Ahmedabad: ચીનના HMPV વાયરસે મચાવ્યો હાહાકાર, ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયાનો દાવો
ચીનમાં ફેલાયેલા HMPV વાયરસ મામલે રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું હતું. કેન્દ્ર દ્વારા ઇમરજન્સી બેઠક પણ બોલાવવામાં આવી છે. તેવામાં ગુજરાતમાં પણ પ્રથમ કેસ નોંધાઇ ચુક્યો છે. hMPV વાયરસનો પ્રથમ કેસ કર્ણાટકમાં આવ્યા બાદ હવે ગુજરાતમાં પણ પ્રથમ કેસ નોંધાઇ ચુક્યો છે. 2 મહિનાની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાળકની હાલ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.મળતી માહિતી મુજબ, ચીનના ખતરનાક વાયરસની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બાળકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ખાનગી લેબ માં બાળકો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક મૂળ મોડાસા પાસેના ગામનું છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની તબિયત સ્થિર છે. બાળકને શરદી અને તાવના લક્ષણો જોવા મળતા તેને અમદાવાદ લવાયો હતો. વિશ્વભરમાં કોવિડ-19 મહામારી બાદ HMPV નામના વાયરસનો ચીનમાં કહેર જોવા મળી રહ્યો છે. કર્ણાટકમાં HMPV વાયરસના બે કેસ સામે આવ્યા છે. કર્ણાટકમાં આરોગ્ય વિભાગ દ્વારા ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે.બેંગલુરુમાં 8 મહિનાની બાળકી પોઝિટિવબેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં HMPV વાયરસ મળી આવ્યો છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી. ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ અહેવાલ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી. નોંધનીય છે કે HMPV સામાન્ય રીતે બાળકોમાં જ જોવા મળે છે. HMPV તમામ ફ્લૂ નમૂનાઓમાં 0.7 ટકા હિસ્સો ધરાવે છે. આ વાયરસનો સ્ટ્રેન શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. HMPV વાયરસ કેટલો ખતરનાક છે? રિપોર્ટ અનુસાર, HMPV ફ્લૂ જેવા લક્ષણો દર્શાવે છે. તે કોવિડ-19 જેવી જ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની રહ્યું છે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, ચીનની ડિસિઝ કંન્ટ્રોલ ઓથોરિટીએ શુક્રવારે કહ્યું કે તે અજાણ્યા પ્રકારના ન્યૂમોનિયા માટે સર્વેલન્સ સિસ્ટમ ચલાવી રહ્યું છે. શિયાળામાં શ્વાસ સંબંધી રોગોમાં વધારો થવાની સંભાવના છે. તેની સાથે વ્યવહાર કરવા માટે એક ખાસ પ્રોટોકોલ બનાવવામાં આવ્યો છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીની અધિકારીઓ આ વાયરસથી ચિંતિત છે. લોકોને માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવાની અપીલ કરવામાં આવી રહી છે. HMPV વાયરસના લક્ષણો કોરોના જેવા લક્ષણો શરદી અને ઉધરસ તાવ અને ઉધરસ HMPV વાયરસ શું છે? હ્યુમન મેટાન્યૂમોવાયરસ એ આરએનએ વાયરસ છે. તે ન્યૂમોવાયરિડે પરિવારના મેટાન્યૂમોવાયરસના ક્લાસ સાથે જોડાયેલું છે. તે 2001માં ડચ સંશોધક દ્વારા પ્રથમ વખત શોધવામાં આવ્યો હતો. અભ્યાસો દર્શાવે છે કે આ વાયરસ ઓછામાં ઓછા 60 વર્ષથી અસ્તિત્વમાં છે. આ એક સામાન્ય શ્વસન સમસ્યા છે, જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચીનમાં ફેલાયેલા HMPV વાયરસ મામલે રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું હતું. કેન્દ્ર દ્વારા ઇમરજન્સી બેઠક પણ બોલાવવામાં આવી છે. તેવામાં ગુજરાતમાં પણ પ્રથમ કેસ નોંધાઇ ચુક્યો છે. hMPV વાયરસનો પ્રથમ કેસ કર્ણાટકમાં આવ્યા બાદ હવે ગુજરાતમાં પણ પ્રથમ કેસ નોંધાઇ ચુક્યો છે. 2 મહિનાની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાળકની હાલ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, ચીનના ખતરનાક વાયરસની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બાળકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ખાનગી લેબ માં બાળકો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક મૂળ મોડાસા પાસેના ગામનું છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની તબિયત સ્થિર છે. બાળકને શરદી અને તાવના લક્ષણો જોવા મળતા તેને અમદાવાદ લવાયો હતો. વિશ્વભરમાં કોવિડ-19 મહામારી બાદ HMPV નામના વાયરસનો ચીનમાં કહેર જોવા મળી રહ્યો છે. કર્ણાટકમાં HMPV વાયરસના બે કેસ સામે આવ્યા છે. કર્ણાટકમાં આરોગ્ય વિભાગ દ્વારા ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે.
બેંગલુરુમાં 8 મહિનાની બાળકી પોઝિટિવ
બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં HMPV વાયરસ મળી આવ્યો છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી. ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ અહેવાલ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી. નોંધનીય છે કે HMPV સામાન્ય રીતે બાળકોમાં જ જોવા મળે છે. HMPV તમામ ફ્લૂ નમૂનાઓમાં 0.7 ટકા હિસ્સો ધરાવે છે. આ વાયરસનો સ્ટ્રેન શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
HMPV વાયરસ કેટલો ખતરનાક છે?
રિપોર્ટ અનુસાર, HMPV ફ્લૂ જેવા લક્ષણો દર્શાવે છે. તે કોવિડ-19 જેવી જ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની રહ્યું છે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, ચીનની ડિસિઝ કંન્ટ્રોલ ઓથોરિટીએ શુક્રવારે કહ્યું કે તે અજાણ્યા પ્રકારના ન્યૂમોનિયા માટે સર્વેલન્સ સિસ્ટમ ચલાવી રહ્યું છે. શિયાળામાં શ્વાસ સંબંધી રોગોમાં વધારો થવાની સંભાવના છે. તેની સાથે વ્યવહાર કરવા માટે એક ખાસ પ્રોટોકોલ બનાવવામાં આવ્યો છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીની અધિકારીઓ આ વાયરસથી ચિંતિત છે. લોકોને માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવાની અપીલ કરવામાં આવી રહી છે.
HMPV વાયરસના લક્ષણો
- કોરોના જેવા લક્ષણો
- શરદી અને ઉધરસ
- તાવ અને ઉધરસ
HMPV વાયરસ શું છે?
હ્યુમન મેટાન્યૂમોવાયરસ એ આરએનએ વાયરસ છે. તે ન્યૂમોવાયરિડે પરિવારના મેટાન્યૂમોવાયરસના ક્લાસ સાથે જોડાયેલું છે. તે 2001માં ડચ સંશોધક દ્વારા પ્રથમ વખત શોધવામાં આવ્યો હતો. અભ્યાસો દર્શાવે છે કે આ વાયરસ ઓછામાં ઓછા 60 વર્ષથી અસ્તિત્વમાં છે. આ એક સામાન્ય શ્વસન સમસ્યા છે, જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે.