Ahmedabad : વેપારીને પનીર લેવું ‘મોંઘું’ પડ્યું: એક્ટિવાની ડેકીમાંથી દીકરાના લગ્નના 8 લાખ ચોરાયા

Jun 5, 2026 - 08:30
Ahmedabad : વેપારીને પનીર લેવું ‘મોંઘું’ પડ્યું: એક્ટિવાની ડેકીમાંથી દીકરાના લગ્નના 8 લાખ ચોરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં ફરી એકવાર આંગડિયા પેઢીમાંથી નાણાં ઉપાડીને જતા વેપારીઓને ટાર્ગેટ કરતી રીઢા ગુનેગારોની ગેંગ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને વિચિત્ર ચોરીની ઘટના સામે આવી છે. અહીં એક ભંગારના વેપારીને રસ્તામાં ઊભા રહીને પનીર ખરીદવું એટલું મોંઘું પડ્યું કે, તેમણે ગણતરીની મિનિટોમાં પોતાના દીકરાના લગ્ન માટે લાવેલા પૂરેપૂરા 8 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ મામલે વેપારીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

 8 લાખની રોકડ રકમ એક્ટિવાની ડેકીમાં મૂકી

મળતી માહિતી મુજબ, ભંગારનો વ્યવસાય કરતા વેપારીના દીકરાના ટૂંક સમયમાં જ લગ્ન હોવાથી તેમણે નાણાંની સગવડ કરી હતી. વેપારી કોઈ આંગડિયા પેઢીમાંથી દીકરાના લગ્ન માટે ઉછીના લીધેલા 8 લાખની રોકડ રકમ લઈને નીકળ્યા હતા. સુરક્ષા ખાતર તેમણે આ મોટી રકમ પોતાની એક્ટિવાની ડેકીમાં સુરક્ષિત મૂકી દીધી હતી.

 પનીર ખરીદવા માટે ઉભા રહ્યા

ત્યાર બાદ ઘરે પરત ફરતી વખતે શાહીબાગ વિસ્તારમાં આવેલી એક ડેરીની દુકાન પાસે પનીર ખરીદવા માટે તેઓ એક્ટિવા પાર્ક કરીને ઊભા રહ્યા હતા.  તસ્કરોએ નજર ચૂકવીને 8 લાખ લઇ લીધા

વેપારી જ્યારે દુકાન પર પનીરની ખરીદીમાં વ્યસ્ત હતા, ત્યારે જ લાગ જોઈને કોઈ અજાણ્યા તસ્કરોએ નજર ચૂકવીને એક્ટિવાની ડેકી તોડી નાખી હતી અથવા માસ્ટર કીથી ખોલીને અંદર રાખેલી 8 લાખની રોકડની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. વેપારી જ્યારે પરત આવ્યા ત્યારે ડેકી ખુલ્લી જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. દીકરાના લગ્નની ખુશીઓ વચ્ચે આટલી મોટી રકમ ચોરાઈ જતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. પોલીસ તપાસ શરુ

ઘટનાની જાણ થતા જ શાહીબાગ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને દુકાનની આસપાસ અને આંગડિયા પેઢીથી લઈને શાહીબાગ સુધીના રસ્તા પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે કોઈ તસ્કર આંગડિયા પેઢીથી જ વેપારીનો પીછો કરી રહ્યો હશે


આ પણ વાંચો----    Gujarat Latest News live : ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0