Ahmedabad: નરોડામાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો; હંસપુરા ઓવરબ્રિજ નજીકથી રૂ. 15.58 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Sep 21, 2026 - 00:00
Ahmedabad: નરોડામાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો; હંસપુરા ઓવરબ્રિજ નજીકથી રૂ. 15.58 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમે દારૂના ગેરકાયદે ઘુસણખોરી સામે મોટી કાર્યવાહી કરી છે. SMC ની ટીમે બાતમીના આધારે હંસપુરા ઓવરબ્રિજ નજીક વોચ ગોઠવીને દહેગામથી અમદાવાદ તરફ આવી રહેલા એક વાહનને આંતરીને તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન વાહનમાં ગુપ્ત રીતે છુપાવાયેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) નો મોટો જથ્થો મળી આવ્યો હતો.

નરોડામાં SMC ના દરોડામાં દારૂ જપ્ત

પોલીસે ઘટનાસ્થળેથી 105 પેટીઓમાંથી કુલ 5,030 બોટલ દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો. આ જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 15.58  લાખ આંકવામાં આવી છે, જ્યારે દારૂના વહન માટે વપરાયેલા વાહન સહિત પોલીસે કુલ રૂપિયા 30.58 લાખનો મુદ્દામાલ પોતાના કબજે લીધો છે. રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી દારૂના જથ્થા સાથે જિતેન્દ્ર ઉર્ફે જીતુ ડામોર નામના આરોપીની ધાકધમકી વચ્ચે ધરપકડ કરી લીધી હતી. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો મોટો જથ્થો અમદાવાદ શહેરમાં અલગ-અલગ જગ્યાએ સપ્લાય કરવાનો હોવાનો ખુલાસો થયો છે.

1ની ધરપકડ, 9 આરોપી વોન્ટેડ

આ કેસમાં દારૂનો જથ્થો મોકલનાર અને અમદાવાદ ખાતે મંગાવનાર સહિત અન્ય 9 જેટલા સાગરીતોની સંડોવણી ખુલી છે. આ તમામ 9 આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી છે. આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની સઘન તપાસ SMC અને સ્થાનિક પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Chhotaudepur: નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું, 5 સભ્યો ભાજપમાં જોડાતાં ચિત્ર સ્પષ્ટ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0