Ahmedabad: નવા નરોડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડતાં ઘૂંટણસમા પાણી ભરાયા

અમદાવાદમાં એક કલાકમાં સરેરાશ 1 ઇંચ વરસાદ નરોડામાં કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ, બજારોમાં પાણી ભરાયા અમદાવાદ શહેરમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. રાત જેવું અંધારું સાંજના સમયે જોવા મળ્યું હતું. ભારે પવન સાથે પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના સીટીએમ, ઓઢવ, વિરાટનગર, જમાલપુર, ખાડીયા, નિકોલ, લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કાડાક ભડાકા અને ભારે પવન સાથે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. પશ્ચિમ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો નરોડા, સૈજપુર, બોઘા, મેમકો, ગીતામંદિર, પાલડી, વાસણા, આશ્રમ રોડ તેમજ એરપોર્ટ રોડ, ઇન્દિરા બ્રિજ અને ઇનકમ ટેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત શહેરમાં કાળા ડિબાગ વાદળો છવાયા બાદ પશ્ચિમ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. શહેરના સુભાષ બ્રિજ, શાહીબાગ, આરટીઓ, રાણીપ, નવાવાડજ, ચાંદલોડિયા, ગોતા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સિંધી બજારમાં પાણી ભરાયા કુબેરનગર વિસ્તારમાં પડેલા 20 મિનિટના ધોધમાર વરસાદમાં સિંધી બજારમાં વરસાદી પાણી ભરાયા હતા. બજારમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે દુકાન ચાલાકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એક કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો અમદાવાદમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે. પૂર્વ વિસ્તારમાં નરોડામાં એક કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. કોતરપૂર, સરદારનગર, મણીનગર સહિતના વિસ્તારમાં બે ઇંચ વરસાદ પડ્યો છે.

Ahmedabad: નવા નરોડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડતાં ઘૂંટણસમા પાણી ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં એક કલાકમાં સરેરાશ 1 ઇંચ વરસાદ
  • નરોડામાં કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો
  • પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ, બજારોમાં પાણી ભરાયા

અમદાવાદ શહેરમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. રાત જેવું અંધારું સાંજના સમયે જોવા મળ્યું હતું. ભારે પવન સાથે પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના સીટીએમ, ઓઢવ, વિરાટનગર, જમાલપુર, ખાડીયા, નિકોલ, લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કાડાક ભડાકા અને ભારે પવન સાથે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

પશ્ચિમ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો

નરોડા, સૈજપુર, બોઘા, મેમકો, ગીતામંદિર, પાલડી, વાસણા, આશ્રમ રોડ તેમજ એરપોર્ટ રોડ, ઇન્દિરા બ્રિજ અને ઇનકમ ટેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત શહેરમાં કાળા ડિબાગ વાદળો છવાયા બાદ પશ્ચિમ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. શહેરના સુભાષ બ્રિજ, શાહીબાગ, આરટીઓ, રાણીપ, નવાવાડજ, ચાંદલોડિયા, ગોતા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

સિંધી બજારમાં પાણી ભરાયા

કુબેરનગર વિસ્તારમાં પડેલા 20 મિનિટના ધોધમાર વરસાદમાં સિંધી બજારમાં વરસાદી પાણી ભરાયા હતા. બજારમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે દુકાન ચાલાકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

એક કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો

અમદાવાદમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે. પૂર્વ વિસ્તારમાં નરોડામાં એક કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. કોતરપૂર, સરદારનગર, મણીનગર સહિતના વિસ્તારમાં બે ઇંચ વરસાદ પડ્યો છે.