Ahmedabad : નકલી રાષ્ટ્રીય સુરક્ષા અધિકારી બની ગઠિયાએ લાખો ખંખેર્યા

સાઉથ બોપલનો રૂપેશ દોશી બદલી કરાવવાની અને કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપતોઓફિસર જેવી બોડી લેંગ્વેજનો ઉપયોગ કરી સરકારી કર્મીઓ પાસે બધા કામ મફતમાં કરાવતો AMCના અધિકારીએ ફરિયાદ નોંધાવતા નકલી રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા ઇસનપુરના મહાઠગ કિરણ પટેલ PMOમાં અધિકારીની ઓળખ આપીને કાશ્મીરમાં VVIP સગવડો મેળવી હતી. તે પાકિસ્તાનની બોર્ડર સુધી પહોંચ્યા બાદ તેની પોલ ખુલી હતી. આવો જ વધુ એક કિસ્સો બહાર આવ્યો છે.સાઉથ બોપલનો ગઠીયો સરકારી કર્મચારીઓ, હોટલના માલિકો અને પ્રાઇવેટ વ્યકિતઓને મળીને પોતે રાષ્ટ્રીય સુરક્ષા ઓફિસર છે તેમ કહીને સંબંધ કેળવીને લોભામણી લાલચો આપતો હતો. જે બાદ ગઠીયો સરકારી કર્મચારી, હોટલના માલિકો પાસે જમવાની સગવડ કરાવતો અને ટેક્સીઓ બુક કરાવીને ફરતો હતો. આ અંગે AMCના એક અધિકારીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા નકલી રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આગામી દિવસોમાં પણ ગઠીયા વિરૂદ્ધમાં હજુ પણ છેતરપિંડીના ફરિયાદો નોંધાઇ શકે છે. ક્રાઇમ બ્રાન્ચના પીઆઇએ જણાવ્યું કે, આરોપીને ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે અને તેણે કેટલા લોકો પાસેથી પૈસા પડાવ્યા અને રાષ્ટ્રીય સુરક્ષા ઓફિસરનો ક્યાં ક્યાં ખોટો ઉપયોગ કર્યો છે તેની પણ તપાસ ચાલી રહી છે.સાઉથ બોપલના રૂપેશ દોશી ઉર્ફે વિષ્ણુ જોષી તેના પરિવારજનો સાથે રહે છે. રૂપેશનો પુત્ર આઇટી કંપનીમાં નોકરી કરે છે. રૂપેશ ઉર્ફે વિષ્ણુ કલાસ-1 ઓફિસર હોય તેવી બોડી લેંગ્વેજ ધરાવતો હતો. જેથી રૂપેશે પોતાની ઈમેજનો લાભ લઇને છેલ્લા પાંચ વર્ષથી સરકારી અધિકારી, કર્મચારીઓને મળીને પરિચય કેળવતો હતો. બાદમાં રૂપેશ તમારી બદલીઓ કરાવવી હોય અથવા કંઇપણ કામ હોય તો કહેજો એટલે ઝડપથી થઇ જશે તેવી લોભામણી લાલચો આપતો હતો. આ પછી રૂપેશ થોડા થોડા સમયાંતરે સરકારી અધિકારી અને કર્મીઓ પાસે રેસ્ટોરન્ટોમાં ભોજનની વ્યવસ્થા કરાવી જ્યાફત માણતો હતો. તેમજ ટેક્સીઓ બુક કરાવીને ફરતો હતો. જે હોટલમાં રૂપેશ જમવા જતો તેના માલિકો અને મેનેજરોને પોતાની ઓળખ આપીને તેમને સારો એવો કોન્ટ્રાક્ટ આપશે તેવી લાલચ પણ આપતો હતો. આવી જ રીતે એએમસીના એક અધિકારી લાંબા સમયથી રૂપેશ માટે જમવાની અને ટેક્સીઓ બુક કરાવી આપતા હતા પરંતુ તેમને શંકા થતા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતુ. આ અંગે ક્રાઇમ બ્રાન્ચે રૂપેશ દોશી ઉર્ફે વિષ્ણુ જોષી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad : નકલી રાષ્ટ્રીય સુરક્ષા અધિકારી બની ગઠિયાએ લાખો ખંખેર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાઉથ બોપલનો રૂપેશ દોશી બદલી કરાવવાની અને કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપતો
  • ઓફિસર જેવી બોડી લેંગ્વેજનો ઉપયોગ કરી સરકારી કર્મીઓ પાસે બધા કામ મફતમાં કરાવતો
  • AMCના અધિકારીએ ફરિયાદ નોંધાવતા નકલી રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

