Ahmedabad: વિંઝોલ રિંગરોડથી દેવકૃપા ગ્રીન્સ સુધીનો રોડ વરસાદમાં ધોવાયો, લોકોને હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરમાં રોડ રસ્તાની બિસમાર સ્થિતિના કારણે લોકોની હાલાકીમાં વધારો થઈ રહ્યો છે.
રામોલ હાથીજણમાં આવેલા વિંઝોલ રિંગરોડથી દેવકૃપા ગ્રીન્સ અને સદગુરૂ હાઈટ્સ તરફનો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાંક સમયથી અત્યંત બિસમાર સ્થિતિમાં પહોંચી ગયો છે. આ કારણે ત્યાંના સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં આ રોડની બાજુમાંથી જ ગેસની પાઈપલાઈન પણ પસાર થઈ રહી છે તેમ છતાં રોડને રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી નથી. આ અંગે અવારનવાર રજૂઆત કરવામાં આવી પરંતુ નક્કર કામગીરી કરવામાં આવી રહી નથી. જેના કારણે લોકોએ ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગે ફરિયાદ કરતાં સ્થાનિકોએ જણાવ્યું કે, આ વિસ્તારનો છેલ્લા પાંચ-સાત વર્ષથી મ્યુનિ. કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ સમગ્ર વિસ્તારમાં રોડ રસ્તા, પાણ અને ડ્રેનેજની સુવિધા પૂરી પાડવામાં તંત્ર સતત નિષ્ફળ રહેલું છે. આ રોડ પર સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે. તેમજ પાણીમાં એક બાજુનો રોડ સંપૂર્ણ રીતે ધોવાઈ ગયો છે અને તેના કારણે લોકોએ સિંગલ સાઈડ પરથી જ જવું પડી રહ્યું છે. આ માટેની અવરનવર ઓનલાઈન અને ઓફલાઈન રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ જ કામગીરી કરવામાં આવી રહી નથી. જેના કારણે લોકોએ હવે બિસમાર રસ્તા પરથી જ જવાની મજબૂરી થઈ રહી છે.
ગેસની લાઈન પણ ખુલ્લી, મોટી દુર્ઘટના બનવાની શક્યતા
આ રોડ પરથી ગેસની પાઈપ લાઈન પસાર થઈ રહી છે. વરસાદના કારણે તેમાં પણ ભૂવો પડયો છે અને લાઈન દેખાતી થઈ ગઈ છે. આ માટે સ્થાનિક કોર્પોરેટર અને અધિકારીઓને ઓનલાઈન અને ઓફલાઈન રજૂઆત કરી ત્યારે તેમને બેરિકેડ લગાવીને સંતોષ માન્યો છે. પરંતુ હાલમાં જ આવેલા વરસાદમાં તેનું પણ ધોવાણ થઈ ગયું છે અને ગેસના પાઈપલાઈન ઉપર આવી ગઈ છે. આ કારણે ભવિષ્યમાં મોટી દુર્ઘટના થવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે અહીંથી વડીલો અને બાળકોની પણ અવરજવર થતી રહે છે ત્યારે આ કામગીરી તાત્કાલિક ધોરણે કરવાની સ્થાનિકોની રજૂઆત છે.
What's Your Reaction?






