Ahmedabad: દિવાળી વેકેશનને લઈ કાલુપુર રેલવે સ્ટેશન પર પેસેન્જરોનો ભારે ધસારો
દિવાળી વેકેશનને લઈને હાલ લોકો પોતાના વતન જવા માટે ઉત્સુક છે અને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર ભારે ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે લોકો માટે વેસ્ટર્ન રેલ્વે દ્વારા ઘણી બધી સુવિધાઓ અને વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રીઓ માટે સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવી રહી છે.અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પેસેન્જરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. રેલવે સ્ટેશનની બહાર બેસવા માટે પેસેન્જર મજબૂર બન્યા છે. ટ્રેનોમાં વેઇટિંગ હોવાથી બહાર બેસવા માટે મજબૂર બન્યા છે. ટ્રેન માટે કલાકો સુધી પેસેન્જરોને રાહ જોવી પડે છે. ટિકિટ લેવા પેસેન્જરોની ટિકિટ બારીએ ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો માટે વેસ્ટર્ન રેલ્વે દ્વારા ઘણી બધી સુવિધાઓ અને વ્યવસ્થા કરવામાં આવી છે.રેલવે વિભાગની વ્યવસ્થા કરતા વધુ પેસેન્જરોની ભીડ જોવા મળી રહી છે. દાનાપૂર એક્સપ્રેસ, મુંઝ્ઝ્ફૂર એક્સપ્રેસ ટ્રેનમાં વેઇટિંગ, પટના, આગ્રા, જયપુર, બિકાનેર, લખનઉના પેસેન્જરોની લાંબી લાઇનો લાગી છે. કેટલીક ટ્રેનોમાં 200થી વધુ વેઇટિંગથી લોકો પરેશાન થયા છે. વેસ્ટર્ન રેલ્વે અમદાવાદના PRO પ્રદિપ શર્માએ જણાવ્યું કે, સ્ટેશન પર સર્જાતી ભીડને નિયંત્રણમાં લાવવા વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ ડિવિઝન દ્વારા આગામી 6 નવેમ્બર 2024 સુધી અમદાવાદના સાબરમતી અને આસારવા રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળી વેકેશનને લઈને હાલ લોકો પોતાના વતન જવા માટે ઉત્સુક છે અને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર ભારે ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે લોકો માટે વેસ્ટર્ન રેલ્વે દ્વારા ઘણી બધી સુવિધાઓ અને વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રીઓ માટે સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવી રહી છે.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પેસેન્જરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. રેલવે સ્ટેશનની બહાર બેસવા માટે પેસેન્જર મજબૂર બન્યા છે. ટ્રેનોમાં વેઇટિંગ હોવાથી બહાર બેસવા માટે મજબૂર બન્યા છે. ટ્રેન માટે કલાકો સુધી પેસેન્જરોને રાહ જોવી પડે છે. ટિકિટ લેવા પેસેન્જરોની ટિકિટ બારીએ ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો માટે વેસ્ટર્ન રેલ્વે દ્વારા ઘણી બધી સુવિધાઓ અને વ્યવસ્થા કરવામાં આવી છે.
રેલવે વિભાગની વ્યવસ્થા કરતા વધુ પેસેન્જરોની ભીડ જોવા મળી રહી છે. દાનાપૂર એક્સપ્રેસ, મુંઝ્ઝ્ફૂર એક્સપ્રેસ ટ્રેનમાં વેઇટિંગ, પટના, આગ્રા, જયપુર, બિકાનેર, લખનઉના પેસેન્જરોની લાંબી લાઇનો લાગી છે. કેટલીક ટ્રેનોમાં 200થી વધુ વેઇટિંગથી લોકો પરેશાન થયા છે. વેસ્ટર્ન રેલ્વે અમદાવાદના PRO પ્રદિપ શર્માએ જણાવ્યું કે, સ્ટેશન પર સર્જાતી ભીડને નિયંત્રણમાં લાવવા વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ ડિવિઝન દ્વારા આગામી 6 નવેમ્બર 2024 સુધી અમદાવાદના સાબરમતી અને આસારવા રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.