Ahmedabad: રોડ રિસરફેસ, રોડ બનાવવામાં રૂ. 33 કરોડના ભાવવધારામાં ભ્રષ્ટાચાર આચરાયાનો આક્ષેપ
અમદાવાદમાં ચોમાસામાં તૂટેલા અને ધોવાઈ ગયેલા રોડ રિસરફેસ કરવા અને નવા રોડ બનાવવા માટે કોન્ટ્રાક્ટરોને નિર્ધારિત અંદાજ કરતાં 24.50 ટકાથી લઈને 31.50 ટકા વધુ ભાવથી કામગીરી આપીને મળતિયા કોન્ટ્રાક્ટરોને રૂ. 32.90 કરોડનો ભાવવધારો આપીને લાભ કરાવવા માટેની વિવાદાસ્પદ દરખાસ્તો રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મંજૂર કરાઈ છે અને આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તો રજૂ કરાશે.આ પ્રકારે AMCના અંદાજ કરતાં વધુ ભાવથી કામગીરી આપીને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો છે. શહેરના પૂર્વ વિસ્તાર અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં નવા રોડ બનાવવાની રીસરફેસ કરવા માટે AMCના ઇજનેર વિભાગના કુલ રૂ. 105 કરોડના અંદાજ કરતા 25 ટકાથી 32 ટકા વધુ ભાવે રૂ. 138 કરોડની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે. મ્યુનિ. તિજોરીમાંથી કોન્ટ્રાક્ટરોને રૂ. 33 કરોડનો ફાયદો કરાવાતો હોવાનું વિપક્ષે જણાવ્યું છે. આ પ્રકારે વધુ ભાવના કામ લાવવામાં આવે તો AMC એન્જિનિયરિંગ વિભાગનો અંદાજ કેવો ? એવું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો છે કે, શહેરમાં ડામરના રોડ ટકતા નથી. અનેક જગ્યાએ ખાડાઓ પડયા છે. ભ્રષ્ટાચારી વહીવટના કારણે રોડ બનાવવા પાછળનો ખર્ચ વેડફઈ જાય છે ત્યારે શહેરમાં નવા રોડ બનાવવા અને રોડ રિસરફેસ કરવાના નામે રૂ. 137 કરોડના ચાર કામોની દરખાસ્ત લાવવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં ચોમાસામાં તૂટેલા અને ધોવાઈ ગયેલા રોડ રિસરફેસ કરવા અને નવા રોડ બનાવવા માટે કોન્ટ્રાક્ટરોને નિર્ધારિત અંદાજ કરતાં 24.50 ટકાથી લઈને 31.50 ટકા વધુ ભાવથી કામગીરી આપીને મળતિયા કોન્ટ્રાક્ટરોને રૂ. 32.90 કરોડનો ભાવવધારો આપીને લાભ કરાવવા માટેની વિવાદાસ્પદ દરખાસ્તો રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મંજૂર કરાઈ છે અને આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તો રજૂ કરાશે.
આ પ્રકારે AMCના અંદાજ કરતાં વધુ ભાવથી કામગીરી આપીને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો છે. શહેરના પૂર્વ વિસ્તાર અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં નવા રોડ બનાવવાની રીસરફેસ કરવા માટે AMCના ઇજનેર વિભાગના કુલ રૂ. 105 કરોડના અંદાજ કરતા 25 ટકાથી 32 ટકા વધુ ભાવે રૂ. 138 કરોડની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે. મ્યુનિ. તિજોરીમાંથી કોન્ટ્રાક્ટરોને રૂ. 33 કરોડનો ફાયદો કરાવાતો હોવાનું વિપક્ષે જણાવ્યું છે. આ પ્રકારે વધુ ભાવના કામ લાવવામાં આવે તો AMC એન્જિનિયરિંગ વિભાગનો અંદાજ કેવો ? એવું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો છે કે, શહેરમાં ડામરના રોડ ટકતા નથી. અનેક જગ્યાએ ખાડાઓ પડયા છે. ભ્રષ્ટાચારી વહીવટના કારણે રોડ બનાવવા પાછળનો ખર્ચ વેડફઈ જાય છે ત્યારે શહેરમાં નવા રોડ બનાવવા અને રોડ રિસરફેસ કરવાના નામે રૂ. 137 કરોડના ચાર કામોની દરખાસ્ત લાવવામાં આવી છે.