Ahmedabad: ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન હાઈકોર્ટે પણ ફગાવી દીધા
બીઝેડ ગ્રુપ કંપનીના ઓઠા હેઠળ નિર્દોષ પ્રજાજનોના કરોડો રૂપિયા ચ્યાંઉ કરી જનાર ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાને ચાર્જશીટ પહેલાં રેગ્યુલર જામીન આપવાનો હાઇકોર્ટના જસ્ટિસ એમ.આર.મેંગડેએ સાફ્ ઇનકાર કરતા જામીન અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી. પ્રાંતિજના ગુનામાં પકડાયેલા આરોપી ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ કરેલી જામીન અરજી ગ્રામ્ય કોર્ટની ડ્રિસ્ટિકટ જજ કમલ એમ. સોજીત્રાએ ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યુ હતુ કે, આરોપી સામે તપાસ નાજુક તબક્કામાં છે. જો જામીન પર મુકત કરવામાં આવે તો પુરાવા સાથે ચેડાં થવાની શકયતા નકારી શકાય તેમ નથી.બીઝેડ ગ્રુપના મહાકૌભાંડી આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની રેગ્યુલર જામીન અરજીનો સખ્ત વિરોધ કરતાં સરકાર તરફ્થી જણાવાયુ હતું કે, આરોપીએ બીઝેડ ગ્રુપ અને તેની સાથે જોડાયેલી અન્ય સંસ્થાઓ મારફ્તે પોન્ઝી સ્કીમ ચલાવી ઉંચા વ્યાજની લોકોને લાલચ આપી ભોળવી તેમની પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતુ અને બાદમાં તેઓને મૂડી કે વ્યાજ પણ નહી આપીને રાતા પાણીએ રોવડાવ્યા હતા. આરોપીનો ઇરાદો પહેલેથી જ લોકો સાથે છેતરપિંડી-વિશ્વાસઘાત કરવાનો હતો. તેણે બહુ પદ્ધતિસરનું આ કૌભાંડ આચર્યું હતુ. તેથી તેને કોઇપણ સંજોગોમાં જામીન આપી શકાય નહી. સરકારપક્ષ તરફ્થી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું કે, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉંચા વ્યાજની લાલચ આપી રોકાણકારોને લાલચ આપીને રૂ.150 કરોડ બેંક મારફ્તે ઉઘરાવ્યા હતા જેમાંથી રૂ.53.06 કરોડ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અંગત ઉપયોગમાં વાપરી કાઢયા છે. ઉપરાંત હિંમતનગર શાખામાંથી મળેલા બે ચોપડામાંથી રૂ.52 કરોડનો હિસાબ મળ્યો છે. આરોપી અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, રાજસ્થાન સહિતની જગ્યાએ ઓફ્સિો ખોલી ઊંચા વળતર, નફાની લાલચ આપી કરોડોનું કૌભાંડ આચર્યું છે. આરોપીએ લોકોના પૈસાથી મોંઘી ગાડીઓ મર્સિડિઝ, ટોયોટા સહિતની ગાડીઓ ગીફ્ટમાં આપી હતી. માલદીવ, બાલી, ગોવા સહિતની જગ્યાએ ટુર્સ ગોઠવી લોકોને રોકાણ કરાવી મોટો લાભ મેળવ્યો છે. આરોપીએ ટુરનું પેમેન્ટ બીઝેડ ફ્ઇનાન્સ સવસમાંથી ચૂકવ્યું છે તેની તપાસ ચાલી રહી છે. તદુપરાંત, આરોપીએ 2020થી 2024 દરમ્યાન 18 મિલકતો ખરીદી છે જેની કિંમત 35 કરોડ જેટલી થાય છે. આરોપીએ લોકોના પૈસે વોલ્વો, પોર્શ, મર્સિડિઝ બેન્ઝ જેવી ગાડી ખરીદી છે,આરોપી સામે આવા ચાર ગુના નોંધાયેલા છે. આરોપીએ સમગ્ર કૌભાંડ પધ્ધતિસર અને આયોજનપૂર્વક આચરીને નિર્દોષ રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા છે આવા સમાજવિરોધી ગુનામાં આરોપીને જામીન ના આપી શકાય નહીં.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બીઝેડ ગ્રુપ કંપનીના ઓઠા હેઠળ નિર્દોષ પ્રજાજનોના કરોડો રૂપિયા ચ્યાંઉ કરી જનાર ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાને ચાર્જશીટ પહેલાં રેગ્યુલર જામીન આપવાનો હાઇકોર્ટના જસ્ટિસ એમ.આર.મેંગડેએ સાફ્ ઇનકાર કરતા જામીન અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી. પ્રાંતિજના ગુનામાં પકડાયેલા આરોપી ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ કરેલી જામીન અરજી ગ્રામ્ય કોર્ટની ડ્રિસ્ટિકટ જજ કમલ એમ. સોજીત્રાએ ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યુ હતુ કે, આરોપી સામે તપાસ નાજુક તબક્કામાં છે. જો જામીન પર મુકત કરવામાં આવે તો પુરાવા સાથે ચેડાં થવાની શકયતા નકારી શકાય તેમ નથી.
