Surendranagar: હથિયાર સાથે સો.મીડિયા પર ફોટા મૂકનાર સામે પોલીસની લાલ આંખ
સુરેન્દ્રનગર જિલ્લામાં સોશીયલ મીડીયામાં લાઈકસના ચક્કરમાં લોકો હથીયાર સાથેના ફોટા મુકી રહ્યા છે. ત્યારે હથીયારનો પરવાનો ન હોવા છતાં આવા ફોટા મુકનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. જેમાં લીંબડી તાલુકાના નટવરગઢ, નાના ટીંબલા, રળોલ અને થાનના યુવાનો સામે પોલીસ ફરિયાદો નોંધાઈ છે.લીંબડી તાલુકાના નટવરગઢ ગામના વિપુલ પ્રભુભાઈ કોઠારીયાએ ત્રણેક માસ પહેલા ઈન્સ્ટાગ્રામમાં બંદુક સાથેનો ફોટો અપલોડ કર્યો હતો. આ વાત એલસીબી પીઆઈ જે.જે.જાડેજા સહિતનાઓને ધ્યાને આવી હતી. ત્યારે સ્ટાફના પ્રવીણ કોલા, રવીભાઈ સહિતનાઓએ વિપુલ કોઠારીયાને ઝડપી લીધો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં તેણે 3 માસ પહેલા લીંબડીના નાના ટીંબલા ગામે રહેતા તેના દાદા તેજાભાઈ નરશીભાઈ મેટાલીયાના પાક રક્ષણના પરવાનાવાળા હથીયાર સાથેનો ફોટો સોશીયલ મીડીયામાં અપલોડ કર્યો હોવાનું જણાવ્યુ હતુ. આથી પોલીસે બન્ને સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી. બીજી તરફ એસઓજી ટીમના એ.ડી.ઝાલા, બળદેવસંગ ડોડીયા સહિતનાઓએ ઈન્સ્ટાગ્રામમાં 6 માસ પહેલા હથીયાર સાથેનો ફોટો મુકનાર લીંબડીના સહદેવ કીશોરભાઈ ઝંડાડીયા અને હથીયારનો પરવાનો ધરાવતા તેના કૌટુંબીક દાદા મનસુખભાઈ રતાભાઈ ઝંડાડીયાને ઝડપી લઈ બન્ને સામે ગુનો નોંધ્યો છે. જયારે પાણશીણા પોલીસ મથકના ભરતભાઈ સભાડ, નીકુલભાઈ સહિતનાઓએ 3 વર્ષ પહેલા ફેસબુકમાં હથીયાર સાથેનો ફોટો મુકનાર લીંબડી તાલુકાના રળોલના ઈમરાન અબ્બાસભાઈ ઢોળીતરને ઝડપી લીધો હતો. જેની તપાસમાં ચારેક વર્ષ પહેલા તે મિત્ર ગુલામ ટીંબલીયા સાથે કોઈ કામથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગયો હતો. ત્યારે કંકાવટીના જેસીંગ લઘરાભાઈ કોળી પોતાનું પરવાનાવાળુ હથીયાર લઈને આવ્યા હતા. આ સમયે ઈમરાને તેઓની બંદુક સાથે ફોટો પાડયો હતો. પોલીસે ઈમરાનની ધરપકડ કરી જેસીંગ કોળીની શોધખોળ આદરી છે. બીજી તરફ થાન પોલીસે સાત વર્ષ પહેલા અલગ-અલગ સમયે ફેસબુકમાં હથીયાર સાથેના ફોટા મુકનાર સાગરભાઈ મહેશભાઈ ચાઉની ધરપકડ કરી છે. તેણે તેના દાદા મુળીના સડલા ગામે રહેતા ચંદુભાઈ ભીમજીભાઈ ચાંઉના આત્મરક્ષણના પરવાનાવાળા હથીયાર સાથેના ફોટા ફેબસુકમાં મુકયા હતા. થાન પોલીસના વીભાભાઈ હતવાણી સહિતનાઓએ સાગર ચાઉની ધરપકડ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાં સોશીયલ મીડીયામાં લાઈકસના ચક્કરમાં લોકો હથીયાર સાથેના ફોટા મુકી રહ્યા છે. ત્યારે હથીયારનો પરવાનો ન હોવા છતાં આવા ફોટા મુકનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. જેમાં લીંબડી તાલુકાના નટવરગઢ, નાના ટીંબલા, રળોલ અને થાનના યુવાનો સામે પોલીસ ફરિયાદો નોંધાઈ છે.
