Ahmedabad :નીટ સંબધિત પરીક્ષામાં આંતર-રાજ્ય લિંકને સંડોવતું મોટું કૌભાંડ ખૂલ્યું છે :સીબીઆઈ

CBIએ નીટ કૌભાંડના આરોપી દિક્ષિત પટેલની જામીન અરજીનો વિરોધ કર્યોદલીલોના અંતે સીબીઆઈ કોર્ટે આ કેસની વધુ સુનાવણી 14 ઓગસ્ટ પર રાખી NEET-UG પરીક્ષા સંબંધિત ગેરરીતિઓમાં આંતર-રાજ્ય લિંક્સને સંડોવતું મોટું કાવતરું ખૂલ્યું હાલમાં દેશના સૌથી ચર્ચિત નીટ-યુજી કૌભાંડમાં ધરપકડ કરાયેલા જય જલારામ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન દીક્ષિત પટેલ દ્વારા દાખલ કરાયેલી જામીન અરજીનો સીબીઆઈએ વિરોધ કર્યો છે.સ્પે. કોર્ટ સમક્ષ સીબીઆઈએ વિરોધ કરતા કહ્યુ હતુ કે આ કેસની તપાસમાં બહાર આવ્યું છે કે NEET-UG પરીક્ષા સંબંધિત ગેરરીતિઓમાં આંતર-રાજ્ય લિંક્સને સંડોવતું મોટું કાવતરું ખૂલ્યું છે. જેમાં ઓવરસીઝ સર્વિસીસે વિદ્યાર્થીઓને ગોધરા કેન્દ્ર પસંદ કરવા માટે પ્રભાવિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે તેની ભૂમિકા મહારાષ્ટ્રના લાતુરમાં અન્ય CBI FIRની તપાસમાં પણ સામે આવી છે. આ કેસનો આરોપી દિક્ષિત પટેલના નિર્દોષ હોવાના દાવાનો વિરોધ કરતા સીબીઆઈએ દલીલ કરી હતી કે, તેમના પ્લાનને અલગ રુપ આપવા માટે અગાઉથી જ તૈયારીઓ કરાઈ હતી.અને દીક્ષિત તેનો સુત્રધાર હતો તેણે કેન્દ્ર પર NEET પરીક્ષાની ગોઠવણમાં સહ-આરોપીને ગોઠવ્યા હતા.તે દિવસે જાણી જોઈને શાળાથી દૂર જતા રહ્યા હતા.આરોપી તુષાર પટેલના નિવેદન મુજબ, તેઓએ NEET પરીક્ષા માટે ગોધરા કેન્દ્ર પસંદ કરવાની સલાહ આપીને અને પરીક્ષાનું માધ્યમ ગુજરાતી ભાષામાં બદલવાની સલાહ આપીને ગુણ વધારવા દરેક ઉમેદવાર પાસેથી 10 લાખ રૂપિયા લેવાનુ નક્કી કર્યુ હતું. અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓએ વડોદરા અને પંચમહાલને તેમના કાયમી સરનામાં તરીકે દર્શાવ્યા હતા.સીબીઆઈએ જણાવ્યું છે કે આરોપી દીક્ષિત પટેલનો ફોન સ્કેન કરાતા તેમાં બહાર આવ્યું છે કે તેણે એક આ કાંડ કરવા માટે સ્કૂલ સાથે સંકળાયેલા લોકો સાથેની ઘણી મહત્વપૂર્ણ ચેટ્સ ડિલીટ કરી નાંખી છે. પટેલ અને અન્ય આરોપીઓ *તે ઉમેદવારોની OMR શીટ્સ બદલવાની તેમની યોજનાને અમલમાં મૂકવા માટે પ્લાન કરતા હતા જેમને પૈસાના બદલામાં અયોગ્ય લાભનું વચન અપાયું હતું. CBIએ પંચમહાલ જિલ્લા વહીવટીતંત્રની સમયસર હસ્તક્ષેપ કરીને આરોપીઓને તેમની યોજનાનો અમલ કરતા અટકાવવા બદલ પ્રશંસા કરી હતી. દલીલોના અંતે સીબીઆઈ કોર્ટે આ કેસની વધુ સુનાવણી 14 ઓગસ્ટ પર રાખી છે.

