Ahmedabad: બદામ શેકમાં ઘેનની ગોળીઓ પીવડાવી પરિચિતો સાથે ચોરી કરતો યુવક ઝડપાયો

જો કોઈ પરિચિત તમને અચાનક જ બદામ શેક પીવા આગ્રહ કરે તો એક વખત ચેતી જજો, કારણ કે તેમાં કદાચ ઘેનની દવા હોય શકે છે અને તમે તેના લૂંટના શિકાર પણ બની શકો છો. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદમાં જે પોતાની સોસાયટીના પરિચિતોને આજ રીતે લૂંટતો હતો.કોણ છે આ આરોપી અને તેને કેવી રીતે આ કીમિયા વિશે વિચાર આવ્યો? પોલીસ પકડમાં ઉભેલો શખ્સ સાવન ઉર્ફે બીટ્ટુ સેંગલ જે પોતાની સોસાયટીના પરીચીતોને ઘેનની ગોળીઓ વાળો બદામ શેક પીવડાવો હતો અને બાદમાં ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. પરંતુ હવે આરોપી પોલીસ પકડમાં આવી ગયો છે, થોડા સમય પહેલા સાવને તેની જ સોસાયટીમાં રહેતા રાકેશ સોલંકીને બદામ શેક પીવડાવ્યું અને બાદમાં રાકેશ બેભાન થઈ ગયો હતો અને બાદમાં તેના ભાઈને જ કોલ કરીને જાણ કરી હતી કે રાકેશ બેભાન થઈ ગયો છે, જેથી તરત જ રાકેશનો ભાઈ બનાવ સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તાપસ કરતા તેના ભાઈને શંકા જતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને બાદમાં પોલીસને જાણ કરતા પોલીસે પ્રાથમિક તાપસ કરતા સાવન શંકાના દાયરામાં આવી ગયો હતો. જે બાદ તેની સોસાયટીમાં આ બાબતે ચર્ચા થતાં અન્ય બે ભોગ બનનાર સામે આવ્યા હતા. આરોપી સોસાયટીના પરિચિતોને ટાર્ગેટ કરતો પોલીસે સાવનની અટકાયત કરી પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે સાવને કબૂલાત કરી છે કે તે સોસાયટીના પરિચિતોને ટાર્ગેટ બનાવતો હતો અને તેને બદામ શેક કે પછી અન્ય ખાદ્ય પદાર્થમાં ઘેનની ગોળીઓ ભેળવી ખવડાવી દેતો હતો અને જેવા તે બેભાન થઈ જાય એટલે તેની પાસે રહેલા રોકડ અને દાગીના ચોરી ફરાર થઈ જતો હતો. અત્યાર સુધી રાકેશએ 3 લોકોને ટાર્ગેટ કર્યા હતા. પોલીસે રાકેશ પાસેથી સોનાના દાગીના અને 16,000 રોકડા કબ્જે કર્યા છે. પોલીસ પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે ક્લોઝા ફેન નામની ટેબ્લેટ તે મિલાવતો હતો અને બેભાન કરી દેતો હતો. આ દવા તેણે તેના મિત્ર બાદલ પાસેથી લાવ્યો હતો. બાદલ પાસેથી દાવ લીધા બાદ પહેલા તેણે દવા લીધી અને અને તેને થોડું ઘેન ચડી ગયું હતું, જેથી તેને આ તુક્કો સુજ્યો હતો અને લોકોને લૂંટવાની શરૂઆત કરી હતી. આરોપી આ દવા ક્યાંથી લાવ્યો તે અંગે તપાસ શરૂ સાવન હાલમાં કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પોલીસે આ દવા બાદલ ક્યાંથી લઈને આવ્યો હતો, તેને લઈને પણ પૂછપરછ શરુ કરી છે. પોલીસ આગામી સમયમાં જે મેડિકલ સ્ટોરથી તે દવા લાવ્યો હશે તેની પૂછપરછ કરશે. આ દવા પ્રોહિબિટેડ છે અને પ્રિસ્ક્રિપશન વગર વેચવી ગુનો છે, આખરે બાદલે દવા કેવી રીતે મેળવી હતી તેને લઈને પણ કાર્યવાહી પોલીસ કરશે.

