Ahmedabad: પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન મુદ્દે બેઠક મળી, વરસાદી પાણીના નિકાલની ચર્ચાઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં વર્ષોથી પ્રિ મોન્સૂન એક્શન પ્લાનના બણગા ફૂંકવામાં આવે છે. મનપા દ્વારા ઠોસ પગલા લેવામાં આવ્યા હોવાના દાવા કરાય છે. તે છતાંય ચોમાસામાં શહેરમાં અનેક વિસ્તારો જળમગ્ન થઈ જાય છે. આ વખતે પણ ચોમાસા પહેલા મહાનગર પાલિકામાં પ્રિ મોન્સૂન એક્શન પ્લાન અંગે બેઠક યોજાઈ હતી. જેમાં વરસાદી પાણીના નિકાલ અંગે ચર્ચાઓ થઈ હતી.
પ્રિ મોન્સૂનની કામગીરી ઝડપી પૂર્ણ કરવા ચર્ચાઓ
અમદાવાદ મહાનગર પાલિકામાં તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે પ્રિ મોન્સૂન પ્લાન અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસા પહેલા શહેરમાં પ્રિ મોન્સૂન પ્લાન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં મહાનગર પાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ પણ જોડાયા હતાં. બેઠકમાં શહેરમા પ્રિ મોન્સૂનની કામગીરી ઝડપી પૂર્ણ કરવા ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં ભરાતા પાણીના યોગ્ય નિકાલ અંગે પણ ચર્ચાઓ કરાઈ હતી.
દર વર્ષે પ્રિ મોન્સૂન એક્શન પ્લાન ઘડવામાં આવે છે
ચોમાસા પહેલા રાજ્યમાં થયેલા કમોસમી વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી હતી. અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. દર વર્ષે પ્રિ મોન્સૂન એક્શન પ્લાન ઘડવામાં આવે છે અને વરસાદ આ પ્લાન પર પાણી ફેરવી તેની પોલ ખોલી નાંખે છે. આ વર્ષે પણ અધિકારીઓએ પ્રિ મોન્સૂન એક્શન પ્લાન અંગે બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રિ મોન્સૂનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી.
What's Your Reaction?






