Rajkotમાં વરસાદથી જેતપુરનો ભાદર ડેમ ફરી થયો ઓવરફલો, પાણીની થઈ પુષ્કળ આવક

રાજકોટનો ભાદર-1 ડેમ ઓવરફલો થયો છે જેના કારણે સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે,ભાદર ડેમના 20 દરવાજા 6 ફૂટ ખુલ્લા કરાયા છે.ડેમમાં પાણીની આવક પ્રતિ કલાક 36687 ક્યુસેક છે જેની સાથે ડેમમાં પાણીની જાવક પ્રતિ કલાક 36687 ક્યુસેક રહી છે.હાલમાં ભાદર ડેમના પુલ ઉપર અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે.ડેમ ઓવરફ્લો થતા ભાદર નદી બે કાંઠે વહેતી થઈ છે. નદી બે કાંઠે વહેતી થઈ ભાદર નદીમાં પાણીની ભરપૂર આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ છે.નદી મારફતે નાના ચેકડેમાં પાણીની આવક થઈ છે,ડેમમાં પાણીની આવક થતા આ વખતે પીવાના પાણીની તકલીફ ઓછી સર્જાશે સાથે સાથે ખેડૂતોને પિયત માટે પાણી પણ મળી રહેશે,ભાદર-1 ડેમ સિઝનમાં ત્રીજી વખત ઓવરફલો થયો છે.ભાદર નદીમાં પણ ભરપૂર પાણીની આવક થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે,મહત્વનું છે કે આ વખતે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થવાથી ડેમો અને ચેકડેમો છલકાઈ ગયા છે. ખેડૂતોને સિંચાઈ માટે ડેમમાંથી પાણી આપવા આવે છે આ ડેમમાંથી રાજકોટ અને જેતપુર ખોડલધામ જૂથ યોજના, વીરપુર સહિત 22 લાખ જેટલી પ્રજાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આમ તો સિંચાઈના હેતુ માટે જ બનાવેલ આ ડેમ તેની 78 km લંબાઇ ધરાવતી મેઈન કેનાલ દ્વારા 46 ગામોની 36,842 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડે છે.જેતપુર અને રાજકોટને પાણી પૂરું પાડતા ભાદર -1 ડેમના નિર્માણનું કાર્ય 1952 માં શરૂ થયું હતું અને 1964 માં ડેમ નિર્માણ થયો હતો. ત્યારથી આ ડેમ સૌરાષ્ટ્રની જીવાદોરી સાબિત થયો છે. અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. નવરાત્રિ સમયે છૂટાછવાયા વરસાદની આગાહી છે. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય થતા રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ અલર્ટ છે. તથા છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ,દિવમાં ઓરેન્જ એલર્ટ તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. બંગાળની સિસ્ટમ સાથે અરબી સમુદ્રનો ભેજ ભળતા સિસ્ટમ મજબૂત બની રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. બંગાળની સિસ્ટમ સાથે અરબી સમુદ્રનો ભેજ ભળતા સિસ્ટમ મજબૂત બની ગઈ છે. જેને કારણે ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન વરસાદની સંભાવના પ્રબળ બની ગઈ છે. ૨૬, 28 તારીખે અરબી સમુદ્રના પવનના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે.  

Rajkotમાં વરસાદથી જેતપુરનો ભાદર ડેમ ફરી થયો ઓવરફલો, પાણીની થઈ પુષ્કળ આવક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટનો ભાદર-1 ડેમ ઓવરફલો થયો છે જેના કારણે સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે,ભાદર ડેમના 20 દરવાજા 6 ફૂટ ખુલ્લા કરાયા છે.ડેમમાં પાણીની આવક પ્રતિ કલાક 36687 ક્યુસેક છે જેની સાથે ડેમમાં પાણીની જાવક પ્રતિ કલાક 36687 ક્યુસેક રહી છે.હાલમાં ભાદર ડેમના પુલ ઉપર અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે.ડેમ ઓવરફ્લો થતા ભાદર નદી બે કાંઠે વહેતી થઈ છે.

નદી બે કાંઠે વહેતી થઈ

ભાદર નદીમાં પાણીની ભરપૂર આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ છે.નદી મારફતે નાના ચેકડેમાં પાણીની આવક થઈ છે,ડેમમાં પાણીની આવક થતા આ વખતે પીવાના પાણીની તકલીફ ઓછી સર્જાશે સાથે સાથે ખેડૂતોને પિયત માટે પાણી પણ મળી રહેશે,ભાદર-1 ડેમ સિઝનમાં ત્રીજી વખત ઓવરફલો થયો છે.ભાદર નદીમાં પણ ભરપૂર પાણીની આવક થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે,મહત્વનું છે કે આ વખતે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થવાથી ડેમો અને ચેકડેમો છલકાઈ ગયા છે.


ખેડૂતોને સિંચાઈ માટે ડેમમાંથી પાણી આપવા આવે છે

આ ડેમમાંથી રાજકોટ અને જેતપુર ખોડલધામ જૂથ યોજના, વીરપુર સહિત 22 લાખ જેટલી પ્રજાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આમ તો સિંચાઈના હેતુ માટે જ બનાવેલ આ ડેમ તેની 78 km લંબાઇ ધરાવતી મેઈન કેનાલ દ્વારા 46 ગામોની 36,842 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડે છે.જેતપુર અને રાજકોટને પાણી પૂરું પાડતા ભાદર -1 ડેમના નિર્માણનું કાર્ય 1952 માં શરૂ થયું હતું અને 1964 માં ડેમ નિર્માણ થયો હતો. ત્યારથી આ ડેમ સૌરાષ્ટ્રની જીવાદોરી સાબિત થયો છે.

અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ

અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. નવરાત્રિ સમયે છૂટાછવાયા વરસાદની આગાહી છે. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય થતા રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ અલર્ટ છે. તથા છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ,દિવમાં ઓરેન્જ એલર્ટ તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

બંગાળની સિસ્ટમ સાથે અરબી સમુદ્રનો ભેજ ભળતા સિસ્ટમ મજબૂત બની

રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. બંગાળની સિસ્ટમ સાથે અરબી સમુદ્રનો ભેજ ભળતા સિસ્ટમ મજબૂત બની ગઈ છે. જેને કારણે ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન વરસાદની સંભાવના પ્રબળ બની ગઈ છે. ૨૬, 28 તારીખે અરબી સમુદ્રના પવનના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે.