Ahmedabad: ગોમતીપુરમાં 1,550 ચો.ફૂટના 4ગેરકાયદે બાંધકામ તોડી પડાયાં

Feb 18, 2025 - 01:00
Ahmedabad: ગોમતીપુરમાં 1,550 ચો.ફૂટના 4ગેરકાયદે બાંધકામ તોડી પડાયાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હાઈકોર્ટ દ્વારા સતત શહેરમાં રહેલા દબાણ અંગે ટિપ્પણી કરવામાં આવી રહી છે. જે પછી એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે પૂર્વ ઝોનમાં બોમ્બે હાઉસિંગ ગેટની સામે હાથીખાઈ ગાર્ડ પાસે કોમર્શિયલ પ્રકારના ગેરકાયદેસર 4 યુનિટ બાંધકામ એસ્ટેટ વિભાગ અને દબાણ ખાતા તેમજ પોલીસને સાથે રાખીને તોડી પાડવામાં આવ્યા છે. જેના સાથે જ સમગ્ર ઝોના વિવિધ વોર્ડમાં કામગીરી દરમિયાન 10 શેડ, 12 લારી, 63, બોર્ડ-બેનર અને 67 પરચુરણ સામાન જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ વાહનોને લોક મારીને રૂ.17,500 ચાર્જ વસુલવામાં આવ્યો છે.

પૂર્વ ઝોનના વિવિધ વોર્ડમાં એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન ગોમતીપુરમાં કોમર્શિયલ પ્રકારના 4 બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. જેમાં 1550 ચો.ફૂટનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. જેને લાંબા સમયથી હટાવવા માટે નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત દબાણ ખાતા દ્વારા નિકોલ, રામોલ-હાથીજણ, અમરાઈવાડી, ભાઈપુરા, વિરાટનગર, ઓઢવ, વસ્ત્રાલ તેમજ ગોમતીપુર સહિતના વિસ્તારમાં વિવિધ રોડો પર નડતર રૂપ દબાણ હટાવવા માટેની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેમાં સમગ્ર ઝોનમાં કામગીરી દરમિયાન કુલ 10 નંગ શેડ, 12 લારી, 4 પેડલ રીક્ષા, 63 બોર્ડ/બેનર, 67 પરચુરણ માલ સામાન જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રસ્તા પર નડતર રૂપ 49 વાહનોને લોક મારીને રૂ.17,500 દંડ વસુલવામાં આવ્યો છે. જેના કારણે રસ્તા પરથી દબાણ હટાવવાની કામગીરીમાં તંત્ર સંતોષ માની રહ્યો છે. બીજી તરફ હજી પણ ઘણાં વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ ધમધમી રહ્યા હોવાની સ્થાનિકોની ફરિયાદ પણ સામે આવી રહી છે. જેના પર તંત્ર તાકીદે પગલાં ભરે તેવી લોકોની માંગણી રહેલી છે.

મધ્યઝોનમાં ગણતરીનું દબાણ દૂર કરીને મ્યુનિ.ના અધિકારીઓએ સંતોષ માન્યો!

એક તરફ મધ્ય ઝોનમાં કાલુપુર માર્કેટ હોય કે ભદ્રના પરિસર નજીક લારીઓનું દબાણ અંગે વારંવાર ટકોર કરવામાં આવી રહી છે. જેના કારણે અવરનવર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે હાઈકોર્ટની ટકોર બાદ પણ નક્કર કામગીરી કરવાના બદલે માત્ર ગણતરીની લારીઓ અને દબાણ હટાવીને તંત્ર સંતોષ માની રહ્યું છે. સોમવારે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિક પોલીસને સાથે રાખીને મહેંદીકુવા સર્કલથી દધીચિ બ્રિજ સુધીમાં 14 લારી, એક ડેડ વ્હીકલ, 45 નંગ જેટલો સામાન જપ્ત કરવામાં આળ્યો છે. જ્યારે બીજી તરફ જમાલપુર ફુલ અને શાક માર્કેટ, કાલુપુર સ્ટેશન નજીકના માર્કેટથી લઈ ગાયકવાડ હવેલી પાસે 66 નંગ જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. આમ કુલ 111 નંગ જેટલો સામાન સમગ્ર ઝોનમાંથી જપ્ત કરીને મ્યુનિ. અધિકારીઓ સંતોષ માની રહ્યો હોય તેવી ચર્ચા પરણ શરૂ થઈ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0