બીઝેડ ગ્રુપના મહાકૌભાંડી આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની રેગ્યુલર જામીન અરજીનો સખ્ત વિરોધ કરતાં સરકાર તરફ્થી જણાવાયુ હતું કે, આરોપીએ બીઝેડ ગ્રુપ અને તેની સાથે જોડાયેલી અન્ય સંસ્થાઓ મારફ્તે પોન્ઝી સ્કીમ ચલાવી ઉંચા વ્યાજની લોકોને લાલચ આપી ભોળવી તેમની પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતુ અને બાદમાં તેઓને મૂડી કે વ્યાજ પણ નહી આપીને રાતા પાણીએ રોવડાવ્યા હતા. આરોપીનો ઇરાદો પહેલેથી જ લોકો સાથે છેતરપિંડી-વિશ્વાસઘાત કરવાનો હતો. તેણે બહુ પદ્ધતિસરનું આ કૌભાંડ આચર્યું હતુ. તેથી તેને કોઇપણ સંજોગોમાં જામીન આપી શકાય નહી. સરકારપક્ષ તરફ્થી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું કે, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉંચા વ્યાજની લાલચ આપી રોકાણકારોને લાલચ આપીને રૂ.150 કરોડ બેંક મારફ્તે ઉઘરાવ્યા હતા જેમાંથી રૂ.53.06 કરોડ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અંગત ઉપયોગમાં વાપરી કાઢયા છે. ઉપરાંત હિંમતનગર શાખામાંથી મળેલા બે ચોપડામાંથી રૂ.52 કરોડનો હિસાબ મળ્યો છે. આરોપી અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, રાજસ્થાન સહિતની જગ્યાએ ઓફ્સિો ખોલી ઊંચા વળતર, નફાની લાલચ આપી કરોડોનું કૌભાંડ આચર્યું છે. આરોપીએ લોકોના પૈસાથી મોંઘી ગાડીઓ મર્સિડિઝ, ટોયોટા સહિતની ગાડીઓ ગીફ્ટમાં આપી હતી. માલદીવ, બાલી, ગોવા સહિતની જગ્યાએ ટુર્સ ગોઠવી લોકોને રોકાણ કરાવી મોટો લાભ મેળવ્યો છે. આરોપીએ ટુરનું પેમેન્ટ બીઝેડ ફ્ઇનાન્સ સવસમાંથી ચૂકવ્યું છે તેની તપાસ ચાલી રહી છે. તદુપરાંત, આરોપીએ 2020થી 2024 દરમ્યાન 18 મિલકતો ખરીદી છે જેની કિંમત 35 કરોડ જેટલી થાય છે. આરોપીએ લોકોના પૈસે વોલ્વો, પોર્શ, મર્સિડિઝ બેન્ઝ જેવી ગાડી ખરીદી છે,આરોપી સામે આવા ચાર ગુના નોંધાયેલા છે. આરોપીએ સમગ્ર કૌભાંડ પધ્ધતિસર અને આયોજનપૂર્વક આચરીને નિર્દોષ રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા છે આવા સમાજવિરોધી ગુનામાં આરોપીને જામીન ના આપી શકાય નહીં.