Ahmedabad : જાણીતી કોમો બાય કાફા રેસ્ટોરન્ટને 50 હજારનો દંડ,ગાર્લિક બ્રેડમાં માખી નીકળતાં થઈ કાર્યવાહી

Mar 18, 2026 - 23:30
Ahmedabad : જાણીતી કોમો બાય કાફા રેસ્ટોરન્ટને 50 હજારનો દંડ,ગાર્લિક બ્રેડમાં માખી નીકળતાં થઈ કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરની પ્રખ્યાત 'કોમો બાય કાફા' રેસ્ટોરન્ટમાં ગ્રાહકના ભોજનમાંથી માખી નીકળવાની ઘટના સામે આવ્યા બાદ તંત્રએ કડક પગલાં લીધા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય વિભાગ દ્વારા રેસ્ટોરન્ટને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

બ્રેડમાં માખી હોવાની થઈ હતી ફરિયાદ

મળતી માહિતી મુજબ, ગાર્લિક બ્રેડમાંથી માખી મળી આવી હતી. આ ગંભીર બેદરકારી અંગેની ફરિયાદ  આરોગ્ય વિભાગને મળતા જ મ્યુનિસિપલ ટીમે રેસ્ટોરન્ટમાં દરોડો પાડ્યો હતો.

સેમ્પલ લેવાની કામગીરી

આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર જઈને રેસ્ટોરન્ટના કિચનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટીમે ગાર્લિક બ્રેડ તથા રસોઈમાં વપરાતું તેલ (Oil)ના સેમ્પલ લીધા હતા સ્વચ્છતા સામે સવાલ

શહેરના પોશ ગણાતા વિસ્તારોમાં આવેલી આટલી મોંઘી રેસ્ટોરન્ટમાં પણ જો હાઈજીન (સ્વચ્છતા) જળવાતી ન હોય, તો ગ્રાહકોના સ્વાસ્થ્યનું શું? તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. અગાઉ પણ અનેક જાણીતી બ્રાન્ડ્સ સામે આવી ફરિયાદો બાદ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે.


આ પણ વાંચો ---   Patan : પોલીસને છંછેડી, હવે ભોગવો, જીલીયા ફાર્મમાં આતંક મચાવનાર 17 લુખ્ખાઓની પોલીસે જાહેરમાં સર્વિસ કરી સરઘસ કાઢ્યું

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0