લીંબડી તાલુકાના નટવરગઢ ગામના વિપુલ પ્રભુભાઈ કોઠારીયાએ ત્રણેક માસ પહેલા ઈન્સ્ટાગ્રામમાં બંદુક સાથેનો ફોટો અપલોડ કર્યો હતો. આ વાત એલસીબી પીઆઈ જે.જે.જાડેજા સહિતનાઓને ધ્યાને આવી હતી. ત્યારે સ્ટાફના પ્રવીણ કોલા, રવીભાઈ સહિતનાઓએ વિપુલ કોઠારીયાને ઝડપી લીધો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં તેણે 3 માસ પહેલા લીંબડીના નાના ટીંબલા ગામે રહેતા તેના દાદા તેજાભાઈ નરશીભાઈ મેટાલીયાના પાક રક્ષણના પરવાનાવાળા હથીયાર સાથેનો ફોટો સોશીયલ મીડીયામાં અપલોડ કર્યો હોવાનું જણાવ્યુ હતુ. આથી પોલીસે બન્ને સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી. બીજી તરફ એસઓજી ટીમના એ.ડી.ઝાલા, બળદેવસંગ ડોડીયા સહિતનાઓએ ઈન્સ્ટાગ્રામમાં 6 માસ પહેલા હથીયાર સાથેનો ફોટો મુકનાર લીંબડીના સહદેવ કીશોરભાઈ ઝંડાડીયા અને હથીયારનો પરવાનો ધરાવતા તેના કૌટુંબીક દાદા મનસુખભાઈ રતાભાઈ ઝંડાડીયાને ઝડપી લઈ બન્ને સામે ગુનો નોંધ્યો છે. જયારે પાણશીણા પોલીસ મથકના ભરતભાઈ સભાડ, નીકુલભાઈ સહિતનાઓએ 3 વર્ષ પહેલા ફેસબુકમાં હથીયાર સાથેનો ફોટો મુકનાર લીંબડી તાલુકાના રળોલના ઈમરાન અબ્બાસભાઈ ઢોળીતરને ઝડપી લીધો હતો.
જેની તપાસમાં ચારેક વર્ષ પહેલા તે મિત્ર ગુલામ ટીંબલીયા સાથે કોઈ કામથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગયો હતો. ત્યારે કંકાવટીના જેસીંગ લઘરાભાઈ કોળી પોતાનું પરવાનાવાળુ હથીયાર લઈને આવ્યા હતા. આ સમયે ઈમરાને તેઓની બંદુક સાથે ફોટો પાડયો હતો. પોલીસે ઈમરાનની ધરપકડ કરી જેસીંગ કોળીની શોધખોળ આદરી છે. બીજી તરફ થાન પોલીસે સાત વર્ષ પહેલા અલગ-અલગ સમયે ફેસબુકમાં હથીયાર સાથેના ફોટા મુકનાર સાગરભાઈ મહેશભાઈ ચાઉની ધરપકડ કરી છે. તેણે તેના દાદા મુળીના સડલા ગામે રહેતા ચંદુભાઈ ભીમજીભાઈ ચાંઉના આત્મરક્ષણના પરવાનાવાળા હથીયાર સાથેના ફોટા ફેબસુકમાં મુકયા હતા. થાન પોલીસના વીભાભાઈ હતવાણી સહિતનાઓએ સાગર ચાઉની ધરપકડ કરી છે.