Ahmedabad: રિવરફ્રન્ટ પર મ્યુનિ.કોર્પોરેશને પકડેલા પશુઓને છોડાવવા જતા FIR

Oct 13, 2025 - 02:00
Ahmedabad: રિવરફ્રન્ટ પર મ્યુનિ.કોર્પોરેશને પકડેલા પશુઓને છોડાવવા જતા FIR

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રિવરફ્રન્ટ પર મ્યુનિ.કોર્પોરેશનને પકડેલા પશુઓને છોડાવવા જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. નરોડા-દહેગામ રોડ પરથી આઠ પશુઓ પકડીને દાણીલીમડાં ઢોર ડબ્બા ખાતે લઇ જતા એક પશુપાલકે હોબાળો મચાવ્યો હતો. મ્યુનિ.ના CNCD વિભાગ દ્વારા રખડતાં ઢોર સામે કાર્યવાહી ચાલી રહી છે. આમ છતાં પૂર્વના ઘણાં વિસ્તારોમાં હાલની સ્થિતિએ રખડતાં ઢોર જોવા મળી રહ્યા છે.

મ્યુનિ. કમિશનરે પણ રખડતાં ઢોર સામે કાર્યવાહી કરવા માટે CNCD વિભાગનો ઉધડો લીધે હતો અને કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. જેના પગલે CNCD વિભાગ દ્વારા નરોડા અને દહેગામ રોડ પર તેમજ મુક્તિધામની આસપાસના વિસ્તારોમાં પશુ રાખવાના સ્થળોની ચકાસણી કરી હતી. સંયુક્ત ઝુંબેશ દ્વારા નરોડા સ્મશાન નજીકથી રખડતા 8 પશુઓને પકડીને ટ્રેકટર ટ્રોલી મારફત દાણીલીમડાં ઢોર ડબ્બા ખાતે મુકવા માટે જતાં હતાં, ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વના રોડ રોડ પર કાળ ભૈરવ મંદિર કટ પાસેથી પસાર થતાં ભરત ભરવાડ નામનો વ્યક્તિએ ઓવરટેક કરીને ટ્રેક્ટર ટ્રોલી રોકાવી હતી અને ઢોરને છોડી દેવા માટે દબાણ કર્યું હતું. મ્યુનિ. અધિકારીઓએ પશુપાલકની રજૂઆતો સાંભળી ઢોર છોડવા ઇન્કાર કર્યો હતો. આમ છતાં ઢોર છોડાવાનો પ્રયાસ કરતાં CNCDની કામગીરીમાં હાજર પોલીસ અધિકારીએ કાર્યવાહી કરી ભરત ભરવાડ વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી અને રિવરફ્રન્ટ પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે લઇ ગુનો નોંધાવ્યો હતો. પોલીસ આ અંગે વધુ કાર્યવાહી હાથધરી છે.

સુત્રો કહ્યું કે, પૂર્વ વિસ્તારો અને રીંગરોડ પર પશુઓ ફરે છે. રખડતાં પશુઓના લીધે હાલની તારીખમાં પણ નાના-મોટા અકસ્માતો થઇ રહ્યા છે. આમ છતાં આવી ઘટનાઓને અવગણીને કાર્યવાહી કરાતી નથી. જેના કારણે દિવસે દિવસે રખડતાં પશુઓની સમસ્યા વધતી જાય છે. આમ છતાં પશુ પાલકોમાં કોઇ સુધારો થતો નથી. હજી પણ ઘણાં પશુપાલકો પોતાના ઢોરને રખડતા મૂકીને નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા છે. જેના લીધે ગંભીર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0