Ahmedabad: જિલ્લા પંચાયત ભંગારની પંચાયત બની, દરેક ફ્લોર પર ભંગાર
અમદાવાદ જિલ્લા પંચાયત ભંગારની પંચાયત બની ગઇ છે. દરેક ફલોર પર બિનજરૂરી ભંગાર પડયો છે. જેને દૂર કરવાના બદલે ભંગારમાં વધારો કરાય છે. ભંગારના ઢગલાંથી તેને અડીને આવેલી કચેરીઓમાં ગરમીના લીધે મચ્છરનો ઉપદ્રવ વધવાનો કર્મચારીઓને ડર સતાવી રહ્યો છે.જિલ્લા પંચાયતના સદસ્યોને ગ્રાન્ટના કામોમાં રસ છે પણ સફાઇ મુદ્દે નિરસતા રાખે છે. જિલ્લા પંચાયતમાં સમયાંતરે વિવિધ સમિતીઓની બેઠક મળે છે. બેઠકમાં આખા જિલ્લાના વિકાસ કાર્યોની ચર્ચા થાય છે. પરંતુ જિલ્લા પંચાયતમાં પડી રહેલા ભંગાર અંગે કોઇ ચર્ચા કે નિકાલ કરવાની વાત સુધ્ધા થતી નથી. હાલ દરેક ફલોર પર ઢગલાબંધ ભંગાર પડયો છે. લોખંડા, લાખડાં અને કાગળનો ભંગાર પડયો છે. ફાઇલો ખુલ્લેઆમ પડી રહી છે. બહારથી આવેલા મુલાકાતીઓ પણ મનમા ખોટી છબી લઇને જાય છે. આમ છતાં સત્તાપક્ષના ચેરમેનોને કોઇ પડી નથી. બીજીતરફ ધાબા પર પડી રહેલી સોલાર પેનલ લાંબો સમય બંધ રહેતા ભંગાર થઇ ગઇ છે એટલે હવે નવી સોલાર પેનલ લગાવવા માટે પેંતરો રચાઇ રહ્યો છે. જૂની સોલાર મફતમાં મળી હતી. મેઇન્ટેનન્સના અભાવે સોલાર પેનલ ભંગાર થઇ ગઇ છે. સબંધિત ટેકનીશયને સોલાર પેનલ ચાલુ નહીં થવા અંગે લેખિતમાં જણાવી દીધું હોવાનું સત્તાપક્ષે જણાવ્યું છે. જેથી હવે નવી સોલાર પેનલ માટે તખ્તો ગોઠવાઇ રહ્યો છે.
![Ahmedabad: જિલ્લા પંચાયત ભંગારની પંચાયત બની, દરેક ફ્લોર પર ભંગાર](https://epapercdn.sandesh.com/images/2025/02/10/tteDVO1IkpU5XafqT92phrLykeeXOYZmgwZ1g5g3.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ જિલ્લા પંચાયત ભંગારની પંચાયત બની ગઇ છે. દરેક ફલોર પર બિનજરૂરી ભંગાર પડયો છે. જેને દૂર કરવાના બદલે ભંગારમાં વધારો કરાય છે. ભંગારના ઢગલાંથી તેને અડીને આવેલી કચેરીઓમાં ગરમીના લીધે મચ્છરનો ઉપદ્રવ વધવાનો કર્મચારીઓને ડર સતાવી રહ્યો છે.
જિલ્લા પંચાયતના સદસ્યોને ગ્રાન્ટના કામોમાં રસ છે પણ સફાઇ મુદ્દે નિરસતા રાખે છે.
જિલ્લા પંચાયતમાં સમયાંતરે વિવિધ સમિતીઓની બેઠક મળે છે. બેઠકમાં આખા જિલ્લાના વિકાસ કાર્યોની ચર્ચા થાય છે. પરંતુ જિલ્લા પંચાયતમાં પડી રહેલા ભંગાર અંગે કોઇ ચર્ચા કે નિકાલ કરવાની વાત સુધ્ધા થતી નથી. હાલ દરેક ફલોર પર ઢગલાબંધ ભંગાર પડયો છે. લોખંડા, લાખડાં અને કાગળનો ભંગાર પડયો છે. ફાઇલો ખુલ્લેઆમ પડી રહી છે. બહારથી આવેલા મુલાકાતીઓ પણ મનમા ખોટી છબી લઇને જાય છે. આમ છતાં સત્તાપક્ષના ચેરમેનોને કોઇ પડી નથી. બીજીતરફ ધાબા પર પડી રહેલી સોલાર પેનલ લાંબો સમય બંધ રહેતા ભંગાર થઇ ગઇ છે એટલે હવે નવી સોલાર પેનલ લગાવવા માટે પેંતરો રચાઇ રહ્યો છે. જૂની સોલાર મફતમાં મળી હતી. મેઇન્ટેનન્સના અભાવે સોલાર પેનલ ભંગાર થઇ ગઇ છે. સબંધિત ટેકનીશયને સોલાર પેનલ ચાલુ નહીં થવા અંગે લેખિતમાં જણાવી દીધું હોવાનું સત્તાપક્ષે જણાવ્યું છે. જેથી હવે નવી સોલાર પેનલ માટે તખ્તો ગોઠવાઇ રહ્યો છે.