાણી ફરી વળ્યા હતા.મકરબા પોલીસ લાઈન વિસ્તાર ફરી એક વખત વરસાદી પાણીમા ગરકાવ થઈ ગયો હતો.અમદાવાદમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે વાસણા બેરેજના 14 દરવાજા ખોલી નદીને ખાલી કરવાની તંત્રને ફરજ પડી હતી.વાસણા બેરેજનુ લેવલ રાત્રે 129.75 ફૂટ હતુ.સંત સરોવરમાંથી 850 કયુસેક ઈનફલો હતો.બેરેજના તમામ દરવાજા બંધ રખાયા હતા. દોશીવાડાની પોળમાં એક જર્જરીત મકાન ધરાશાયી થયુ હતુ.વેજલપુરમા આવેલા શ્રાીનંદનગર વિસ્તારમાં ફરી એકવખત પાણી ભરાતા વાલીઓ શાળાએ ગયેલા તેમના બાળકોને ખભે બેસાડીને ઘેર લઈ જતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

