Ahmedabad: મહિલા PSIને માર મારવાનો કેસ, 4 આરોપીની કરાઈ ધરપકડ

Feb 18, 2025 - 18:30
Ahmedabad: મહિલા PSIને માર મારવાનો કેસ, 4 આરોપીની કરાઈ ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા એટલી હદે કથળી રહી છે કે હવે સામાન્ય નાગરિકોની સાથે શહેર પોલીસ પણ સુરક્ષિત નથી. સરખેજ વિસ્તારમાંથી પસાર થતી મહિલા પીએસઆઈ આગળ જઈ રહેલા ટુ વ્હીલર ચાલકને હોર્ન મારતા ટુ વ્હીલર ચાલક ઉશ્કેરાયો હતો અને મહિલા પીએસઆઈને માર મારતા સમગ્ર મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, વેજલપુર પોલીસે આ મામલે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

મહિલા પીએસઆઈને માર મારવાના ગુનામાં આરોપીઓની ધરપકડ કરાઈ

વેજલપુર પોલીસે આરોપી મહેમૂદ બકર અન્સારી, તનવીર એ આલમ અન્સારી, ખાલિદ અન્સારીની ધરપકડ કરવામાં આવી છે. જેમની મહિલા પીએસઆઈને માર મારવાના ગુનામાં ધરપકડ કરાઈ છે. આરોપીઓએ ભેગા મળીને સરખેજ જુહાપુરા વિસ્તારમાંથી પસાર થતી મહિલા પીએસઆઈને હોર્ન કેમ મારે છે તેમ કહીને અપશબ્દો બોલી માર્યો હતો, એટલું જ નહીં મહિલા પીએસઆઈને બચાવવા વચ્ચે પડેલા આઈબીના પીએસઆઈને પણ આરોપીઓએ માર માર્યો હતો, જે બાબતે વેજલપુર પોલીસે ગુનો નોંધી મહેમૂદ બકર અન્સારી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

મહિલા PSI ડ્યુટી પૂર્ણ કર્યા બાદ ઘરે પરત ફરી રહ્યા હતા

ફરિયાદી મહિલા પીએસઆઇ કૌશર જલવાણી જે કારંજ પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવે છે, તેઓ તેમની ડ્યુટી પૂર્ણ કર્યા બાદ ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન સરખેજ વિસ્તારમાં તેમની કારની આગળ એક ટુ વ્હીલર ચાલક જઈ રહ્યો હતો, જે સાઈડના આપતા મહિલા પીએસઆઈએ તેને હોન માર્યા હતા, આ દરમિયાન ઉશ્કેરાયેલા ટુ વ્હીલર ચાલક આરોપીએ તેની પત્ની તેમજ પિતરાઈ ભાઈ સાથે મળીને હોર્ન કેમ મારે છે? તેમ કહી મહિલા પીએસઆઈની કારની ચાવી લઈ લીધી હતી.

આરોપીઓએ ઉશ્કેરાઇને મહિલા પીએસઆઈની સાથે મારઝુડ કરી હતી

બંને પક્ષે બોલાચાલી ઉગ્ર બનતા મહિલા પીએસઆઈએ તેમની ઓળખાણ પોલીસ કર્મચારી તરીકે આપી હતી, જેને લઈ આરોપીઓએ ઉશ્કેરાઇને મહિલા પીએસઆઈની સાથે મારઝુડ કરી હતી. એટલું જ નહીં મહિલા પીએસઆઈને બચાવવા વચ્ચે પડેલા આઈબીના પીએસઆઈને પણ આરોપીઓએ માર માર્યો હતો, ત્યારબાદ આઈબી PSI ઘટના સ્થળેથી ભાગીને વેજલપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડી આરોપીઓની ધરપકડ કરી હતી.

મહિલા આરોપી સિદરા અન્સારીને કોર્ટમાં રજૂ કર્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓએ ભૂતકાળમાં આવા કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ ? તેમજ મહિલા PSI પર હુમલો કરવા માટે અન્ય કોઈ અદાવત હતી કે કેમ તે દિશામાં વધુ તપાસ કરવા માટે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0