Ahmedabad :નીટ સંબધિત પરીક્ષામાં આંતર-રાજ્ય લિંકને સંડોવતું મોટું કૌભાંડ ખૂલ્યું છે :સીબીઆઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • CBIએ નીટ કૌભાંડના આરોપી દિક્ષિત પટેલની જામીન અરજીનો વિરોધ કર્યો
  • દલીલોના અંતે સીબીઆઈ કોર્ટે આ કેસની વધુ સુનાવણી 14 ઓગસ્ટ પર રાખી
  • NEET-UG પરીક્ષા સંબંધિત ગેરરીતિઓમાં આંતર-રાજ્ય લિંક્સને સંડોવતું મોટું કાવતરું ખૂલ્યું

હાલમાં દેશના સૌથી ચર્ચિત નીટ-યુજી કૌભાંડમાં ધરપકડ કરાયેલા જય જલારામ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન દીક્ષિત પટેલ દ્વારા દાખલ કરાયેલી જામીન અરજીનો સીબીઆઈએ વિરોધ કર્યો છે.સ્પે. કોર્ટ સમક્ષ સીબીઆઈએ વિરોધ કરતા કહ્યુ હતુ કે આ કેસની તપાસમાં બહાર આવ્યું છે કે NEET-UG પરીક્ષા સંબંધિત ગેરરીતિઓમાં આંતર-રાજ્ય લિંક્સને સંડોવતું મોટું કાવતરું ખૂલ્યું છે.

જેમાં ઓવરસીઝ સર્વિસીસે વિદ્યાર્થીઓને ગોધરા કેન્દ્ર પસંદ કરવા માટે પ્રભાવિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે તેની ભૂમિકા મહારાષ્ટ્રના લાતુરમાં અન્ય CBI FIRની તપાસમાં પણ સામે આવી છે. આ કેસનો આરોપી દિક્ષિત પટેલના નિર્દોષ હોવાના દાવાનો વિરોધ કરતા સીબીઆઈએ દલીલ કરી હતી કે, તેમના પ્લાનને અલગ રુપ આપવા માટે અગાઉથી જ તૈયારીઓ કરાઈ હતી.અને દીક્ષિત તેનો સુત્રધાર હતો તેણે કેન્દ્ર પર NEET પરીક્ષાની ગોઠવણમાં સહ-આરોપીને ગોઠવ્યા હતા.તે દિવસે જાણી જોઈને શાળાથી દૂર જતા રહ્યા હતા.આરોપી તુષાર પટેલના નિવેદન મુજબ, તેઓએ NEET પરીક્ષા માટે ગોધરા કેન્દ્ર પસંદ કરવાની સલાહ આપીને અને પરીક્ષાનું માધ્યમ ગુજરાતી ભાષામાં બદલવાની સલાહ આપીને ગુણ વધારવા દરેક ઉમેદવાર પાસેથી 10 લાખ રૂપિયા લેવાનુ નક્કી કર્યુ હતું. અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓએ વડોદરા અને પંચમહાલને તેમના કાયમી સરનામાં તરીકે દર્શાવ્યા હતા.

સીબીઆઈએ જણાવ્યું છે કે આરોપી દીક્ષિત પટેલનો ફોન સ્કેન કરાતા તેમાં બહાર આવ્યું છે કે તેણે એક આ કાંડ કરવા માટે સ્કૂલ સાથે સંકળાયેલા લોકો સાથેની ઘણી મહત્વપૂર્ણ ચેટ્સ ડિલીટ કરી નાંખી છે. પટેલ અને અન્ય આરોપીઓ *તે ઉમેદવારોની OMR શીટ્સ બદલવાની તેમની યોજનાને અમલમાં મૂકવા માટે પ્લાન કરતા હતા જેમને પૈસાના બદલામાં અયોગ્ય લાભનું વચન અપાયું હતું. CBIએ પંચમહાલ જિલ્લા વહીવટીતંત્રની સમયસર હસ્તક્ષેપ કરીને આરોપીઓને તેમની યોજનાનો અમલ કરતા અટકાવવા બદલ પ્રશંસા કરી હતી. દલીલોના અંતે સીબીઆઈ કોર્ટે આ કેસની વધુ સુનાવણી 14 ઓગસ્ટ પર રાખી છે.