વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં હત્યા: અથડામણ બાદ મદદ માટે આવ્યા હતા
Vadodara News: વડોદરામાં નાગરવાડા સરકારી સ્કૂલ નંબર 10 નજીક આમલેટની લારી પર પૈસાની ઉઘરાણી માટે ગયેલા બે યુવક પર લઘુમતી કોમના યુવકોએ હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમાર અને તેમના પુત્ર તપન રમેશ પરમાર સહિત સ્થાનિક યુવકો સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસ હુમલાખોર લઘુમતી કોમના યુવક બાબર પઠાણને જાપ્તા સાથે લઈને આવી હતી. ત્યારે પોલીસની હાજરીમાં બાબર પઠાણે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર પર તલવારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara News: વડોદરામાં નાગરવાડા સરકારી સ્કૂલ નંબર 10 નજીક આમલેટની લારી પર પૈસાની ઉઘરાણી માટે ગયેલા બે યુવક પર લઘુમતી કોમના યુવકોએ હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમાર અને તેમના પુત્ર તપન રમેશ પરમાર સહિત સ્થાનિક યુવકો સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસ હુમલાખોર લઘુમતી કોમના યુવક બાબર પઠાણને જાપ્તા સાથે લઈને આવી હતી. ત્યારે પોલીસની હાજરીમાં બાબર પઠાણે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર પર તલવારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.