Ahmedabad: નિકોલમાં બે સગીરા પર દુષ્કર્મ આચરવાનો કેસ, વધુ એક આરોપીની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના નિકોલમાં બે સગીરા પર બે મિત્રોએ ગુજારેલા દુષ્કર્મ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ સગીરાનું અપહરણ અને છેડતી કરનાર અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે 9માં ધોરણમાં અભ્યાસ કરતી બે સગીરાઓ સાથે થયેલા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરુ કરી છે.
ત્રણેય આરોપીઓ એકબજાના મિત્રો
નિકોલ પોલીસે આરોપી વિવેક કશ્યપ, પારસ બોરડ અને અભય સોજીત્રાની ધરપકડ કરી છે. આ 3 એકબીજાના મિત્રો છે અને આ ત્રણેય આરોપી વિરુદ્ધ નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં વિવેક કશ્યપ વિરુદ્ધ બે સગીરાનું અપહરણ કરી એકની સાથે છેડતી કરવી તથા અન્ય બે આરોપી પારસ અને અભયએ બંને સગીરા સાથે દુષ્કર્મ કર્યુ હોવાની ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે નિકોલ પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી પોક્સો કેસમાં વધુ પુરાવા એકઠા કરવાની કાર્યવાહી શરુ કરી છે.
સગીરા સાથે આરોપી વિવેકે શારીરિક અડપલા કર્યા
જો બનાવની વાત કરીએ 12 ફેબ્રુઆરીના રોજ સવારે વિવેક કશ્યપ બંને સગીરાને સ્કુલ પાસેથી પોતાની સાથે લઈ જઈ અમદાવાદમાં અલગ અલગ સ્થળો પર ફેરવે છે. સાથે જ ફિલ્મ જોવા પણ લઈ જાય છે. જ્યાં એક સગીરા સાથે વિવેક શારીરિક અડપલા પણ કરે છે. જે બાદ વિવેક બંને સગીરાને અભયના કાફે પર લઈને આવે છે. જે બાદ બંને સગીરાને અભય અને પારસ હોટલમાં લઈ જઈ તેમની સાથે દુષ્કર્મ ગુજારે છે. જે અંગે પરિવારને હકીકત મળતા બંને સગીરા સાથે થયેલા દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધી પોલીસ કાર્યવાહી કરી છે.
લગ્ન પ્રસંગમાં સગીરા સાથે થયો હતો પરિચય
પોલીસ તપાસમાં સામે આવ્યું કે વિવેક ફોટોગ્રાફીનું કામ કરે છે અને લગ્નમાં વિવેક સાથે પરિચય થયો હતો. જે બાદ વિવેકનો મિત્ર અભય સોજીત્રા અને અભયના મિત્ર પારસ બોરજ સાથે પરિચય થયો હતો. જે બાદ 12 ફેબ્રુઆરીએ મળ્યા બાદ તેમની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતુ. જેથી પોલીસે આરોપી વિરુદ્ધ પુરતા પુરાવા એકઠા કરી વધુ તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






