Ahmedabad: ચાંગોદરમાંથી ઝડપાયું કોલ સેન્ટર, 31 લાખનો મુદ્દામાલ જપ્ત

Jan 5, 2025 - 21:30
Ahmedabad: ચાંગોદરમાંથી ઝડપાયું કોલ સેન્ટર, 31 લાખનો મુદ્દામાલ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ફરી એક વખત કોલ સેન્ટર ઝડપાયું છે. શહેરના ચાંગોદર વિસ્તારમાંથી આ કોલ સેન્ટર ઝડપાયું છે. સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ પાડીને કોલ સેન્ટર ઝડપ્યું છે. ચાંગોદરના મોરૈયાની સ્વપ્નવિલા સોસાયટીમાં ઘરમાં જ કોલ સેન્ટર ધમધમતું હતુ. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હાલમાં રૂપિયા 31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 5 આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જણાવી દઈએ કે વડનગર અને ખેરાલુના આરોપીઓ આ કોલ સેન્ટર ચલાવતા હતા.

15 ઓક્ટોબરે કાગડાપીઠમાંથી ઝડપાયું હતું કોલ સેન્ટર

તમને જણાવી દઈએ કે 15 ઓક્ટોબરે અમદાવાદના કાગડાપીઠની ખોઝા સોસાયટીમાંથી કોલ સેન્ટર ઝડપાયું હતું. અમેરિકન નાગરિકને કોલ કરીને ધાક ધમકી આપતા હતા. ધાક ધમકી આપી આરોપીઓ રૂપિયા પડાવતા હતા. રેડ દરમિયાન આરોપી પાસેથી રૂપિયા 31 લાખ મળી આવ્યા હતા. આરોપી સલમાન ઉર્ફે રાજાની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ શહેર ઝોન 6 LCB દ્વારા કોલ સેન્ટરનો ખુલાસો કરવામાં આવ્યો હતો. પહેલીવાર કોલ સેન્ટરમાંથી 4 તાઈવાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. જે ચારેય આરોપીઓએ દેશમાં અલગ અલગ સેન્ટરો પર ડાર્ક રૂમ બનાવી ગણતરીની મિનિટોમાં જ કરોડો રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ થઈ શકે તેવી એપ્લિકેશન વિકસાવી હતી.

30 સપ્ટેમ્બરે રાજ્યમાં ગેરકાયદેસર કોલ સેન્ટર પર CBIએ કરી હતી કાર્યવાહી

30 સપ્ટેમ્બરે ગુજરાત સહિત અન્ય રાજ્યમાં CBIએ કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં મુખ્ય 26 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમાં કોલ સેન્ટરોમાં ચાલી રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓને ઝડપી લેવામાં આવી હતી. તેમાં પૂણેથી 10, હૈદરાબાદથી 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ વિશાખાપટ્ટનમાંથી 11 આરોપીઓની ધરપકડ કરી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0