Ahmedabad: બદામ શેકમાં ઘેનની ગોળીઓ પીવડાવી પરિચિતો સાથે ચોરી કરતો યુવક ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જો કોઈ પરિચિત તમને અચાનક જ બદામ શેક પીવા આગ્રહ કરે તો એક વખત ચેતી જજો, કારણ કે તેમાં કદાચ ઘેનની દવા હોય શકે છે અને તમે તેના લૂંટના શિકાર પણ બની શકો છો. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદમાં જે પોતાની સોસાયટીના પરિચિતોને આજ રીતે લૂંટતો હતો.

કોણ છે આ આરોપી અને તેને કેવી રીતે આ કીમિયા વિશે વિચાર આવ્યો?

પોલીસ પકડમાં ઉભેલો શખ્સ સાવન ઉર્ફે બીટ્ટુ સેંગલ જે પોતાની સોસાયટીના પરીચીતોને ઘેનની ગોળીઓ વાળો બદામ શેક પીવડાવો હતો અને બાદમાં ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. પરંતુ હવે આરોપી પોલીસ પકડમાં આવી ગયો છે, થોડા સમય પહેલા સાવને તેની જ સોસાયટીમાં રહેતા રાકેશ સોલંકીને બદામ શેક પીવડાવ્યું અને બાદમાં રાકેશ બેભાન થઈ ગયો હતો અને બાદમાં તેના ભાઈને જ કોલ કરીને જાણ કરી હતી કે રાકેશ બેભાન થઈ ગયો છે, જેથી તરત જ રાકેશનો ભાઈ બનાવ સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તાપસ કરતા તેના ભાઈને શંકા જતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને બાદમાં પોલીસને જાણ કરતા પોલીસે પ્રાથમિક તાપસ કરતા સાવન શંકાના દાયરામાં આવી ગયો હતો. જે બાદ તેની સોસાયટીમાં આ બાબતે ચર્ચા થતાં અન્ય બે ભોગ બનનાર સામે આવ્યા હતા.

આરોપી સોસાયટીના પરિચિતોને ટાર્ગેટ કરતો

પોલીસે સાવનની અટકાયત કરી પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે સાવને કબૂલાત કરી છે કે તે સોસાયટીના પરિચિતોને ટાર્ગેટ બનાવતો હતો અને તેને બદામ શેક કે પછી અન્ય ખાદ્ય પદાર્થમાં ઘેનની ગોળીઓ ભેળવી ખવડાવી દેતો હતો અને જેવા તે બેભાન થઈ જાય એટલે તેની પાસે રહેલા રોકડ અને દાગીના ચોરી ફરાર થઈ જતો હતો. અત્યાર સુધી રાકેશએ 3 લોકોને ટાર્ગેટ કર્યા હતા. પોલીસે રાકેશ પાસેથી સોનાના દાગીના અને 16,000 રોકડા કબ્જે કર્યા છે. પોલીસ પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે ક્લોઝા ફેન નામની ટેબ્લેટ તે મિલાવતો હતો અને બેભાન કરી દેતો હતો. આ દવા તેણે તેના મિત્ર બાદલ પાસેથી લાવ્યો હતો. બાદલ પાસેથી દાવ લીધા બાદ પહેલા તેણે દવા લીધી અને અને તેને થોડું ઘેન ચડી ગયું હતું, જેથી તેને આ તુક્કો સુજ્યો હતો અને લોકોને લૂંટવાની શરૂઆત કરી હતી.

આરોપી આ દવા ક્યાંથી લાવ્યો તે અંગે તપાસ શરૂ

સાવન હાલમાં કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પોલીસે આ દવા બાદલ ક્યાંથી લઈને આવ્યો હતો, તેને લઈને પણ પૂછપરછ શરુ કરી છે. પોલીસ આગામી સમયમાં જે મેડિકલ સ્ટોરથી તે દવા લાવ્યો હશે તેની પૂછપરછ કરશે. આ દવા પ્રોહિબિટેડ છે અને પ્રિસ્ક્રિપશન વગર વેચવી ગુનો છે, આખરે બાદલે દવા કેવી રીતે મેળવી હતી તેને લઈને પણ કાર્યવાહી પોલીસ કરશે.