Ahmedabad: જમાલપુર પગથિયા AMC પ્લોટમાં, રિવરફ્રન્ટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કરાયાનો આક્ષેપ

શહેરના મધ્ય ઝોનમાં આવેલા જમાલપુર પગથિયા નજીક AMCના પ્લોટમાં સાત માળની ગેરકાયદેસર બિલ્ડીંગ બની ગઈ હોવાનો એલિસબ્રિજના ધારાસભ્યે આક્ષેપ કરીને તે અંગે તપાસ કરીને લેન્ડ ગ્રેબિંગ મુજબ ફરીયાદ નોંધવા માટે AMC ભાજપ નેતાને વિનંતી કરી છે.રિવરફ્રન્ટ પર આવેલી બાબા લવલીની દરગાહ ખાતે ખુલ્લા પ્લોટમાં પણ ગેરકાયદે દબાણ થયા હોવાનો ઉલ્લેખ કરીને તે બાંધકામ પણ દૂર કરવા અપીલ કરી છે. જમાલપુર-ખાડિયા વિધાનસભા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને કેટલાંક અસામાજિક તત્વો દ્વારા AMCના પ્લોટ પર કબજો જમાવ્યો હોવાના આક્ષેપો સાથે એલિસબ્રિજના ધારાસભ્યે કરેલી લેખિત રજુઆતો પછી ધમકી મળતાં શહેર BJP પ્રમુખ અમિત શાહ અને પૂર્વ MLA ભૂષણ ભટ્ટને પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ દ્વારા હવે જમાલપુરમાં ગુનેગારો દ્વારા કરાયેલ દબાણો દૂર કરવાની રજૂઆતો કરાઈ છે. પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ જે જમાલપુર ખાડિયા વિધાનસભામાં પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને અમિત શાહના વેવાઈ પણ થાય છે અને તેમણે પણ અગાઉ ગેરકાયદે બાંધકામો અંગે રજુઆતો પગલે તેઓને પણ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. એલિસબ્રિજના MLA અમિત શાહે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, જમાલપુરના સ્થાનિક રહિશો પાસેથી મળેલી માહિતી મુજબ, રથયાત્રાના રૂટ પર જમાલપુરથી ખમાસા રોડ પર જતાં મહમ્મદ અલી મસ્જીદની સામે જમાલપુર પગથીયા પાસે AMCની માલિકીનો (રાયખડ) સિટી સર્વે નં.- 1880 પ્લોટ આવેલો છે. 1881 નંબરના પ્લોટના માલિક છે તેને 1880 નંબરના પ્લોટ પર અમુક જગ્યા માહિતી મળ્યા મુજબ 10.60 કોર્પોરેશનના પ્લોટમાં ગેરકાયદેસર 7 માળનું દબાણ કરી કબજો જમાવી દીધો છતેની તપાસ કરી જો ગેરકાયદેસર રીતે દબાણ કર્યુ હોય તો લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવે. મ્યુનિ.ની માલિકીનો કબજો પરત લેવાની તેમણે માગ કરી છે.જમાલપુરમાં સ્મશાનની પાછળના ભાગે રિવરફ્રન્ટ તરફ્ બાબા લવલીની દરગાહ ખાતે ખુલ્લા પ્લોટમાં ગેર કાયદેસર દબાણ/ બાંધકામની ફરીયાદ કરાઈ હતી. જુના ગુગલ મેપમાં જોતા અહિયા કોઇ બાંધકામ જોવા મળ્યું નથી. આ મામલે તપાસ કરીને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા તેમણે જણાવ્યું છે.

Ahmedabad: જમાલપુર પગથિયા AMC પ્લોટમાં, રિવરફ્રન્ટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કરાયાનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરના મધ્ય ઝોનમાં આવેલા જમાલપુર પગથિયા નજીક AMCના પ્લોટમાં સાત માળની ગેરકાયદેસર બિલ્ડીંગ બની ગઈ હોવાનો એલિસબ્રિજના ધારાસભ્યે આક્ષેપ કરીને તે અંગે તપાસ કરીને લેન્ડ ગ્રેબિંગ મુજબ ફરીયાદ નોંધવા માટે AMC ભાજપ નેતાને વિનંતી કરી છે.

રિવરફ્રન્ટ પર આવેલી બાબા લવલીની દરગાહ ખાતે ખુલ્લા પ્લોટમાં પણ ગેરકાયદે દબાણ થયા હોવાનો ઉલ્લેખ કરીને તે બાંધકામ પણ દૂર કરવા અપીલ કરી છે. જમાલપુર-ખાડિયા વિધાનસભા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને કેટલાંક અસામાજિક તત્વો દ્વારા AMCના પ્લોટ પર કબજો જમાવ્યો હોવાના આક્ષેપો સાથે એલિસબ્રિજના ધારાસભ્યે કરેલી લેખિત રજુઆતો પછી ધમકી મળતાં શહેર BJP પ્રમુખ અમિત શાહ અને પૂર્વ MLA ભૂષણ ભટ્ટને પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ દ્વારા હવે જમાલપુરમાં ગુનેગારો દ્વારા કરાયેલ દબાણો દૂર કરવાની રજૂઆતો કરાઈ છે. પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ જે જમાલપુર ખાડિયા વિધાનસભામાં પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને અમિત શાહના વેવાઈ પણ થાય છે અને તેમણે પણ અગાઉ ગેરકાયદે બાંધકામો અંગે રજુઆતો પગલે તેઓને પણ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.

એલિસબ્રિજના MLA અમિત શાહે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, જમાલપુરના સ્થાનિક રહિશો પાસેથી મળેલી માહિતી મુજબ, રથયાત્રાના રૂટ પર જમાલપુરથી ખમાસા રોડ પર જતાં મહમ્મદ અલી મસ્જીદની સામે જમાલપુર પગથીયા પાસે AMCની માલિકીનો (રાયખડ) સિટી સર્વે નં.- 1880 પ્લોટ આવેલો છે. 1881 નંબરના પ્લોટના માલિક છે તેને 1880 નંબરના પ્લોટ પર અમુક જગ્યા માહિતી મળ્યા મુજબ 10.60 કોર્પોરેશનના પ્લોટમાં ગેરકાયદેસર 7 માળનું દબાણ કરી કબજો જમાવી દીધો છતેની તપાસ કરી જો ગેરકાયદેસર રીતે દબાણ કર્યુ હોય તો લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવે. મ્યુનિ.ની માલિકીનો કબજો પરત લેવાની તેમણે માગ કરી છે.જમાલપુરમાં સ્મશાનની પાછળના ભાગે રિવરફ્રન્ટ તરફ્ બાબા લવલીની દરગાહ ખાતે ખુલ્લા પ્લોટમાં ગેર કાયદેસર દબાણ/ બાંધકામની ફરીયાદ કરાઈ હતી. જુના ગુગલ મેપમાં જોતા અહિયા કોઇ બાંધકામ જોવા મળ્યું નથી. આ મામલે તપાસ કરીને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા તેમણે જણાવ્યું છે.