Ahmedabad: લાપરવાહી મુદ્દે રાજ્યના 10 વાહન ડીલરોને નોટિસ ફટકારી

વાહનવ્યવહાર વિભાગે અમદાવાદના 4 સહિત રાજ્યના સાત વાહન ડીલરોને નોટીસ ફટકારી છે. વાહનવ્યવહાર કમિશનર કચેરીની સીધી તપાસમાં ડીલરોની લાપરવાહી બહાર આવતાં પગલાં ભરીને નોટીસ ઇસ્યુ કરાઇ છે. આગામી 18મી ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે સબંધિત વાહન ડીલરોની સુનાવણી હાથધરાશે.વાહન ડિલરોને કામગીરી સોંપાયા બાદ નવા વાહનના રજિસ્ટ્રેશનમાં કેટલાક ડીલરો ગેરરિતી કરતાં હોવાનું સતત બહાર આવે છે. સ્થાનિક આરટીઓ કચેરી દ્વારા મોનીટરીંગ કરીને પણ નોટીસ ઇસ્યુ કરાય છે. અગાઉ વિવિધ કારણોસર નોટીસ ફટકારવામાં આવતી હતી. પરંતુ હવે નવા વાહનના ઓનલાઇન ફોર્મ ચકાસણી દરમિયાન ટેક્સ ચોરી કે ખોટા પુરાવવાના કિસ્સામાં જ ડીલરોને નોટીસ ફટકારવામાં આવે છે. વાહનવ્યવહાર કમિશનર કચેરી દ્વારા 4 અમદાવાદ, 2 ભરૂચ, 2 વલસાડ અને 2 સુરેન્દ્રનગર આરટીઓ હદમાં આવેલા વાહન ડીલરોને નોટીસ ઇસ્યુ કરાઇ છે. 18મી ફેબ્રુઆરીએ સુનાવણી કર્યા બાદ 10 ડિલરો સામે શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરાશે. અમદાવાદમાં વારંવાર ગેરરિતી કરતાં ડીલરો સામે કાર્યવાહી પછી પણ સુધારો થતો નહીં થતાં હવે કમિશનર કચેરીએ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. કમિશનર કચેરીના સુત્રો કહ્યું કે, ટેક્સ ચોરી પકડાઇ જાય છે. પરંતુ ખોટા પુરાવાના કિસ્સામાં વાહન વેચનાર ડિલરોની નાની ભૂલનું મોટું પરિણામ આવી શકે છે. એટલે આ મામલે ડીલરોએ સચેત થઇ જવાની જરૂરી છે અને જાણ કે અજાણતાં ભૂલ કરતાં હોય તો બંધ કરવું જોઇએ.

Ahmedabad: લાપરવાહી મુદ્દે રાજ્યના 10 વાહન ડીલરોને નોટિસ ફટકારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વાહનવ્યવહાર વિભાગે અમદાવાદના 4 સહિત રાજ્યના સાત વાહન ડીલરોને નોટીસ ફટકારી છે. વાહનવ્યવહાર કમિશનર કચેરીની સીધી તપાસમાં ડીલરોની લાપરવાહી બહાર આવતાં પગલાં ભરીને નોટીસ ઇસ્યુ કરાઇ છે. આગામી 18મી ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે સબંધિત વાહન ડીલરોની સુનાવણી હાથધરાશે.

વાહન ડિલરોને કામગીરી સોંપાયા બાદ નવા વાહનના રજિસ્ટ્રેશનમાં કેટલાક ડીલરો ગેરરિતી કરતાં હોવાનું સતત બહાર આવે છે. સ્થાનિક આરટીઓ કચેરી દ્વારા મોનીટરીંગ કરીને પણ નોટીસ ઇસ્યુ કરાય છે. અગાઉ વિવિધ કારણોસર નોટીસ ફટકારવામાં આવતી હતી. પરંતુ હવે નવા વાહનના ઓનલાઇન ફોર્મ ચકાસણી દરમિયાન ટેક્સ ચોરી કે ખોટા પુરાવવાના કિસ્સામાં જ ડીલરોને નોટીસ ફટકારવામાં આવે છે. વાહનવ્યવહાર કમિશનર કચેરી દ્વારા 4 અમદાવાદ, 2 ભરૂચ, 2 વલસાડ અને 2 સુરેન્દ્રનગર આરટીઓ હદમાં આવેલા વાહન ડીલરોને નોટીસ ઇસ્યુ કરાઇ છે. 18મી ફેબ્રુઆરીએ સુનાવણી કર્યા બાદ 10 ડિલરો સામે શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરાશે.

અમદાવાદમાં વારંવાર ગેરરિતી કરતાં ડીલરો સામે કાર્યવાહી પછી પણ સુધારો થતો નહીં થતાં હવે કમિશનર કચેરીએ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. કમિશનર કચેરીના સુત્રો કહ્યું કે, ટેક્સ ચોરી પકડાઇ જાય છે. પરંતુ ખોટા પુરાવાના કિસ્સામાં વાહન વેચનાર ડિલરોની નાની ભૂલનું મોટું પરિણામ આવી શકે છે. એટલે આ મામલે ડીલરોએ સચેત થઇ જવાની જરૂરી છે અને જાણ કે અજાણતાં ભૂલ કરતાં હોય તો બંધ કરવું જોઇએ.