Ahmedabad: ગેલેક્સી ગરબાના આયોજકે આપઘાત કર્યો, સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના ગરબા આયોજન ક્ષેત્રે એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ગેલેક્સી ગરબાના આયોજક યુવકે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. મૃતક યુવક મયંક પરમાર છે, જેણે વટવા GIDC પાસેના વિસ્તારમાં આ પગલું ભર્યું હતું. મયંક પરમારે આ વર્ષે વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે ગરબાનું આયોજન કર્યું હતું.
અમદાવાદમાં ગરબા આયોજકે આપઘાત કર્યો
આપઘાતના આ બનાવની જાણ થતાં વટવા GIDC પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પરથી મૃતદેહનો કબજો મેળવ્યો છે અને મહત્ત્વની બાબત એ છે કે પોલીસને સુસાઇડ નોટ (Suicide Note) પણ મળી આવી છે.
મૃતકે ગેલેક્સી ગરબાનું આયોજન કર્યું હતું
મયંક પરમારે શા માટે આ પગલું ભર્યું, તેના ચોક્કસ કારણો જાણવા પોલીસે હવે સુસાઇડ નોટના આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસ ગરબા આયોજન સંબંધિત કોઈ નાણાકીય લેવડદેવડ, દબાણ કે અન્ય અંગત કારણોની દિશામાં તપાસ ચલાવી રહી છે.
What's Your Reaction?






