Ahmedabad: 12 લાખથી વધુ રેલ કર્મચારીઓ મતદાન કરશે
ભારતીય રેલવેમાં આખરે એક દાયકા બાદ માન્યતા પ્રાપ્ત યુનિયનોની આગામી તા. 4 અને 5 ડિસેમ્બરના રોજ દેશવ્યાપી ચૂંટણી યોજાવા જઇ રહી છે. કુલ 17 ઝોનમાં યોજાનારી આ ચૂંટણીમાં 12 લાખથી વધુ રેલવે કર્મચારીઓ મતદાર કરશે.આ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ભારતીય રેલવે મજદૂર સંધ, કોંગ્રેસ પ્રેરિત નેશનલ ફેડરેશન ઇન્ડિયન રેલવે , જનતાદળ પ્રેરિત રેલવે મજદૂર યુનિયન અને ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશન જેવા મુખ્ય ચાર યુનિયનો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. ચૂંટણીને લઇને હાલમાં રેલવેના તમામ યુનિયનો ચૂંટણી પ્રચારમાં જોતરાઇ ગયા છે. આ ચૂંટણીમાં કોઇ ઉમેદવાર ઉભો રહેતો નથી પરંતુ યુનિયન ચૂંટણી લડે છે. જે યુનિયનને 35 ટકા મત મળે તે યુનિયનને માન્યતા મળી જાય છે. જો કોઇ એક યુનિયનને 66 ટકા વોટ મળે તો તે ફક્ત એક જ માન્યતા પ્રાપ્ત યુનિયન બનશે. છેલ્લે વર્ષ 2013માં યોજાયેલી ચૂંટણીમાં 17 ઝોનમાંથી 11 ઝોનમાં એનઆઈઆઇઆર અને એઆઇઆરએફ બંને યુનિયનોને માન્યતા મળી હતી. પાંચ ઝોનમાં ફક્ત એઆઇઆરએફ સિંગલ યુનિયન તરીકે ચૂંટાઇ આવ્યું હતું. જ્યારે એક ઝોનમાં ભાજપ પ્રેરિત બીઆરએમએસ યુનિયનને માન્યતા મળી હતી. એટલેકે ઝોન વાઇઝ માન્યતા મળતી હોય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારતીય રેલવેમાં આખરે એક દાયકા બાદ માન્યતા પ્રાપ્ત યુનિયનોની આગામી તા. 4 અને 5 ડિસેમ્બરના રોજ દેશવ્યાપી ચૂંટણી યોજાવા જઇ રહી છે. કુલ 17 ઝોનમાં યોજાનારી આ ચૂંટણીમાં 12 લાખથી વધુ રેલવે કર્મચારીઓ મતદાર કરશે.
આ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ભારતીય રેલવે મજદૂર સંધ, કોંગ્રેસ પ્રેરિત નેશનલ ફેડરેશન ઇન્ડિયન રેલવે , જનતાદળ પ્રેરિત રેલવે મજદૂર યુનિયન અને ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશન જેવા મુખ્ય ચાર યુનિયનો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.
ચૂંટણીને લઇને હાલમાં રેલવેના તમામ યુનિયનો ચૂંટણી પ્રચારમાં જોતરાઇ ગયા છે. આ ચૂંટણીમાં કોઇ ઉમેદવાર ઉભો રહેતો નથી પરંતુ યુનિયન ચૂંટણી લડે છે. જે યુનિયનને 35 ટકા મત મળે તે યુનિયનને માન્યતા મળી જાય છે. જો કોઇ એક યુનિયનને 66 ટકા વોટ મળે તો તે ફક્ત એક જ માન્યતા પ્રાપ્ત યુનિયન બનશે. છેલ્લે વર્ષ 2013માં યોજાયેલી ચૂંટણીમાં 17 ઝોનમાંથી 11 ઝોનમાં એનઆઈઆઇઆર અને એઆઇઆરએફ બંને યુનિયનોને માન્યતા મળી હતી. પાંચ ઝોનમાં ફક્ત એઆઇઆરએફ સિંગલ યુનિયન તરીકે ચૂંટાઇ આવ્યું હતું. જ્યારે એક ઝોનમાં ભાજપ પ્રેરિત બીઆરએમએસ યુનિયનને માન્યતા મળી હતી. એટલેકે ઝોન વાઇઝ માન્યતા મળતી હોય છે.