Ahmedabad: પૂર્વના વિસ્તારો ગટરનાં પાણીથી ખદબદી રહ્યા હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં
                                Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરમાં ગટર ઉભરાઈ જવાની ફરિયાદ પર તંત્ર દ્વારા ધ્યાન ન આપવાની લોકોની રજુઆત વધી રહી છે.
સ્વચ્છ શહેરમાં શુદ્ધ પાણી, ગટરના પાણીનો નિકાલ તેમજ રસ્તા પરથી ગંદકીનો નિકાલ જેવી પ્રાથમિક સુવિધા આપવામાં તંત્ર સતત નિષ્ફળ જઈ રહ્યું છે. તહેવારો અને ત્યારબાદ ફરીથી બજારો શરૂ થઈ ગયા પણ અમરાઈવાડી, અસારવા, ગોમતીપુરથી લઈ કુબેરનગર, નારોલ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં ગટર ઉભરાઈ જવાની અને ગંદુ પાણી બહાર આવવાના કારણે લોકોના બિમાર પડવામાંથી રાહત મળી રહી નથી. અમરાઈવાડીમાં એપરલ પાર્ક મેટ્રો સ્ટેશન પાસે 10 દિવસથી ગટર ઉભરાઈ રહી છે પણ કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી. જ્યારે અસારવાની ગુલબર્ગ સોસા.ની નજીક મેઈન રોડ પર ગટરનું ગંદુ પાણી સતત વહી રહ્યું છે અને લોકોએ ગંદકીમાંથી પસાર થવાની મજબૂરી ઉભી થઈ રહી છે. જ્યારે વસ્ત્રાલમાં દિવાળી પૂર્વેની ગટરની સમસ્યા અંગે સ્થાનિકોએ ફરિયાદ કરી છે તેમ છતાં કામગીરી ન થતાં લોકો હવે બિમાર પડવા લાગ્યા પણ તંત્રની આંખ ઉઘડી રહી નથી.
અમરાઈવાડીથી ગોમતીપુર અને ખોખરાને જોડતાં એપરલ પાર્ક નજીક છેલ્લા 10 દિવસથી સવાર અને સાંજના સમયે ગટર ઉભરાઈ રહી છે. જેનું ગંદુ પાણી જાહેર રોડ પર ફરી વળ્યું છે છતાં કોઈ જ કામગીરી અધિકારીઓ દ્વારા કરવામાં ન આવી રહી હોવાની સ્થાનિકોની ફરિયાદ રહેલી છે. તેમજ વરસાદના કારણ ગંદા પાણીમાં પણ વધારો થઈ રહ્યો છે. આ તરફ અસારવામાં આવેલ ગુલબર્ગ સોસાયટીના નજીક જ મેઈન રોડ પર વારંવાર ગટર ઉભરાઈ જવાની સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. જેના કારણે લોકોએ ગંદા પાણીમાં રહેવા મજબૂર બન્યા છે અને લોકો બિમારીનો પણ ભોગ બની રહ્યા છે. તેમ છતાં અધિકારીઓ ધ્યાન ન આપતાં હોવાની સ્થાનિકોની રજુઆત છે. આ તરફ વસ્ત્રાલ આરટીઓની સામેના જ વિસ્તારમાં ફરી એકવાર ગટર ઉભરાઈ જવાની અને લોકોની હેરાનગતિમાં વધારો થઈ રહ્યો છે. ચિત્રલેખા કો.હાઉસિંગ સોસયટીના અજય ટેનામેન્ટના વિભાગ-5 ની પાસે ગટર ઉભરાઈ રહી છે અને તેના કારણે પુષ્કળ ગંદકી થવા છતાં કોઈ જ નક્કર કામગીરી તંત્ર દ્વારા ન કરતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સ્વચ્છ શહેરમાં ગટર ઉભરાઈ જવાની પ્રાથમિક સુવિધા આપવામાં પૂર્વના અદિકારીઓ નિષ્ફળ રહેતા હોવાની સ્થાનિકોની રજુઆત છે.
What's Your Reaction?
        Like
        0
    
        Dislike
        0
    
        Love
        0
    
        Funny
        0
    
        Angry
        0
    
        Sad
        0
    
        Wow
        0
    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                            
                                            