ઇસનપુરના મહાઠગ કિરણ પટેલ PMOમાં અધિકારીની ઓળખ આપીને કાશ્મીરમાં VVIP સગવડો મેળવી હતી. તે પાકિસ્તાનની બોર્ડર સુધી પહોંચ્યા બાદ તેની પોલ ખુલી હતી. આવો જ વધુ એક કિસ્સો બહાર આવ્યો છે.સાઉથ બોપલનો ગઠીયો સરકારી કર્મચારીઓ, હોટલના માલિકો અને પ્રાઇવેટ વ્યકિતઓને મળીને પોતે રાષ્ટ્રીય સુરક્ષા ઓફિસર છે તેમ કહીને સંબંધ કેળવીને લોભામણી લાલચો આપતો હતો.

જે બાદ ગઠીયો સરકારી કર્મચારી, હોટલના માલિકો પાસે જમવાની સગવડ કરાવતો અને ટેક્સીઓ બુક કરાવીને ફરતો હતો. આ અંગે AMCના એક અધિકારીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા નકલી રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આગામી દિવસોમાં પણ ગઠીયા વિરૂદ્ધમાં હજુ પણ છેતરપિંડીના ફરિયાદો નોંધાઇ શકે છે. ક્રાઇમ બ્રાન્ચના પીઆઇએ જણાવ્યું કે, આરોપીને ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે અને તેણે કેટલા લોકો પાસેથી પૈસા પડાવ્યા અને રાષ્ટ્રીય સુરક્ષા ઓફિસરનો ક્યાં ક્યાં ખોટો ઉપયોગ કર્યો છે તેની પણ તપાસ ચાલી રહી છે.

સાઉથ બોપલના રૂપેશ દોશી ઉર્ફે વિષ્ણુ જોષી તેના પરિવારજનો સાથે રહે છે. રૂપેશનો પુત્ર આઇટી કંપનીમાં નોકરી કરે છે. રૂપેશ ઉર્ફે વિષ્ણુ કલાસ-1 ઓફિસર હોય તેવી બોડી લેંગ્વેજ ધરાવતો હતો. જેથી રૂપેશે પોતાની ઈમેજનો લાભ લઇને છેલ્લા પાંચ વર્ષથી સરકારી અધિકારી, કર્મચારીઓને મળીને પરિચય કેળવતો હતો. બાદમાં રૂપેશ તમારી બદલીઓ કરાવવી હોય અથવા કંઇપણ કામ હોય તો કહેજો એટલે ઝડપથી થઇ જશે તેવી લોભામણી લાલચો આપતો હતો.

આ પછી રૂપેશ થોડા થોડા સમયાંતરે સરકારી અધિકારી અને કર્મીઓ પાસે રેસ્ટોરન્ટોમાં ભોજનની વ્યવસ્થા કરાવી જ્યાફત માણતો હતો. તેમજ ટેક્સીઓ બુક કરાવીને ફરતો હતો. જે હોટલમાં રૂપેશ જમવા જતો તેના માલિકો અને મેનેજરોને પોતાની ઓળખ આપીને તેમને સારો એવો કોન્ટ્રાક્ટ આપશે તેવી લાલચ પણ આપતો હતો. આવી જ રીતે એએમસીના એક અધિકારી લાંબા સમયથી રૂપેશ માટે જમવાની અને ટેક્સીઓ બુક કરાવી આપતા હતા પરંતુ તેમને શંકા થતા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતુ. આ અંગે ક્રાઇમ બ્રાન્ચે રૂપેશ દોશી ઉર્ફે વિષ્ણુ જોષી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.