Ahmedabadમાં ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરો પર CBIના દરોડા, થયા અનેક ખુલાસા
અમદાવાદ શહેરમાં 35થી વધુ કોલસેન્ટરો પર આજે વહેલી સવારથી સીબીઆઈએ દરોડા પાડયા છે,વિદેશી નાગરિકોને બ્લેકમેઈલ કરીને આ કોલસેન્ટર વાળા છેતરપિંડી કરતા હતા અને ઓનલાઈન રૂપિયા પડાવતા હતા,આવા કોલસેન્ટરોને લઈ સીબીઆઈએ દરોડા પાડયા છે.200 કરતા વધુ કર્મચારીઓ આ દરોડામાં જોડાયા છે અને સર્ચ ઓપરેશન કરી રહ્યાં છે. વિદેશી નાગરિકો બન્યા સૌથી વધુ ભોગ અલગ-અલગ લિંકો મોકલીને તેમજ જુદી-જુદી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને કોલસેન્ટર ચલાવતા લોકો છેતરપિંડી કરી રહ્યાં છે તેવી વાત સીબીઆઈના ધ્યાને આવી છે અમદાવાદમાં સૌથી વધુ ગેરકાયદેસર કોલસેન્ટરનો ધંધો ધમધમી રહ્યો છે,ત્યારે સાયબર ક્રાઈમની ઘટનાઓને ધ્યાને રાખીને સીબીઆઈ દ્રારા દરોડા પાડવામાં આવ્યા છે,અમદાવાદના એસજી હાઈવે તેમજ પોશ વિસ્તારોમાં ઓફીસ રાખીને કોલસેન્ટરનો ધંધો કરતા લોકો હાલમાં ડરી ગયા છે. 35થી વધુ કોલસેન્ટરો પર દરોડા સીબીઆઈ દ્રારા 35થી વધુ કોલસેન્ટરોમાં દરોડા પાડયા છે અને જે કોલસેન્ટર ચલાવવામાં આવે છે તેને લઈ જરૂરી પુરાવા પણ માંગવામાં આવ્યા છે,સીબીઆઈ દ્રારા હજી કેટલા કેસ કરવામાં આવ્યા તેની માહિતી હાલ સામે આવી નથી,ત્યારે આવનારા સમયમાં ખબર પડશે કે સીબીઆઈ દ્રારા કેટલા કોલસેન્ટર ચલાવતા લોકો સામે ગુનો નોંધવામાં આવે છે.250થી વધુ ઓફીસરોની ટીમ એક સાથે સર્ચ ઓપરેશન કરી રહી છે,ત્યારે અગામી દિવસોમાં શું સામે આવે છે તે જોવું રહ્યું. બોગસ કોલસેન્ટરોની કાળી કરતૂત બોગસ કોલસેન્ટર ખોલીને ટૂંકા ગાળામાં કરોડો રૂપિયા કમાવવાની આશા રાખીને કોલસેન્ટરનો ધંધો કરવામાં આવે છે જેમાં જે લોકો બોગસ કોલસેન્ટરો ચલાવે છે તે લોકોની સામે પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે,રાત્રીના સમયે જયારે વિદેશમાં સવારનો સમય હોય ત્યારે વિદેશી નાગરિકની સાથે અલગ-અલગ રીતે છેતરપિંડી કરવામાં આવે છે અને ડોલરને ટ્રાન્ફસર કરાવવામાં આવે છે,હાલમાં સાયબર ક્રાઈમની ઘટના વધી રહી છે ત્યારે લોકો સાથે છેતરપિંડીના કિસ્સા પણ વધ્યા છે,ત્યારે હવે સીબીઆઈ પણ એલર્ટ મોર્ડ પર છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં 35થી વધુ કોલસેન્ટરો પર આજે વહેલી સવારથી સીબીઆઈએ દરોડા પાડયા છે,વિદેશી નાગરિકોને બ્લેકમેઈલ કરીને આ કોલસેન્ટર વાળા છેતરપિંડી કરતા હતા અને ઓનલાઈન રૂપિયા પડાવતા હતા,આવા કોલસેન્ટરોને લઈ સીબીઆઈએ દરોડા પાડયા છે.200 કરતા વધુ કર્મચારીઓ આ દરોડામાં જોડાયા છે અને સર્ચ ઓપરેશન કરી રહ્યાં છે.
વિદેશી નાગરિકો બન્યા સૌથી વધુ ભોગ
અલગ-અલગ લિંકો મોકલીને તેમજ જુદી-જુદી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને કોલસેન્ટર ચલાવતા લોકો છેતરપિંડી કરી રહ્યાં છે તેવી વાત સીબીઆઈના ધ્યાને આવી છે અમદાવાદમાં સૌથી વધુ ગેરકાયદેસર કોલસેન્ટરનો ધંધો ધમધમી રહ્યો છે,ત્યારે સાયબર ક્રાઈમની ઘટનાઓને ધ્યાને રાખીને સીબીઆઈ દ્રારા દરોડા પાડવામાં આવ્યા છે,અમદાવાદના એસજી હાઈવે તેમજ પોશ વિસ્તારોમાં ઓફીસ રાખીને કોલસેન્ટરનો ધંધો કરતા લોકો હાલમાં ડરી ગયા છે.
35થી વધુ કોલસેન્ટરો પર દરોડા
સીબીઆઈ દ્રારા 35થી વધુ કોલસેન્ટરોમાં દરોડા પાડયા છે અને જે કોલસેન્ટર ચલાવવામાં આવે છે તેને લઈ જરૂરી પુરાવા પણ માંગવામાં આવ્યા છે,સીબીઆઈ દ્રારા હજી કેટલા કેસ કરવામાં આવ્યા તેની માહિતી હાલ સામે આવી નથી,ત્યારે આવનારા સમયમાં ખબર પડશે કે સીબીઆઈ દ્રારા કેટલા કોલસેન્ટર ચલાવતા લોકો સામે ગુનો નોંધવામાં આવે છે.250થી વધુ ઓફીસરોની ટીમ એક સાથે સર્ચ ઓપરેશન કરી રહી છે,ત્યારે અગામી દિવસોમાં શું સામે આવે છે તે જોવું રહ્યું.
બોગસ કોલસેન્ટરોની કાળી કરતૂત
બોગસ કોલસેન્ટર ખોલીને ટૂંકા ગાળામાં કરોડો રૂપિયા કમાવવાની આશા રાખીને કોલસેન્ટરનો ધંધો કરવામાં આવે છે જેમાં જે લોકો બોગસ કોલસેન્ટરો ચલાવે છે તે લોકોની સામે પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે,રાત્રીના સમયે જયારે વિદેશમાં સવારનો સમય હોય ત્યારે વિદેશી નાગરિકની સાથે અલગ-અલગ રીતે છેતરપિંડી કરવામાં આવે છે અને ડોલરને ટ્રાન્ફસર કરાવવામાં આવે છે,હાલમાં સાયબર ક્રાઈમની ઘટના વધી રહી છે ત્યારે લોકો સાથે છેતરપિંડીના કિસ્સા પણ વધ્યા છે,ત્યારે હવે સીબીઆઈ પણ એલર્ટ મોર્ડ પર છે.