Ahmedabad : વાડજ સ્મશાન ગૃહના નવીનીકરણ કરવાની કામગીરી અધ્ધરતાલ! 5 વર્ષ થયા છતાં હજુ પણ કામ છે અધૂરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના વાડજ સ્મશાન ગૃહનું નવીનીકરણ કરવાની કામગીરી AMCએ વર્ષ 2020માં શરૂ કરી હતી. કામગીરી પૂર્ણ કરવાની સમય મર્યાદા વર્ષ 2023ના અંત સુધીની હતી. જો કે 5 વર્ષ બાદ પણ હજુ સુધી સ્મશાનના નવીનીકરણની કામગીરી પૂર્ણ થઈ નથી. IIM ઈન્સ્ટિટ્યુટ સમકક્ષ દીવાલ બનાવીને સ્મશાનમાં 6 CNG ભઠ્ઠી મુકવાનું આયોજન હતું.
રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન જયેશ પટેલે આપ્યું આ કારણ
આ સાથે જ વેઈટિંગ એરિયા અને અગ્નિ સંસ્કાર કરવા લોખંડની 7 પેનલ વધારાની મુકવા પણ આયોજન હતું. જો કે 5 વર્ષ પૂર્ણ થયા બાદ પણ નવીનીકરણ પૂર્ણ નથી થયું, જે વાતનો સ્વીકાર રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી ચેરમેન જયેશ પટેલે કર્યો છે અને તેમને આ કામગીરી પૂર્ણ ના થવા પાછળ કોવિડનું કારણ ધર્યું છે. જો કે તર્ક અનુસાર કોરોનાના કારણે શ્રમિકો વતન જતા રહ્યા હતા જેના કારણે સ્મશાનનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ટ્રાન્સપોર્ટની હડતાળ, સિરામિકની હડતાળની અસર પણ કામગીરી પર પડી હતી. જો કે આગામી ત્રણેક મહિનામાં તમામ કામગીરી પૂર્ણ થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
દિવાલ બનાવવાની પણ 30 ટકા કામગીરી બાકી
હાલમાં વેઈટિંગ એરિયાનું કામ 50 ટકા બાકી છે. સાથે ગઝેબો બનાવવાની કામગીરી પણ બાકી છે અને દિવાલ બનાવવાની પણ 30 ટકા કામગીરી બાકી છે. પ્રતિ દિવસ 26થી 30 જેટલા મૃતદેહને અગ્નિ સંસ્કાર કરાતા સ્મશાનમાં સાંજના 6 વાગ્યા બાદ શ્રમિકો કામગીરી ન કરતા હોવાનું પણ કારણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે. હાલમાં અહીં 6 વુડન ભઠ્ઠી છે, જેને વધારીને 11 કરવામાં આવશે તો 2 CNG ભઠ્ઠી છે, જેને વધારી 6 કરવામાં આવશે અને સાધુ સંતના અંતિમ સંસ્કાર માટે પણ ભઠ્ઠી તૈયાર કરવામાં આવી રહી છે.
What's Your Reaction?






