Ahmedabad: ગૃહમંત્રી અમિત શાહે શ્રીમદ્રાજચંદ્રજીની વિરાટ પ્રતિમાનો મહામસ્તકાભિષેક કર્યો

આત્મજ્ઞાની સંત શ્રીમદ્ રાજચંદ્રજીના સન્માન અર્થે આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ધરમપુરમાં આવેલા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રામની મુલાકાત લીધી હતી. અહીંયા તેમણે શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાજીના મહામસ્તકાભિષેક કર્યો હતો. આ પ્રસંગમાં ગુરુદેવ શ્રી રાકેશજી સાથે જોડાયા હતા.ગૃહમંત્રી અમિત શાહે શ્રી ધરમપુર તીર્થ જિનમંદિરમાં ધાર્મિક વિધિઓમાં પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતુ કે *શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાજીનો મહામસ્તકાભિષેક કરતી વખતે મને આનંદ અને શાંતિની ઊંડી અનુભૂતિ થઈ છે. હિમાલયની કંદરાઓમાં જઈ પ્રાપ્ત ઘણા યોગીઓ કરી શકે છે, પણ શ્રીમદ્જીએ સમાજની વચ્ચે રહી લોકો માટે મોક્ષનો માર્ગ કંડાર્યો એ સંસાર પર તેમનો ખૂબ મોટો ઉપકાર છે. હું મહામાનવ અને ઈશ્વરતુલ્ય એવા શ્રીમદ્જીને શ્રાદ્ધાંજલિ અર્પું છું. બાદમાં તેમના હસ્તે આગામી શ્રીમદ્ રાજચંદ્ર અહિંસા સેન્ટરની ઇંટનું પૂજન કરાયું હતુ, આ અહિંસા સેન્ટર તમામ જીવો પ્રત્યે સહાનુભૂતિ, પ્રેમ અને કરુણા કેળવવા માટે સમર્પિત સ્થળ બની રહેશે. અહીં મલ્ટી-સેન્સરી વોકથ્રુ, 4-ડી ડિજિટલ એક્સપિરિયન્સ જેવી શૈક્ષણિક અને મનોરંજક સુવિધાઓ દ્વારા પ્રાણીઓ અને પ્રકૃતિ સાથે મનુષ્યના ગાઢ જોડાણને પ્રોત્સાહન આપવામાં આવશે.

Ahmedabad: ગૃહમંત્રી અમિત શાહે શ્રીમદ્રાજચંદ્રજીની વિરાટ પ્રતિમાનો મહામસ્તકાભિષેક કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આત્મજ્ઞાની સંત શ્રીમદ્ રાજચંદ્રજીના સન્માન અર્થે આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ધરમપુરમાં આવેલા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રામની મુલાકાત લીધી હતી. અહીંયા તેમણે શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાજીના મહામસ્તકાભિષેક કર્યો હતો. આ પ્રસંગમાં ગુરુદેવ શ્રી રાકેશજી સાથે જોડાયા હતા.

ગૃહમંત્રી અમિત શાહે શ્રી ધરમપુર તીર્થ જિનમંદિરમાં ધાર્મિક વિધિઓમાં પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતુ કે *શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાજીનો મહામસ્તકાભિષેક કરતી વખતે મને આનંદ અને શાંતિની ઊંડી અનુભૂતિ થઈ છે. હિમાલયની કંદરાઓમાં જઈ પ્રાપ્ત ઘણા યોગીઓ કરી શકે છે, પણ શ્રીમદ્જીએ સમાજની વચ્ચે રહી લોકો માટે મોક્ષનો માર્ગ કંડાર્યો એ સંસાર પર તેમનો ખૂબ મોટો ઉપકાર છે. હું મહામાનવ અને ઈશ્વરતુલ્ય એવા શ્રીમદ્જીને શ્રાદ્ધાંજલિ અર્પું છું. બાદમાં તેમના હસ્તે આગામી શ્રીમદ્ રાજચંદ્ર અહિંસા સેન્ટરની ઇંટનું પૂજન કરાયું હતુ, આ અહિંસા સેન્ટર તમામ જીવો પ્રત્યે સહાનુભૂતિ, પ્રેમ અને કરુણા કેળવવા માટે સમર્પિત સ્થળ બની રહેશે. અહીં મલ્ટી-સેન્સરી વોકથ્રુ, 4-ડી ડિજિટલ એક્સપિરિયન્સ જેવી શૈક્ષણિક અને મનોરંજક સુવિધાઓ દ્વારા પ્રાણીઓ અને પ્રકૃતિ સાથે મનુષ્યના ગાઢ જોડાણને પ્રોત્સાહન આપવામાં આવશે.